• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ૧૧૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના કાર્યક્રમો - તા.૧૧.૧૧.૨૦ને બુધવારે રમા એકાદશી - સાંજે ૭ સંધ્યા આરતી અને કિર્તન ભજન – તા.૧૨ ગુરુવાર ધનતેરસ – સાંજે ૬.૩૦ ધનપૂજન અને આરતી - તા.૧૪ શનિવાર દિવાળી - સવારે ૭.૩૦ શણગાર આરતી, સાંજે ૫.૩૦ લક્ષ્મી (ચોપડા) પૂજન, સાંજે ૭ સંધ્યા આરતી – તા.૧૫ રવિવાર હિંદુ નૂતન વર્ષ અને અન્નકૂટ – સવારે ૮ વાગે પૂ.મહંત સ્વામી મહારાજની પૂજાના દર્શન, સવારે ૯ અન્નકૂટ મહાપૂજા, સવારે ૧૧ અન્નકૂટ થાળ અને ગોવર્ધન પૂજા, સવારે ૧૧.૪૫ અન્નકૂટ આરતી, સવારે ૧૧.૫૦ અન્નકૂટ આશીર્વચન અને સંબોધન, સાંજે ૬.૪૫ અભિષેક, સાંજે ૭ સંધ્યા આરતી, સાંજે ૭.૨૦ અન્નકૂટ ઉત્સવ સભા અને સાંજે ૮ વાગે શયન આરતી થશે. દર્શન તથા કાર્યક્રમોનું neasdentemple.org પર પ્રસારણ થશે. સંપર્ક. 020 8965 2651.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
૪થી નવેમ્બરને બુધવારે બાર્નેટમાં ખાસ અતિથિ થેરેસા વિલિયર્સ MPની ઉપસ્થિતિમાં તદ્દન નવા, પર્પઝ બિલ્ટ નર્સરી બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીનું સત્તાવાર ઓપનીંગ થયું હતું.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીએ બીએપીએસ દ્વારા આયોજીત સત્સંગ દીક્ષા કાર્યકર ઓનલાઈન પ્રશ્રોત્તરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધા બીએપીએસના ભારતના તમામ કાર્યકરો માટે યોજાઈ હ
• ચિન્મય મિશન – દીપાવલી ઉત્સવ
ચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે ૧૩મી નવેમ્બરે ધનતેરસથી દીપાવલીના ઉત્સવની શરૂઆત થશે. વહેલી સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ધન્વંતરી હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. આ પૂજાવિધિનું જીવંત પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પર કરવામાં આવશે જેથી લોકો આ પૂજાવિધિની સાથે સાથે ઘરમાં રહીને પોતાનાં ધનલક્ષ્મીની પૂજા કરવાનો લાભ લઈ શકે. ૧૬મી શરૂ થતા નૂતન વર્ષ નિમિત્તે સવારે સાડા છ વાગ્યાથી શ્રીકૃષ્ણ ભગવાનને અભિષેક અને નવા અલંકારો અર્પણ કરવામાં આવશે. તે સાથે જ સંસ્થાના અમદાવાદ ખાતેના સ્વામી અવ્યયાનંદજીની વર્ચ્યુઅલ શુભેચ્છા મુલાકાત લઈ શકાશે. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે સંસ્થાના બધા જ કાર્યક્રમોને ફેસબુક પેજ https://www.facebook.com/cmahmedabad/ પર જીવંત પ્રસારિત કરવામાં આવશે.
કેન્યામાં બનતો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ચેવડો યુકેમાં દરેક જાણીતી એશિયન ગ્રોસરી દુકાનોમાં પણ ઉપલબ્ધ છે. આ ચેવડો ખરીદો અને મેળવો સ્પેશિયલ દિવાળી ઓફરનો લાભ.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. નેનપૂરમાં દીપાવલિ પર્વની ઉજવણી પૂ.મહંત સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ દિવાળીના દિવસે ચોપડાપૂજન કર્યું હતું. તેમણે દિવાળી તથા બેસતા વર્ષે સભામાં સંતો અને હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ સૌને દીર્ઘાયુષ્ય તથા સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપ્યા હતા.
૧૧ નવેમ્બરે હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા હાઉસ ઓફ કોમન્સ (HoC)માં ૧૯મા દિવાળી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ - ૧૯ લોકડાઉનને કારણે સંસ્થાના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઉજવણી વર્ચ્યુઅલ કરાઈ હતી. વેબીનાર પ્લેટફોર્મ પર ૯૪થી વધુ લોકો જોડાયા હતા. ૨૫૦થી વધુ લોકોએ ફેસબુક પર આ ઉજવણી નિહાળી હતી. આ વર્ષના પાર્લામેન્ટના યજમાનો તરીકે સાંસદ બોબ બ્લેકમેન અને લોર્ડ ધોળકિયા OBE હતાં.
ચાન્સેલર રિશિ સુનાકે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFI) દ્વારા આયોજિત દિવાળીની વર્ચ્યુઅલ ઉજવણીમાં ભાગ લીધો હતો. કાઉન્સિલર રીના રેન્જર અને કાઉન્સિલર અમિત જોગીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૫૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમાંના મોટાભાગના પક્ષના સભ્યો હતા અને તેમને પ્રશ્ર પૂછવાની તક અપાઈ હતી. ખાસ કરીને ઈન્ડિયન ડાયસ્પોરાના ઉભરતા રાજકારણીઓ માટે રિશિ સુનાક પ્રેરણારૂપ છે.
ગુજરાત હિંદુ સોસાયટી (GHS) રાધાકૃષ્ણ મંદિર, પ્રેસ્ટન ખાતે ભક્તોએ નૂતન વર્ષના પાવન દિવસે શાંતિપૂર્વક ભગવાનના દર્શન અને પ્રાર્થના કર્યા હતા. તમામ ભક્તોને સલામતીનું વાતાવરણ મળી રહે તે માટે મંદિર મેનેજમેન્ટ દ્વારા વિશેષ સિસ્ટમ અમલમાં મૂકાઈ હતી. તે મુજબ મંદિરમાં પ્રવેશતી દરેક વ્યક્તિનું પહેલા ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું અને ટ્રેક એન્ડ ટ્રેસના હેતુસર તેમના નામ અને સરનામાની નોંધ કરવામાં આવતી હતી.
હર્ટફર્ડશાયર અને તેની આસપાસના વિસ્તારોના રફ સ્લીપર્સને ૧,૦૦૦થી વધુ વિન્ટર વોર્મર બેકપેક્સનું વિતરણ કરવાનો વોટફર્ડ સ્થિત કોમ્યુનિટી પ્રોજેક્ટ વ્યવસ્થિત ચાલી રહ્યો છે. બીજી વખત કોવિડ-૧૯ લોકડાઉન અને સ્ટ્રીટ્સમાં હોમલેસની વધેલી સંખ્યાને લીધે હેન્ડ ઓન હાર્ટ દ્વારા તેના વાર્ષિક વિન્ટર વોર્મર પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ડોનેશનમાં ઘટાડો અને વિન્ટરની શરૂઆતને લીધે રફ સ્લીપર્સ માટે પરિસ્થિતિ ખૂબ કપરી બની છે.
હેન્ડ ઓન હાર્ટ ટીમે વોટફર્ડના મેયર પીટર ટેઈલર સહિત ૪૨ વોલન્ટિયર પરિવારો સાથે મળીને આવશ્યક ચીજવસ્તુઓ અને ૧૦૫૦ બેકપેક્સ તૈયાર કર્યા હતા.
