ભારતીય સંગીત અને નૃત્યનાચાહકો માટે ૧૦થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન અનોખો સંગીત સમારોહ યોજાઈ રહ્યો છે. કલાનેએક જીવનશૈલી તરીકે દર્શાવતા આ સમારોહની વિશિષ્ટતા એ છે કે તેમાં સંગીત અને નૃત્યનીરજૂઆત ઉપરાંત કલા અને અધ્યાત્મ વિશેની અવનવી વાતો, મેડિટેશન અને ફન ગેમ્સ પણ છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૭મી ફેબ્રુઆરીએ તેમણે ‘એડવેન્ચર્સ ઓફ ઘનશ્યામ’ ભાગ ૩ અને ૪ની ઈંગ્લિશ પ્રીન્ટનું વિમોચન કર્યું હતું. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે.
નીસડન મંદિર તરીકે જાણીતા વિખ્યાત BAPS સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતેના નવા NHS વેક્સિનેશન સેન્ટરની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩જી ફેબ્રુઆરીએ મુલાકાત લીધી હતી. મંદિરની સામે બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલી સ્વામીનારાયણ સ્કૂલના પ્રિમાઈસીસમાં મંદિર દ્વારા આ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે.
• વીણા પંડ્યા પ્રસ્તુત સાંઈ ભજનોના કાર્યક્રમ ‘સાંઈ રહમ નજર રખના’નું તા.૨૦.૦૨.૨૦૨૧ બપોરે ૪ (યુકે), રાત્રે ૯.૩૦ (IST) અને સવારે ૧૧ (ESTયુએસએ) https://www.youtube.com/user/Priyanka5177
વિશ્વભરમાં વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના આક્રમણને કારણે લોકડાઉન અને કરફ્યુની પરિસ્થિતિમાં ચિન્મય મિશન અમદાવાદની એકેડમી ઓફ કલ્ચર એન્ડ આર્ટ્સ દ્વારા “ગીતા ચેન્ટિંગ ઇઝ એન્ચાન્ટિંગ” હેઠળ સંપૂર્ણ ગીતાપારાયણ ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું હતું. ૩૨૪ દિવસના આ અતૂટ ગીતા પારાયણની ૧૧મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ થઈ હતી. તે અવસરે ૧૨મી ફેબ્રુઆરીએ સંસ્થાના પરમધામ મંદિર ખાતે વિશેષ ગીતાહવનનું આયોજન કરવામાં આવ્યું છે.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થા દ્વારા ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યજ્ઞ પુરુષ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વમાં વસંત પંચમીએ પ્રગટેલા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની વંદના કરવામાં આવી હતી. અગાઉ, નવસારી ખાતેના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવના પ્રસંગને અનુલક્ષીને પૂ.મહંત સ્વામીએ સભાને સંબોધી હતી. તેમણે સત્સંગ દીક્ષા તુલાનું તેમજ તે મંદિરમાં મૂકવામાં આવનારી સત્સંગ દીક્ષાની તક્તીનું પણ પૂજન કર્યું હતું.
સંસ્કારવાહિની ભાગ-૩, રવિવાર, તા. ૨૮ ફેબ્રુઆરી બપોરે ૩.૦૦થી ૫.૦૦ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ - ‘Asian Voice’, ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન તથા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેન્સ (NCGO)ના સંયુક્ત ઉપક્રમે સંગીત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 'સંસ્કાર વાહિની' માં પરંપરાગત ભજન, ગીત-ગઝલ અને લોકસાહિત્યનું Zoomપરથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
રવિવાર (૧૪ ફેબ્રુઆરી)એ 'ગુજરાત સમાચાર' Asian Voice અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે "સંસ્કારવાહિની" નેજા હેઠળ ઓનલાઇન Zoom ઉપર "પિતૃવંદના" કરતા સવિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૫૦થી વધુ શ્રોતાઓએ કાર્યક્રમને માણ્યો હતો.
પ.પૂ. યુગદિવાકર અાચાર્યશ્રી ધર્મસુરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના અાચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસુરી મહારાજ સાહેબ અસ્વસ્થ તબિયતના કારણે શુક્રવાર તા. ૫ જુન ૨૦૧૫ના રોજ સાંજે મુંબઇ ખાતે ૮૪ વર્ષની વયે કાળધર્મ પામ્યા હતા.
નોર્થ વેસ્ટ લંડનમાં વયોવૃધ્ધ અને એકલવાયું જીવન જીવતા વડિલોના જીવનને નવું જીવન બક્ષવાના હેતુથી શરૂ થયેલ “નવજીવન વડિલ કેન્દ્ર”ને અા વર્ષે એમની સુંદર, પ્રશંસનીય સેવાની કદરરૂપે "ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયર સર્વિસ ૨૦૧૫”ના સર્વોચ્ચ એવોર્ડ માટે પસંદગી થયાના ખુશ ખબરની જાહેરાત ગુરૂવાર તા. ૪ જુન ૨૦૧૫ના રોજ સત્તાવીસ ગામ પાટીદાર સમાજ હોલમાં એના પ્રમુખ શ્રી બી. ટી. શાહ અને સેક્રેટરી શ્રી જયંતભાઇ દોશી તરફથી લગભગ ૨૦૦ જેટલા વડિલોની હાજરીમાં કરી ત્યારે ઉપસ્થિત સૌ કોઇના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
