સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    • શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન દ્વારા સર્વે હરિભક્તોને જણાવવાનું કે સરકારની જાહેરાતને અનુલક્ષીને મંગળવારને તા- ૦૫-૦૧-૨૦૨૧થી મંદિર દર્શન અને અન્ય પ્રવૃત્તિઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. www.sstw.org.ukપર દર્શન ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉપરોક્ત વેબસાઇટ દ્વારા દાન પણ ઓનલાઇન કરી શકાય છે. ગુજરાતી શાળા અને બાળ કેન્દ્ર તેમના વોટસએપ ગ્રુપ દ્વારા વાલીઓને સંપર્ક કરશે.

    જગન્નાથ સોસાયટી યુકે અને AHTT UK દ

    મહાભારતમાં કુરુક્ષેત્રના ૧૮ દિવસના પ્રસિદ્ધ યુદ્ધના પ્રથમ દિવસે શ્રી કૃષ્ણે અર્જૂનને ભગવદ ગીતાનો જે ઉપદેશ આપ્યો હતો તે પવિત્ર દિવસ ગીતા જયંતીની યુકેમાં શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. યુકેમાં કોવિડ – ૧૯ મહામારીને પગલે લદાયેલા નિયંત્રણો હેઠળ શ્રી જગન્નાથ સોસાયટી યુકે ( જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ યુકે તરીકે જાણીતા) અને એઈલ્સબરી હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT UK) દ્વારા ૨૮ ડિસેમ્બર, ૨૦૨૦ને સોમવારે આધ્યાત્મિક ઉજવણીનું ઓનલાઈન આયોજન કરાયું હતું. ભગવદ ગીતાની ૫,૧૫૭મી જયંતીની ઉજવણીમાં યુકે તથા વિશ્વભરના હજારો ભાવિકો જોડાયા હતા. વેદિક જ્ઞાનના સાર સાથેની ગીતાને હિંદુ ધર્મમાં સૌથી મહત્ત્વનો અને પ્રભાવશાળી ધાર્મિક ગ્રંથ મનાય છે.

    સંસ્કારવાહિની: લોકસાહિત્ય અન

    કોરોના અને નવા કોરોના સ્ટ્રેઇનની મહામારીથી યુ.કે.ભરના શહેરો, નગરોમાં લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તે છે. ક્રિસમસ કે ૨૦૨૧ને વધાવતી ન્યૂયરની સહપરિવાર ઉજવણી કે પાર્ટી પણ આપણે કરી શક્યા નહિ. આવી પરિસ્થિતિમાં હામ હાર્યા વગર સૌ બ્રિટનવાસીઓએ સરકારી એલાનની ગંભીરતાને સમજી સૌએ ઘરમાં જ રહી આ વર્ષની ક્રિસમસ ઉજવી. સમય અને સંજોગને આધીન થયેલા માનવજગતે કોરોનાકાળમાં નિરાશ થયા વગર લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી "ઝૂમ" (Zoom) દ્વારા એકબીજા સાથે સંપર્ક રાખ્યો છે. ઘરની ચાર દિવાલો વચ્ચે એ પૃથ્વીના કોઇપણ ખૂણે બેઠેલા સગા-સ્નેહી કે મિત્રો સાથે ચહેરો જોઇ-બતાવી, જાણે પ્રત્યક્ષ જ વાત કરતા હોય એવો નવો ટ્રેન ઉભો કર્યો. આ 'ઝૂમ' દ્વારા ઘરે બેસી કામ કરનારા, સંસ્થાઓ, ચેરિટી ઓર્ગેનાઇઝેશનો તેમજ સંગીત-જલસા અને ભક્તિસંગીતના કાર્યક્રમો માણી શકાય છે.

    સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જયં

    આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતીને ચિન્મય મિશનના યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલન તરીકે ઊજવવામાં આવશે. વિવેકાનંદજી, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને યુવાનોને સાંકળતા આ સંમેલનને “ગિફ્ટ – ગીતા એન ઇન્સ્પાયરીંગ ફ્રેન્ડ ટુ ટ્રેઝર” એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા - આપણો પ્રેરણાદાયી અને બહુમૂલ્ય મિત્ર એવા વિચારને લઈને ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે.

    નીસડન મંદિરના પ્રેરકના માનમા

    નીસડન ટેમ્પલ તરીકે જાણીતું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર જ્યાં આવેલું છે તે નોર્થ વેસ્ટ લંડનમાં મેડો ગાર્થ રોડના પૂર્વ ભાગને મંદિરના પ્રેરક પૂ. પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ‘પ્રમુખ સ્વામી રોડ’ નામ અપાયું હતું. હાલના સંકુલની સામે નાનું મંદિર આવેલું હોવાથી લોકલ હિંદુ કોમ્યુનિટીને છેલ્લા ૪૦ વર્ષથી મેડો ગાર્થ સાથે સબંધ છે. પ્રમુખ સ્વામીએઓગસ્ટ ૧૯૯૫માં મેડો ગાર્થ રોડ પર આવેલા ખૂબ મોટા મંદિરનું ઉદઘાટન કર્યું હતું, જે યુરોપમાં આ પ્રકારનું પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર અને ભારત બહાર સૌથી મોટું મંદિર બન્યું છે.

    હોમલેસને મદદરૂપ થવા FFLએ યુકેની...

    સેન્ટ્રલ લંડનમાં હોમલેસને ભોજન પૂરું પાડવા માટે ઈલેક્ટ્રિક ફૂડ વાન માટે નાણાં એકત્ર કરવાના વિચારની સાથે તે દિશામાં કામગીરી શરૂ થઈ. જોકે, આ વિચાર આવ્યો અને તે સાકાર થયો તે લગભગ ચમત્કાર જેવું જ કહી શકાય. નવી વાન દ્વારા ૨૦ ડિસેમ્બરથી સળંગ દસ દિવસ એટેલે કે ૩૦ ડિસેમ્બર સુધી FFL ટીમ દ્વારા ફૂડ વિતરણ કરાયું હતું. તે દરમિયાન તેમણે હરે કૃષ્ણના કિર્તનો ગાયા હતા. આ વાન યુકેની સૌ પ્રથમ ઈલેક્ટ્રિક ફૂડ વાન છે.

    ગુજરાતી ટીચીંગ માટે BAPS નીસડન ટ

    નીસડન ટેમ્પલ તરીકે જાણીતા અને બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર યુકેને વિશિષ્ટ રીતે ગુજરાતી ભાષા શીખવવા માટે ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ લિંગ્વીસ્ટિક્સ દ્વારા વર્ષ ૨૦૨૦નો થ્રેલફર્ડ મેમોરિયલ કપ એનાયત થયો હતો.

    ચાર દાયકાથી બાળકોથી માંડીને વૃદ્ધો માટેની વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતું ચિન્મય મિશન અમદાવાદનું પરમધામ મંદિર તેના નવનિર્માણનાં ચાર વર્ષ પૂરાં કરી રહ્યું છે ત્યારે પાટોત્સવની ઉજવણીની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. દર વર્ષે આ ઉત્સવમાં પ્રભાતફેરી, પૂજા, આનંદમેળા અને ભક્તિસંગીતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે પણ આ વખતે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું આવશ્યક હોવાથી લોકો સોશિયલ મીડિયા દ્વારા આ ઉત્સવમાં જોડાઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

    પૂ. મહંત સ્વામીએ નેનપૂરથી ઉત્ત...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ સભાને સંબોધન કર્યું હતું. તે પ્રસંગે તેમણે ઝોળીદાન માટે ‘સ્વામીનારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો’ ની આહલેક લગાવી હતી. ધનુર્માસ નિમિત્તે પૂ. મહંત સ્વામી હરિભક્તો માટે સંદેશ લખતા હતા. તેમણે લખ્યું,‘ આજ્ઞા પ્રમાણે દશાંશ – વીશાંશ આપે તે સર્વસ્વ આપ્યા બરાબર છે.’ તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે.