સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    પૂ. મહંત સ્વામીની નિશ્રામાં પુ...

    ૨૯મી માર્ચને સોમવારે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં નેનપૂર ખાતે વર્ચ્યુઅલ પુષ્પદોલોત્સવ યોજાયો હતો. તેમાં ભારત અને વિદેશથી હજારો હરિભક્તો જોડાયા હતા. પૂ. મહંત સ્વામીના પૂજા દર્શન સાથે સવારે છ વાગે યોજાયેલી સભાનું લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. નેનપૂરના શાંતિવનમાં પૂ. મહંત સ્વામી વડના વૃક્ષ નીચે નાના મંચ પર બિરાજમાન હતા. તેમની જમણે ૧૨ દોરનો હિંડોળો હતો. મધ્યમાં રંગોની ટોપલીઓની વચ્ચે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ હતી.

    કુમકુમ મંદિર દ્રારા હોળી અને ફ...

    શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચને સોમવારે સવારે ૮ વાગે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામીનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામીનારાયણ ભગવાન ઉપર કેસુડાના જળથી છંટકાવ કરીને ભગવાનને ભીંજવી દીઘા હતા. કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.

    જરૂરતમંદોની સહાય માટે કાર્યર

    લંડનના કેન્ટનમાં આવેલું મા કૃપા ફાઉન્ડેશન યુકે ૧૨ કરતાં વધુ વર્ષ પહેલા સ્થપાયેલી ચેરિટી છે. તેનો ઉદ્દેશ ખૂબ જરૂરતમંદ અને નિર્બળ લોકોને મદદ કરવાનો છે. ચેરિટીના મોટાભાગના ટ્રસ્ટીઓ ૮૦ વર્ષથી વધુની ઉંમરના છે. ચેરિટીના ઉદ્દેશોને પાર પાડવા માટે ફંડ ઉઘરાવવા સંસ્થા દ્વારા કેટલાંક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

    યોગની પ્રાચીન પરંપરાનો ઉદભવ પૂર્વમાં ૫,૦૦૦ વર્ષ પહેલા થયો હતો. તેમાં સૂર્ય નમસ્કાર સૌથી મોખરે હતું. સૂર્ય નમસ્કાર એટલે સૂર્યને અંજલિ આપવી. ગયા ફેબ્રુઆરીમાં HSS (UK) દ્વારા વાર્ષિક સૂર્ય નમસ્કાર યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમાં આયર્લેન્ડથી લઈને વેલ્સ સુધી અબાલવૃદ્ધો ભાગ લીધો હતો અને પોતાના ઘરોમાં કુલ ૭૨૮,૮૭૪ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

    BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા...

    BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકે અને યુરોપ દ્વારા તા.૪.૪.૨૦૨૧ ને રવિવારે સાંજે ૪ થી ૫ (BST) દરમિયાન અખંડ ધૂનનું ઓનલાઈન આયોજન કરાયું છે. તેનું લાઈવ વેબકાસ્ટ neasdentemple.org પરથી થશે.

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. 

    • બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાં

    બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૧૦.૪.૨૧ને શનિવારથી તા.૧૬.૪.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦ રહેશે. રજિસ્ટ્રેશન અને ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ મોકલો અથવા www.globalcooperationhouse.org પર ઓનલાઈન બુક કરાવો.

    ડચેસ ઓફ કોર્નવોલે કેમસન્સ ફાર

    ડચેસ ઓફ કોર્નવોલે ૩૦મી માર્ચે સમગ્ર કોરોના મહામારી દરમિયાન ફાર્મસીઓએ કરેલી કામગીરીને બીરદાવવા માટે ઈસ્ટ સસેક્સમાં અકફિલ્ડની મુલાકાત લીધી હતી. કોમ્યુનિટી ફાર્મસીના સ્ટાફ તેમજ ફાર્મસીસના કામકાજને જાળવી રાખવામાં મદદરૂપ થતાં ઓફિસ અને વેરહાઉસ સ્ટાફને પણ હર રોયલ હાઈનેસ (HRH) મળ્યા હતા. તેમણે કેમસન્સ ફાર્મસીના બિલ્ડીંગનું નિરિક્ષણ કર્યા પછી તેની ઓફિસો અને વેરહાઉસનું સત્તાવાર ઉદઘાટન કર્યું હતું.

    BAPS સ્વામીનારાયણ સંસ્થાની સ્થા

    આ લેખમાં આપણે શાસ્ત્રીજી મહારાજ વિશે અને ૧૯૦૭માં તેમણે કેવી રીતે BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાની સ્થાપના કરી તેના વિશે અને યોગીજી મહારાજે કેવી રીતે ભારત બહાર અને યુવાનોમાં BAPSના ઉદ્દેશોનો પ્રસાર કર્યો તેની વાત કરીશું.

    પત્ર લેખકોને પ્રોત્સાહિત કરવ

    ગઈ ૨૬મી માર્ચને શુક્રવારે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા પત્રલેખકોનો વર્ચ્યુઅલ સેમીનાર યોજાઈ ગયો. તેનો ઉદ્દેશ લેખકોની લેખનશૈલીને વધુ સચોટ બનાવવા તેમને પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા પૂરી પાડવાનો હતો.