સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    આપણા અતિથિ: શ્રી હેમલત્તાબેન ભ...

    ભૂજના શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામના ગૃહમાતા શ્રીમતી હેમલત્તાબહેન માલસુર ભોજક (MA, Bed, Economics) ૬ અઠવાડિયા માટે યુ.કે.ની મુલાકાતે આવેલ છે. તેઓ ૨૭ વર્ષ સુધી ગૃહમાતા તરીકે ફરજ બજાવી ગત વર્ષે નિવૃત્ત થયા હતા. તેમની પાસેથી શિક્ષણ મેળવેલ વિદ્યાર્થિની બહેનોની ઇચ્છાને માન આપીને તેઓ યુ.કે. પધાર્યા છે. હેમલતાબહેન ભોજકના સ્વાગત સમારંભનું આયોજન રવિવાર તા. ૭મી જૂન, ૨૦૧૫ના રોજ સાંજે ૫થી ૮ દરમિયાન શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC - Northolt) ખાતે રાખેલ છે.

    નેનપૂરમાં પૂ. મહંત સ્વામીનું વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૪મી ડિસેમ્બરે પૂ. મહંત સ્વામીએ ભાવનગર મંદિર માટે ભગવાન સ્વામીનારાયણના પવિત્ર ચરણારવિંદનું પૂજન કર્યું હતું. તેઓ નિયમિત શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું વાંચન કરે છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે.

    • BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના ૯૯મા જન્મજયંતી મહોત્સવની તા.૨૨.૧૨.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭.૩૦ (IST)થી ઉજવણી કરવામાં આવશે. તેનું વેબકાસ્ટ live.baps.org પર થશે. તે અગાઉ પ્રમુખ સ્વામી જન્મજયંતી પર્વ નિમિત્તે વેબકાસ્ટના માધ્યમથી તા.૧૮, ૧૯ અને ૨૧ ડિસેમ્બરે રાત્રે ૯થી ૧૦ (IST) કાર્યક્રમ યોજાશે. તા. ૨૦ ડિસેમ્બરે સાંજે ૫.૩૦થી ૭ (IST) દરમિયાન રવિ સત્સંગ સભા યોજાશે. આ કાર્યક્રમોનું sabha.baps.org પર પ્રસારણ થશે.

    કાર્ડિફ સનાતન ધર્મ મંડળ એન્ડ હિંદુ કોમ્યુનિટી સેન્ટર જયભાઈ લાખાણીના નિધન અંગે તેમના પરિવારને સાંત્વના પાઠવે છે. તેમના નિધનથી પરિવારને તેમજ યુકેની હિંદુ કોમ્યુનિટીને કદી પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. 

    ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૨૫મી ડિસેમ્બરે ગીતાજયંતી અને તપોવનજયંતીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે.

    પ્રમુખસ્વામી મહારાજના ૯૯મા જ

    BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમની નિશ્રામાં તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૦ને મંગળવારે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ૯૯મા જન્મજયંતી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામી અને જુદા જુદા સ્થળોએ રહેલા અન્ય સંતોને વર્ચ્યુઅલ ટેક્નોલોજીના માધ્યમથી એક જ મંચ પર લાવીને પ્રસ્તુત થયેલા આ કાર્યક્રમને લાખો ભક્તોએ ઓનલાઈન પ્રસારણ દ્વારા માણ્યો હતો અને સ્વામીશ્રીનાં ચરણે ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.

    BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકેને...

    BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકેને ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ લિંગ્વિસ્ટિક્સ દ્વારા પ્રતિષ્ઠિત થ્રેલફોર્ડ મેમોરિયલ કપ ૨૦૨૦ એનાયત કરાયો હતો. ભાષાના અભ્યાસને પ્રોત્સાહન પૂરું પાડવામાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ અથવા સંસ્થાને ૧૯૩૫થી દર વર્ષે થ્રેલફોર્ડ કપ અપાય છે. સાથે જ ભાષા અને સાંસ્કૃતિક સમજના મહત્ત્વને બીરદાવવા તેમજ ભાષા શીખવામાં કૌશલ્ય માટેના સંસ્થાના વ્યાપક અભિયાનના ભાગરૂપે આ કપ અપાય છે.

    ભક્તિવેદાંત મેનોર દ્વારા હેર

    બુશી નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિર દ્વારા અવંતિ સ્કૂલ ટ્રસ્ટના સહયોગથી હેરોમાં ૫,૦૦૦ ફ્રી મીલ્સનું જરુરતમંદોને વિતરણ કરાયું હતું.૨૩ ડિસેમ્બરે વેજીટેબલ પાસ્તા, રાઈસ અને મીક્સ વેજીટેબલ તથા દાળ સહિતના પ્રી-પેકેજ્ડ ફ્રોઝન મીલ્સનું જરૂરતમંદોને વિતરણ કરાયું હતું. કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ, અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ અને અવંતિ હાઉસ પ્રાઈમરી સ્કૂલ એમ ત્રણ સેન્ટર પર આ મીલ્સ પહોંચાડવામાં આવ્યા હતા.

    • બ્રહ્માકુમારીઝ કાર્ડિફ દ્વારા તા.૦૫.૦૧.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID - 864 3498 1347 - Passcoede 373716) ગુજરાતીમાં વર્ચ્યુઅલ પ્રવચનનું ઓનલાઈન આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.

    સંપર્ક. 020 8727 3416

    પૂ. મહંત સ્વામીએ માન્ચેસ્ટર અન...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૧મી ડિસેમ્બરે પૂ. મહંત સ્વામીએ મહુવાના બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર માટે કળશ પૂજન વિધિ કરી હતી. પૂ. મહંત સ્વામીએ યુકેના બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર બર્મિંગહામ અને બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર માન્ચેસ્ટરના મંદિરોમાં સ્થપાનારી મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ પણ કરી હતી.