BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીની સત્સંગ દીક્ષા શાસ્ત્ર તુલા કરવામાં આવી હતી. તેમણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વિશેની ઓડિયો બુકના ભાગ – ૪ નું વિમોચન કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિશેના વીડિયો પ્રેઝન્ટેશનનું પણ ઉદઘાટન કર્યું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
• ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી / વનજૈન પ્રસ્તુત કરે છે. સેન્સસ - વસતિ ગણતરી વિષે અને કોવિડની માહિતી, ધર્મસ્થાનો વિષે તથા બાળકો માટેની જે હરીફાઈ રાખવામાં આવી છે તેના ઈનામના વિતરણનો એક સુંદર અને ભાતીગળ કાર્યક્રમ શનિવાર તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ૪ થી ૫.૧૫ વાગ્યે. આ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહિ. વધુ માહિતી માટે www.jainology.orgપર લિંક મળશે. ફોન નંબર 07966006261
નિયમિત પૂજા અને હવન સાથે ચિન્મય મિશન અમદાવાદના પરમધામ મંદિર ખાતે એક પ્રવૃત્તિ ૩૬૫ દિવસ ચાલતી હોય છે, એ છે નિત્ય સત્સંગ. જોકે કોરોનાકાળમાં સામાજિક અંતર અને સલામતીનાં કારણોસર આ સત્સંગનું ઑનલાઇન આયોજન થાય છે. હાલમાં ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન શરણાગતિ વિષય પર સાત દિવસનો સત્સંગ યોજવામાં આવ્યો હતો.
લંડન રથયાત્રાનું આયોજન તા. ૧૪-૬-૧૫ના રોજ બપોરે ૧૨ કલાકે લંડન હાઇડ પાર્ક કોર્નરથી કરવામાં આવ્યું છે. જે રથયાત્રા બપોરે ૨ કલાકે હાઇડ પાર્ક કોર્નરથી નીકળીને લંડનના મુખ્ય માર્ગો પરથી નીકળીને સાંજે ૫ કલાકે ટ્રફાલ્ગર પહોંચશે. વધુ માહિતી માટે જુઅો www.rathyatra.co.uk
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીએ ઈંગ્લિશ પ્રિન્ટ ‘સ્ટડી ટેક્નીક’નું વિમોચન કર્યું હતું. તેમણે સત્સંગ દીક્ષા શાસ્ત્ર મુખપાઠ એવોર્ડ વિજેતાઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આશીર્વાદ આપ્યા હતા.
• બ્રહ્માકુમારી હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સ
અસ્થિરતાના વાતાવરણમાં સાચી શાંતિ અને આંતરિક શક્તિનો અનુભવ કરવાની કળા શીખો. તા.૬.૩.૨૧ને શનિવારથી તા.૧૨.૦૩.૨૧ને શુક્રવાર દરરોજ સવારે ૧૦થી ૧૨.૩૦.ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહત સ્વામીએ સત્સંગ દીક્ષા શાસ્ત્ર મુખપાઠ એવોર્ડ વિજેતાઓને દર્શનનો લાભ આપ્યો હતો. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે.
ચિન્મય મિશન દ્વારા ઇન્ટરનેશનલ વીમેન્સ ડેની ઉજવણીઃ
આ વર્ષે ચિન્મય મિશન દ્વારા ઇન્ટરનેશનલ વીમેન્સ ડેને અનોખી રીતે ઊજવવામાં આવશે. આ દિવસને “સ્ત્રી-પ્રેરણાનો સ્રોત” એ ટાઇટલ સાથે ઊજવવામાં આવનાર છે જેમાં સંસ્થાનાં જુદાં જુદાં કેન્દ્રોનાં સ્વામિનીઓ અને બ્રહ્મચારિણીઓ દ્વારા ચેમ્પિયન યુ, જસ્ટ ડુ ઇટ, મારું શરીર-મારું મંદિર એમ અલગ અલગ આધ્યાત્મિક વિષયોને સ્ત્રીત્વ સાથે સાંકળીને પ્રેરણાદાયી પ્રવચનો રજૂ કરવામાં આવશે. અમદાવાદ કેન્દ્રનાં બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્યજી સ્ત્રીની સાધક તરીકેની ભૂમિકા વિશે વક્તવ્ય આપશે. ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બતાવેલા ત્રણેય યોગ - પુરુષ હોય કે સ્ત્રી દરેક માટે સરખા જ મહત્ત્વના છે, અને અધ્યાત્મ માર્ગમાં તો પહેલેથી જ જેન્ડર ઇક્વોલિટી છે તે વિશે તેઓ પ્રવચન આપશે. સ્ત્રી ભાવનાપ્રધાન હોય છે એટલે તે માત્ર ભક્તિયોગ દ્વારા સાધના કરી શકે એવું નથી, ઇતિહાસમાં એવાં પણ ઉદાહરણો છે જેમાં ભક્તિયોગ સિવાય કર્મયોગ અને જ્ઞાનયોગના માધ્યમથી સ્ત્રીઓ અમર બની ગઈ છે. આ વિશે અવનવાં દૃષ્ટાંતો દ્વારા બ્રહ્મચારિણી અનુપમાજી સ્ત્રીની ભૂમિકા અંગે જુદો જ દૃષ્ટિકોણ રજૂ કરશે. આ બધાં પ્રવચનો ૧૨મી માર્ચથી ૧૫મી માર્ચ સુધી સાંજે ૭થી ૮ વાગ્યા (IST) દરમિયાન ચિન્મય ચેનલ પર યુ-ટ્યૂબના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે.
BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા યુકે અને યુરોપમાં ‘રાઈઝીંગ ટુ ચેલેન્જ’ શીર્ષક હેઠળ પ્રેરણાદાયી કાર્યક્રમ દ્વારા ૭મી માર્ચને રવિવારે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી મહિલાઓ અને તેમના માટે મહત્ત્વની બાબતો અંગે પૂ. મહંત સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળBAPSની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
જુનાગઢ BAPS સ્વામીનારાયણ મંદિરના મહંત યોગી સ્વરૂપ સ્વામી બ્રહ્મલીન થયા છે. તે જાણીને હરિભક્તોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.
