સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    • બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન તરફથી ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સનું તા.૫.૧૨.૨૦થી તા.૧૧.૧૨.૨૦ (શનિવારથી શુક્રવાર) દરરોજ સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.  ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે     
    [email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.

    ચિંતા નહીં, ચિંતનની જરૂરઃ ચિન્મય મિશન દ્વારા ભિક્ષુગીતા ઑનલાઇન જ્ઞાનયજ્ઞ

    કોરોના મહામારીને કારણે લોકોમાં ડર, નિરાશા અને અસલામતીનો ભય ફરી જાગ્યો છે ત્યારે સત્સંગ દ્વારા આધ્યાત્મિક શક્તિની મદદથી તેનો સામનો કરવાનું બળ મળી શકે છે એવા ઉમદા હેતુ સાથે ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ૧૯મી નવેમ્બરથી શ્રીમદ્ ભાગવત પર આધારિત “ભિક્ષુગીતા” પર ઑનલાઇન જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

    પૂ. મહંત સ્વામીની નિશ્રામાં પ્...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૬ નવેમ્બરને ગુરુવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં પ્રબોધિની એકાદશીની ઉજવણી થઈ હતી. આ નિમિત્તે ભગવાનને ફળો અને શાકભાજીનો અન્નકૂટ એટલે કે હાટડીના દર્શન યોજાયા હતા. તેમાં વિવિધ પ્રકારના ફળો અને પરવળ, બ્રોકોલી,કારેલા, દૂધી સહિતના શાકભાજીને શણગારીને મૂકવામાં આવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ અન્નકૂટ આરતી એટલે કે હાટડી આરતી કરી હતી. પૂ. મહંત સ્વામીએ ચાણસદમાં તૈયાર થનારા શ્રી રામ મંદિર માટેની ઈષ્ટશિલાનું પણ પૂજન કર્યું હતું. તેઓ દરરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાધુ - સંતો સાથે સત્સંગ કરે છે.

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમક

    કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૬મી જયંતીની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન કરનારા એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત સદ્ગુરુ આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઓનલાઈન કરવામાં આવી હતી. મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે જણાવ્યું હતું કે આ પ્રસંગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ બાય ૬ ફૂટની વિશાળ કૃતિ તૈયાર કરવામાં આવી હતી અને તેનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું.

    લંડનમાં દિવાળીમાં નીસડન ટેમ્

    નીસડન ટેમ્પલ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા લંડનમાં ગઈ ૯થી ૧૩ નવેમ્બર દરમિયાન ભૂખમરો અને કુપોષણના જોખમમાં રહેલી કમ્યુનિટીના લોકોને ૪૦,૦૦૦ મીલ્સ પૂરા પાડવાની કામગીરી ધ ફેલિક્સ પ્રોજેક્ટ સાથે મળીને હાથ ધરવામાં આવી હતી. ફેલિક્સ પ્રોજેક્ટ વેચી ન શકાય તેવું તાજું અને પૌષ્ટિક ભોજન એકત્ર કરે છે. તેઓ વધારાનું ભોજન ચેરિટી અને સ્કૂલોને આપે છે જેથી તે લંડનમાં ભૂખ અને કુપોષણના જોખમમાં રહેલા લોકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડી શકે.

    એન્ફિલ્ડ સહેલી દ્વારા વ્હાઈટ

    કોરોના મહામારી દરમિયાન ઘરેલુ અત્યાચારમાં ખૂબ વધારો થયો છે. સહેલી દ્વારા ૨૫મી નવેમ્બરે વ્હાઈટ રિબન ડે નિમિત્તે ડોમેસ્ટિક અબ્યૂઝ, સપોર્ટ ફોર પરપેટ્રેટર્સ એન્ડ વિક્ટિમ્સ વિષય પર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો. ક્રિશ્રા પૂજારાએ ચર્ચામાં ભાગ લઈ રહેલા સૌનું સ્વાગત કર્યું હતું અને એન્ફિલ્ડ સહેલી વિશે અને તેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. સહેલી એટલે સ્ત્રીમિત્ર અને આ ચેરિટી શક્ય તેટલું મહિલાઓનું સશક્તિકરણ કરે છે તેનો ખ્યાલ અપાયો હતો.

    તપો ગીતા જયંતી ફેસ્ટઃ ૧૮ ભાષામાં ૨૧ દિવસનો ગ્લોબલ ઓનલાઇન ઉત્સવ

    માગશર સુદ એકાદશી એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી. આ પ્રસંગે ચિન્મય મિશન દ્વારા ૫ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી ૨૧ દિવસના તપો ગીતા જયંતીગ્લોબલ ઑનલાઇન ફેસ્ટ  ઊજવાઇ રહ્વાો છે. વેદો-ઉપનિષદોનું જ્ઞાન અને શ્રીમદ્ભગવદ્ ગીતાનો સંદેશ સચોટ રીતે જન-જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરનાર સ્વામીચિન્મયાનંદજીના ગુરુ સ્વામી તપોવનજી મહારાજની જન્મજયંતી પણ આ જ દિવસે છે તેથી તેને તપો ગીતા ફેસ્ટ તરીકે ઉજવાય રહ્યો છે.

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે ૩જી ડિસેમ્બરે સત્સંગ દીક્ષા - બ્રેઈલ (કેનેડા વર્ઝન)નું વિમોચન કર્યું હતું. પૂ. મહંત સ્વામી દરરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાધુ - સંતો સાથે સત્સંગ કરે છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. 

    • ડોચિત્રા રામકૃષ્ણન દ્વારા શુક્રવાર તા.૧૧.૧૨.૨૦ અને શનિવાર તા.૧૨.૧૨.૨૦ના રોજ ‘ઈમ્પેક્ટ ઓફ મ્યુઝિક એન્ડ યોગ ફોર પોઝિટીવ મેન્ટલ હેલ્થ એન્ડ વીલબીઈંગ’ વિષય પર વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સનું વર્ચ્યુઅલ આયોજન કરાયું છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી અમીષ ત્રિપાઠી, મિનિસ્ટર (કલ્ચર), ઈન્ડિયન હાઈ કમિશન, યુકે છે.

    સંપર્ક. [email protected] - www.worldmusicconference.co.uk

    અાદ્યશક્તિ માતાજી ટેમ્પલ, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૬-૬-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા થશે. તા. ૭-૬-૧૫ બપોરે ૩થી ભજન સત્સંગ થશે. બન્ને કાર્યક્રમોમાં મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.