BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે સિહોલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મંદિરમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. સિહોલ ઉપરાંત સોનગઢ તેમજ વિદેશમાં ઓસ્ટ્રેલિયાના પર્થ અને ફિજી મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ કરી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાઈ ગયો. તે અંતર્ગત આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી સ્મૃતિ સત્ર યોજાયું હતું તેમજ પ્રવર્તમાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિપ્રિયદાસ સ્વામીને પધારેલા મહામંડલેશ્વરો, મહંતો, મઠાધીશો, વિદ્વાન સંતો, ધર્માચાર્યો દ્વારા ચાદર અર્પણ કરાઇ હતી.
શીખ સમુદાય દ્વારા સંચાલિત પોપ – અપ ફૂડ બેંકના વોલન્ટિયરે જણાવ્યું હતું કે શહેરમાં હાડમારી ભોગવતા લોકોની સંખ્યા વધી રહી છે અને તેમને મદદ કરવાની ખૂબ જરૂર છે. કોરોના મહામારીને લીધે નાઈટ શેલ્ટર બંધ કરાતા નોર્ધમ્પટનના ગુરુદ્વારા સાહિબ દ્વારા શરૂ કરાયેલી માસિક સેવામાં રાજ બસ્સાન મદદરૂપ થાય છે. ગયા વર્ષે દર મહિને લગભગ ૩૦ લોકોએ હાજરી આપી હતી પરંતુ, ત્યાર પછી તે સંખ્યા વધીને ૮૦ થઈ છે.
• મલાવી શિવ સત્સંગ મંડળ દ્વારા ૨૨મા મહાશિવરાત્રિ મહોત્સવનું તા.૨૧.૦૩.૨૧ને રવિવારે બપોરે ૨થી ૫ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID – 516 234 9079 – Passcode – 4qV) આયોજન કરાયું છે. સનાતન મંદિર, ક્રોલીથી પંકજભાઈ નાયીના ગ્રૂપ દ્વારા ભજનો પ્રસ્તુત કરવામાં આવશે. તે ઉપરાંત થાળ અને આરતી પણ થશે. સંપર્ક. પ્રકાશ કોઠારી - 020 8470 5833
ચિન્મય મિશન-અમદાવાદના પરમધામ ખાતે ૨૧ થી ૨૭ માર્ચ સુધી અનોખો સત્સંગ યોજાયો છે જેનો વિષય છે “સંતહૃદય”.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકેની વાર્ષિક સાધારણ સભા ૧૧મી એપ્રિલ, ૨૦૨૧ને રવિવારે સાંજે ૫થી ૭ દરમિયાન યોજાશે. તેમાં ઝૂમના માધ્યમથી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાશે. SPMS યુકેની વાર્ષિક સાધારણ સભા દર બે વર્ષે યોજાય છે.
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO યુકે) દ્વારા ૧૩મી માર્ચને શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને માતૃ દિવસને અનુલક્ષીને ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. NCGO યુકે ગુજરાતી સંસ્થાઓની છાત્ર સંસ્થા છે.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે કાવિઠા (ધોળકા), મેમ્કા (સુરેન્દ્રનગર) અને જલાલપુર (વજીફા) ખાતે નિર્માણ પામનારા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ઈષ્ટશિલાનું પૂજન કર્યું હતું.
ભારતની બહાર સૌપ્રથમ ગ્લોબલ લોહાણા કન્વેન્શન ભારતસ્થિત સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ (LMP) દ્વારા લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગ્ડમ (LCUK)ની સહભાગિતા અને યજમાનપદે યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ લેસ્ટરમાં નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટરમાં ૨૪થી ૨૬ એપ્રિલ ૨૦૧૫ દરમિયાન યોજાયો હતો. આ ઉપરાંત, ૨૭ એપ્રિલે લોહાણા કોમ્યુિનટી નોર્થ લંડન દ્વારા તેમના લંડનસ્થિત ધામેચા લોહાણા સેન્ટરમાં નેટવર્કિંગ અને અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો હતો. અા કન્વેન્શનમાં ભારત, ઈસ્ટ આફ્રિકા, દુબાઈ, યુએસએ અને કેનેડાથી ૧૫૩ જેટલા ડેલીગેટ્સ તેમજ યુકેના પાટનગર લંડન સહિત શહેરો, નગરોમાંથી સ્થાનિક લોહાણા સંસ્થાઅોના ૩૫૦ જેટલા સભ્યો કન્વેન્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતથી અાવનાર વધુ ૧૦૩ ડેલીગેટ્સને યુ.કે.ના વીઝા નહિ મળતાં અાવી શકયા ન હતા.
• લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી, હેન્ડન, સડબરી, હેચ એન્ડ અને બર્મિંગહામ હેન્ડ્સવર્થ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ અને પ્રનાશા તથા હાથી પરિવાર દ્વારા હેરફિલ્ડ હોસ્પિટલ માટે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ માટે ફંડ એકત્ર કરવાના હેતુસર તા.૨.૪.૨૧ને શુક્રવારે સાંજે ૭.૩૦ વાગે (યુકે ટાઈમ) આજ કી શામ હેરફિલ્ડ કે નામ તથા તા.૩.૪.૨૧ને શનિવારે સવારે ૧૧થી સાંજે ૫ (યુકે ટાઈમ) દરમિયાન ૫૧ હનુમાન ચાલીસાનું ઓનલાઈન આયોજન કરાયું છે. સંપર્ક. દીનેશ સોનછત્રા - 07956 810 647
