સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા ‘...

    ૭ જુલાઈ ૧૯૭૦ના રોજ ફ્રાન્સમાં સ્ટોપેજ દરમિયાન પૂ. યોગીજી મહારાજે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને તેમના વતી યુરોપની ભૂમિ પર પગલાં પાડવા વિનંતી કરી હતી. પૂ. પ્રમુખ સ્વામીની યુરોપની આ પ્રથમ મુલાકાત હતી. 

    બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી અગ્રણી સંસ્થા ‘વન જૈન’ દ્વારા ૧૦ જાન્યુઆરીને રવિવારે ગુજરાતી ભાષી સમાજ માટે એક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. તેમાં કોવિડનાં ભયસ્થાનો અને નવી વેક્સિનથી થતાં ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. 

    શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્

    નરનારાયણ દેવ મંદિર ભૂજના તાબા હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ખાતે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મંદિરમાં કોવિડ ટેસ્ટની આ સુવિધા ઉભી કરવા બદલ હેરો કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ સીન હેરિસ અને કાઉન્સિલર ગ્રેહામ હેન્સને એક પત્ર પાઠવીને મંદિરના ટ્રસ્ટી ભીમજીભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન દ્વારા હજારો જરૂરતમંદોને વર્ષ ૨૦૨૦ દરમિયામ ફ્રી મીલ્સ પૂરા પાડવામાં આવ્યા હતા તેમજ નોર્થવિક પાર્ક હોસ્પિટલને ડોનેશન પણ આપવામાં આવ્યું હતું.

    દેશના ૭૨મા પ્રજાસત્તાક દિનને વિશિષ્ટ રીતે ઊજવવાનું આયોજન ચિન્મય મિશનના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષે યુવાનો માટે ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવવંતા ઇતિહાસને લગતા વર્કશોપ્સ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય છે પણ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ૨૬મી જાન્યુઆરીએ સવારે ૬.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી વિશેષ ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવશે.

    નેનપૂરમાં પૂ. મહંત સ્વામીનું વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. તેઓ શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું નિયમિત વાંચન કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.

    શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, લંડન તરફથી દર મહિને ઝૂમ પર ‘તમારી તંદુરસ્તી અને સુખાકારી’ (Your Health & Wellbeing) વિષય પર વાર્તાલાપ યોજાય છે જેમાં ‘કોવીડ પેન્ડેમીકમાં આંખનું આરોગ્ય’ વિષે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના સાંજે ૮ વાગ્યાથી (Zoom ID: 9676 908 0089 Pass Code: 716903 Youtube Live :SNJPM London) અને વક્તવ્યનું આયોજન મહદ્ અંશે ગુજરાતીમાં કરવામાં આવ્યું છે. જેના મુખ્ય વક્તા શ્રી નેહુલ શાહ છે. જેઓ ઓપ્ટોમેટ્રીસ્ટ છે અને ૨૫ વર્ષનો અનુભવ ધરાવે છે. સવિશેષ બાળકોની ટૂંકી દ્રષ્ટિની સમસ્યા અટકાવવા અંગેના નિષ્ણાત છે.

    પૂ. મહંત સ્વામીએ કણાદ BAPS મંદિરન

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૧મી જાન્યુઆરીએ પૂ. મહંત સ્વામીએ અખિલ ભારતીય સંપૂર્ણ શ્લોક મુખપાઠ સ્પર્ધા ૨૦૨૧નો દીપ પ્રગટાવીને આરંભ કરાવ્યો હતો. ૩૧મીને રવિવારે જ તેમણે રિમોટ કન્ટ્રોલ દ્વારા સુરતના કણાદ ખાતે BAPSશ્રી સ્વામીનારાયણ મંદિરના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.

    પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વર્ચ

    સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. યોજીત પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન સંકુલ ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વર્ચ્યુઅલ રામકથા : શનિવાર તા.૧૩ ફેબ્રુઆરી થી રવિવાર ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧, સમય - 10am to 1.30pm GMT (3.30pm – 7.00pm IST)

    બ્રાઇટનની ગુજરાત કલ્ચરલ સોસા

    તાજેતરમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા ઝૂમ પ્રોગ્રામમાં ગુજરાત કલ્ચરલ સોસાયટી ઓફ બ્રાઈટન (GCS)નો કેટલીક વખત ઉલ્લેખ થયો હતો. GCS ૧૯૯૨માં ચેરિટી તરીકે રજિસ્ટર્ડ થયેલી સંસ્થા છે. જોકે, ગુજરાત કલ્ચરલ સોસાયટીની રચના તે પહેલા થઈ હતી. આ સંસ્થા લગભગ ૫૦ વર્ષ જૂની હોવાનું મનાય છે. ગુજરાતી મિત્રોએ સંસ્કૃતિને જાળવવા તથા બ્રાઈટન અને હોવમાં વસતા ગુજરાતી લોકો એકબીજાને મળી શકે અને સાથે મળીને હિંદુ તહેવારોમાં ભાગ લઈ શકે તે આશયથી એની શરૂઆત કરી હતી.

    ૧૪ ફેબ્રુઆરીએ "પિતૃવંદના" કરતા...

    ‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રવિવાર,  તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના" કરતો સવિશેષ કાર્યક્રમ રજૂ કરવાનું સુંદર આયોજન થયું છે.