નીસડન ટેમ્પલ તરીકે જાણીતું વિશ્વવિખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર તાજેતરમાં ITVની સ્પેશિયલ ડોક્યુમેન્ટરી ‘ઓલ અરાઉન્ડ બ્રિટન’માં ઝળક્યું હતું. આ સિરીઝમાં પ્રેઝન્ટરો માનવીય પ્રયાસો, આનંદની અનુભૂતિ કરાવતા પ્રાકૃતિક સ્થળો અને સ્થાનિક ઈતિહાસ સાથેની શ્રેષ્ઠ કથાઓ માટે દર્શકોને બ્રિટનની સફર કરાવે છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ ધર્મપ્રવૃત્તિઓ અને જનલક્ષી સેવાકાર્યો થતા આવ્યાં છે. કોરોનાની મહામારીમાં સ્થાનિક નેશનલ હેલ્થ (NHS)ને ગુજરાત હિન્દુ સોસાયટી તરફથી £૭૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ ધર્મપ્રવૃત્તિઓ અને જનલક્ષી સેવાકાર્યો થતા આવ્યાં છે. કોરોનાની મહામારીમાં સ્થાનિક નેશનલ હેલ્થ (NHS)ને ગુજરાત હિન્દુ સોસાયટી તરફથી £૭૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. પ્રેસ્ટન હોસ્પિટલની NHSને તબીબી સારવાર દરમિયાન પેશન્ટની સુવિધા માટે સ્પેશિયલ ચેર માટે £૫,૩૦૦ અને બીજા £૧,૭૦૦ જનરલ તબીબી સેવા અર્થે દાનમાં અપાયા છે.
શક્તિની ઉપાસના કરવાના પર્વ નવરાત્રીને ચિન્મય મિશન અમદાવાદ ખાતે નવતર રીતે ઊજવવાની તૈયારી ચાલી રહી છે. મિશનના પરમધામ મંદિર ખાથે નવ દિવસ દુર્ગાદેવી, લક્ષ્મીજી અને મહાસરસ્વતીદેવીની પૂજા, અભિષેક અને સૂક્તમના પારાયણ ઉપરાંત આ વખતે નવશક્તિ ફેસ્ટનો ઓનલાઇન ઉત્સવ ઉજવાશે.
વિશ્વ હિંદુ પરિષદ યુકે (VHP) દ્વારા ૪ ઓક્ટોબરને રવિવારે પ્રથમ ઓલ યુકે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ત્રણ કલાકના આ ઓનલાઈન સંમેલનમાં દેશભરના ૯૪ ટાઉનના ૧૩૫ મંદિરોના ૨૦૦ સિનિયર એક્ઝિક્યુટિવ્સ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં નોર્થમાં એબરડીન, બેલફાસ્ટથી કાર્ડીફ (વેસ્ટ), હલ (ઈસ્ટ) થી સાઉધમ્પટન (સાઉથ)ના મોટા મંદિરો તેમજ નવા અને નાના મંદિરોના પ્રતિનિધિઓ જોડાયા હતા. તેમણે વિવિધ સંપ્રદાયો, ભાષાકીય જૂથ અને દેશોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન (IIW) દ્વારા ઓનલાઈન કવિ સંમેલન ‘કાવ્ય રસ’નું આયોજન કરાયું હતું. આ પ્રકારના પ્રથમ સંમેલનનું આયોજન કવયિત્રી દર્શના શાહે કર્યું હતું જેનું IIWના તમામ સોશિયલ પ્લેટફોર્મ્સ પર લાઈવ પ્રસારણ કરાયું હતું. આ સંમેલનમાં અમેરિકા, જર્મની, બહેરિન, ભારત અને યુકેની મહિલા કવિઓએ ભાગ લઈને મરાઠી, હિંદી, ગુજરાતી, સિંધી અને તમિળ ભાષામાં કવિતાઓ રજૂ કરી હતી.
કોરોના મહામારીના ‘સુપરહિરોઝ’ને સહાય કરવાના બુશી સ્થિત શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુકેના અભિયાનનો અંત આવતા ત્રણ સંસ્થાઓને દરેકને એક-એક હજાર પાઉન્ડ મળીને કુલ ૩,૦૦૦ પાઉન્ડ અપાયા હતા. સંસ્થાએ છેલ્લાં થોડાં મહિના દરમિયાન સ્કૂલો, હોસ્પિટલો, અને સુપરમાર્કેટ સહિત સેંકડો સ્થળોની મુલાકાત લઈને ત્યાંના મુખ્ય કર્મચારીઓને કેર પેકેજિસ આપ્યા હતા.
વિશ્વ હિંદુ પરિષદ યુકે (VHP) દ્વારા ૪ ઓક્ટોબરને રવિવારે પ્રથમ ઓલ યુકે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ત્રણ કલાકના આ ઓનલાઈન સંમેલનમાં દેશભરના ૯૪ ટાઉનના ૧૩૫ મંદિરોના ૨૦૦ સિનિયર એક્ઝિક્યુટિવ્સ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં નોર્થમાં એબરડીન, બેલફાસ્ટથી કાર્ડીફ (વેસ્ટ), હલ (ઈસ્ટ) થી સાઉધમ્પટન (સાઉથ)ના મોટા મંદિરો તેમજ નવા અને નાના મંદિરોના પ્રતિનિધિઓ જોડાયા હતા. તેમણે વિવિધ સંપ્રદાયો, ભાષાકીય જૂથ અને દેશોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં સંસ્થા દ્વારા ‘સત્સંગ દીક્ષા’ વિશે અખિલ ભારતીય સંપૂર્ણ શ્લોક મુખપાઠ સ્પર્ધા ૨૦૨૦નું આયોજન કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેનાર સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.
નવરાત્રિના કાર્યક્રમો
• હિલીંગ અવર અર્થ પ્રસ્તુત ફ્રી ગ્લોબલ ઓનલાઈન નવરાત્રિ ‘નવરાત્રિ સ્પેશિયલ’નું તા.૨૫.૧૦.૨૦ને રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૩૦ (BST) વાગે આયોજન કરાયું છે. સંપર્ક. www.healingourearth.com
