ગઈ તા.૧૯.૧૦.૨૦ના રોજ મિડલ-ઇસ્ટમાં UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબીના પૂર્વીય ક્ષેત્રમાં આવેલા અલ-આઈન શહેરના રણમાં હીઝ રોયલ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્યાન, UAEના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી દ્વારા આયોજિત વિશેષ બેઠક યોજાઈ હતી. તેમાં શેખ અબ્દુલ્લાએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી અને યુએઈમાં ભારતના રાજદૂત પવન કપૂર સાથે વૈશ્વિક સદ્ભાવ અને સાર્વભૌમિક-સનાતન મૂલ્યોના પ્રતીકરૂપ ઐતિહાસિક BAPS હિન્દુ મંદિર અંગે ચર્ચા કરી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં નોર્થ અમેરિકાના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરની આમલક પૂજન વિધિ યોજાઈ હતી.
• બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સનુંતા.૭.૧૧.૨૦થી તા.૧૩.૧૧.૨૦ (શનિવારથી શુક્રવાર) દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.
આ ઓટમમાં ૫૦૦ લોકોનું જીવન બચાવવાના હેતુ સાથે શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુકે (SRLC UK) દ્વારા તાજેતરમાં સમગ્ર યુકેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. એક વ્યક્તિએ કરેલા રક્તદાનથી ત્રણ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે.
સામાન્ય રીતે દર વર્ષે કાર્ડીફમાં યોજાતો લોકપ્રિય માઈનોરિટી એથનીક કોમ્યુનિટીઝ(MEC) હેલ્થ ફેર આ વર્ષે ૨૯.૧૦.૨૦ને ગુરુવારે સવારે ૧૦ થી બપોરે ૨ દરમિયાન ઝૂમના માધ્યમથી ઓનલાઈન યોજાશે. તેમાં સામેલ થવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી.
હિંદુ સ્વયંસેવક સંઘ યુકે (HSS UK) દ્વારા તા.૧થી ૭ નવેમ્બર દરમિયાન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યુકે પાર્લામેન્ટ વીક ૨૦૨૦ની ઉજવણી કરાશે છે. તેમાં યુકેની લોકશાહી, લોકોની સત્તા અને પરિવર્તન વિશે ચર્ચા થશે. સાંસદો, કાઉન્સિલરો અને મેયરો યુવાનો દ્વારા પૂછાયેલા પ્રશ્રોનો જવાબ આપશે અને પોતાના અનુભવોનું વર્ણન કરશે.
હિંદુ કાઉન્સિલ બ્રેન્ટની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ૨૪ ઓક્ટોબરને રવિવારે અંબા માની આરતી ઉતારી હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ ગલોરિયા (ચેરમેન), મનુભાઈ મકવાણા (સેક્રેટરી), મહેન્દ્રભાઈ પટ્ટણી (ટ્રેઝરર), રૂપલબેન પંડ્યા (PRO), ઉપેન્દ્રભાઈ સોલંકી (Asst PRO), ભરતભાઈ પટેલ અને પ્રમોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ શરદપૂનમના દિવસે ૩૧ ઓક્ટોબરને શનિવારે સવારે પૂ. ગુણાતીતાનંદ સ્વામીની મેટાલીક મૂર્તિની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી. આ મહોત્સવનું સમગ્ર સંચાલન નેનપૂરથી થયું હતું. આ મહોત્સવ નિમિત્તે નેનપૂરમાં નગરયાત્રા નીકળી હતી. બપોરે યોજાયેલી સભાને પૂ. મહંત સ્વામીએ સંબોધી હતી.
૩૦ અને ૩૧ ઓક્ટોબરે યુકે અને દુનિયાભરમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર મેટાલીક મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ યોજાયો હતો. ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ (ભગવાન સ્વામીનારાયણની નાની મૂર્તિ જેની પૂજા અગાઉ ગુણાતીતાનંદ સ્વામી અને તે પછી તેમના આધ્યાત્મિક વારસદારો કરતા હતા) સાથે જોડવાના આ ઐતિહાસિક પ્રસંગનો શ્રેણીબદ્ધ ઓનલાઈન વેબકાસ્ટના માધ્યમથી દેશવિદેશના હજારો હરિભક્તો અને સંતોએ લાભ લીધો હતો.
તા. ૩૧ ઓકટોબરને શરદપૂર્ણિમાના શુભ દિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો તે નિમિત્તે એક વર્ષ સુધી કુમકુમ મંદિર દ્રારા સદ્ગુરુ સમર્પણ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
