સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    હિંદુ મંદિરના નક્શીદાર સ્તંભ

    ઇટાલિયન મૂળની એક વ્યક્તિએ કેમ્બ્રીજમાં ભારત ભવન મંદિરના સુંદર કોતરણીકામવાળા સ્તંભોને કાળજીપૂર્વક હટાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ મંદિર કેમ્બ્રિજમાં રહેતા પાંચ હજાર હિન્દુઓ માટે એકમાત્ર પૂજાસ્થળ છે. મંદિરની નજીક પિએરો દ એન્જેલિકોનું સલૂન છે. કળાપ્રેમી હેરડ્રેસર પિએરો દ એન્જેલિકોએ સુંદર કોતરણીકામવાળા સ્તંભ સાથેના મંદિરને હાલ તો તૂટતા બચાવી લીધું છે. તેઓ મંદિરના કલાત્મક અને બેનમૂન કોતરણી સાથેના સ્તંભોને આડેધડ તોડવાને બદલે વ્યવસ્થિત રીતે ઉતારી લેવા માગે છે. હાલ તેમણે આ કામગીરી માટે થતી રકમ જેટલું ડોનેશન ભેગું થાય ત્યાં સુધી તોડફોડ અટકાવવા કાઉન્ટી કાઉન્સિલના ઓફિસરોને સમજાવ્યા છે. એન્જેલિકો આ કલાત્મક સ્તંભોની જાળવણી કરવા અને લોકોના પ્રદર્શનાર્થે મૂકવા માગે છે.

    ચિન્મય મિશન દ્વારા ચૈત્રી નવરાત્રીમાં ગ્લોબલ ઑનલાઇન રામાયણગાથા અને રામચરિતમાનસ પારાયણકોરોનાએ ફરી રાક્ષસી રૂપ લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઈશ્વરસ્મરણ જ આ કપરા સમયમાં મનને શાંતિ આપી શકે છે અને મહામારી સામે સાચી રીતે લડવાની હિંમત આપી શકે છે એવા ઉદ્દેશ સાથે ચિન્મય મિશન દ્વારા રામાયણગાથાનો ગ્લોબલ ઑનલાઇન જ્ઞાનયજ્ઞ યોજવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રીમાં શક્તિઆરાધનાસાથે શ્રીરામની ઉપાસનાનો અનોખો મહિમા છે. તેને ધ્યાનમાં રાખીને ૧૩મી એપ્રિલથી શરૂથઈ રહેલાં નવરાત્રીમાં નવ દિવસ સુધી દરરોજ સાંજે ૭.૧૫થી ૮.૦૦ વાગ્યા સુધી સંસ્થાનાવિશ્વપ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજી "રામાયણની અંતરગાથા" વિષય પર પ્રવચન આપશે.

    લોર્ડ રેમી રેન્જરની SPMS Ukના ચેરમ...

    સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS Uk)ની ૧૧મી એપ્રિલે મળેલી વાર્ષિક સાધારણ સભામાં લોર્ડ રેમી રેન્જરની ચેરમેનપદે નિમણૂક કરાઈ હતી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેનો ઉદ્દેશ મહાન નેતા સરદાર પટેલના જીવન અને કાર્યો વિશે માત્ર બાળકોમાં જ નહીં પરંતુ, વધુ કોમ્યુનિટીઝમાં જાગૃતિ ફેલાવવાનો છે.

    BAPS સંસ્થા દ્વારા શ્રી સ્વામીના...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. હાલ ૧૬મીથી ૨૧મી એપ્રિલ સુધી શ્રી સ્વામીનારાયણ જયંતી પર્વ ચાલી રહ્યું છે. તેમાં દરરોજ રાત્રે ૮થી ૯ (IST) BAPSના વરિષ્ઠ સંતો અને સાધુ ભગવાન સ્વામીનારાયણ વિશે ઓનલાઈન પ્રવચનો રજૂ કરે છે. પૂ. મહંત સ્વામી નેનપૂરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમાં જોડાય છે અને સભાને સંબોધે છે તેમજ આશીર્વચન પાઠવે છે. 

    * ગુજરાતી કલ્ચરલ સોસાયટી બ્રાયટન અને અજંતા આર્ટસ દ્વારા ઓનલાઈન શ્રધ્ધાંજલિ ભજન કાર્યક્રમઃ ગુજરાતી કલ્ચરલ સોસાયટી બ્રાયટન અને અજંતા આર્ટસ તા.૨૫ એપ્રિલ, રવિવારે બપોરે ૩.૦૦ વાગ્યે આપને શ્રધ્ધાંજલિ ભજન કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રિત કરે છે.જૂનાગઢ સ્થિત શ્રી ભારતીબાપુ તથા શ્રી ગૌતમકુમારના સ્મરણાર્થે ભાવાંજલિ ખીમદાસ બાપુ, જેઠવા પરિવાર, ધીરૂભાઇ ગઢવી (બ્રાયટન) તથા યુ.કે.ના ભજનિકો ભજનો રજૂ કરશે. આ પ્રસંગે અતિથિવિશેષ સી.બી. પટેલ (ગુજરાત સમાચાર), વિમલજીભાઇ ઓડેદરા (NCGO પ્રમુખ) તથા જૂનાગઢથી હરિહરનંદ બાપુ કાર્યક્રમમાં ભાગ લેશે.

    https://us02web.zoom.us/j/86982283096 Meeting ID: 869 8228 3096

    પ્રિન્સ ફિલીપને શ્રદ્ધાંજલિ

    હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલીપને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૮ એપ્રિલને રવિવારે સાંજે ૬થી ૭ દરમિયાન ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. હાલની કોવિડ -૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સેન્ટરમાં મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રણ અપાયું હતું. પ્રાર્થના સભામાં લોકો જોડાઈ શકે તે માટે આ કાર્યક્રમનું ઝૂમ અને ફેસબુક પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.

    'વન જૈન' સંસ્થા દ્વારા મેન્ટલ હ

    જુદી જુદી જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી “વન જૈન” સંસ્થા દ્વારા “જૈન હેલ્થ ઇનિશીએટીવ” પ્રવૃત્તિ હેઠળ મેન્ટલ હેલ્થ વિશે ૧૪મી માર્ચ, રવિવારે અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ વેબિનાર યોજવામાં આવ્યો. મેન્ટલ હેલ્થના પ્રશ્નો વિશે કોમ્યુનિટીએ વિશેષ ગંભીર રીતે વિચારવાની જરૂર છે. આ વેબિનારમાં સેન્ટ્રલ અને નોર્થવેસ્ટ લંડન ટ્રસ્ટના એન. એચ. એસ. સર્વિસ ઇમ્પ્રૂવમેન્ટ મેનેજર વર્ષા દેઢિયાએ કહ્યું કે આપણા સમાજમાં લોકો મેન્ટલ હેલ્થ વિશે પ્રવર્તતા ખ્યાલોને કારણે ભાગ્યે જ કોઈ પોતે આવા પ્રશ્નોથી પરેશાન હોવાનું સ્વીકારે છે. પ્રત્યેક ચાર વ્યક્તિએ એક વ્યક્તિ માનસિક પ્રશ્નોથી પીડાતી હોય છે અને આ બીમારીને ઉંમર,વર્ગ, જાતિ કે વ્યક્તિ પૈસાદાર છે કે ગરીબ એ સાથે કોઈ સંબંધ હોતો નથી.

    લોર્ડ રેમી રેન્જરની SPMS Ukના ચેરમ...

    સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS Uk)ની ૧૧મી એપ્રિલે મળેલી વાર્ષિક સાધારણ સભામાં લોર્ડ રેમી રેન્જરની ચેરમેનપદે નિમણૂક કરાઈ હતી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેનો ઉદ્દેશ મહાન નેતા સરદાર પટેલના જીવન અને કાર્યો વિશે માત્ર બાળકોમાં જ નહીં પરંતુ, વધુ કોમ્યુનિટીઝમાં જાગૃતિ ફેલાવવાનો છે.

    BAPS સંસ્થા દ્વારા ૨૪૦મી સ્વામીન...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૧મી એપ્રિલને બુધવારે ભગવાન સ્વામીનારાયણના ૨૪૦મા પ્રાગટ્ય દિવસની ઓનલાઈન ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વરિષ્ઠ સંતોએ ભગવાન સ્વામીનારાયણના જીવન અને કાર્યો વિશે પ્રવચનો આપ્યા હતા. પૂ. મહંત સ્વામીએ નેનપૂરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ ઉજવણીમાં ભાગ લીધો હતો. 

    કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વા

    શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શ્રી સ્વામીનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ ભગવાનને હિંડોળામાં બેસાડીને ઝુલાવવામાં આવ્યા હતા અને કીર્તન - ઓચ્છવ કરવામાં આવ્યો હતો.