તા.૨૧.૪.૨૧ને બુધવારે ચૈત્ર સુદ નોમના દિવસે ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન મંદિર દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
કોવિડ - ૧૯ની વેક્સિન લઈને #ImmunityfortheCommunity મેળવવા સાઉથ એશિયન કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરવા માટે એક વીડિયોમાં ગાયક અને ગીતલેખક નવીન કુંદ્રા, પ્રોડ્યુસર, પ્રેઝન્ટર અને પર્ફોર્મર પાર્લે પટેલ અને બીબીસી બ્રોડકાસ્ટર નાદિયા અલી આગળ આવ્યા છે. ૨૩ એપ્રિલને શુક્રવારે રિલીઝ થયેલા વીડિયોમાં GP કાર્ટર સિંઘ MBE, અશાંતિ ઓમકાર FRSA, લાયકા રેડિયો અને દિલસેના સીઈઓ રાજ બદ્ધાન, ચેનલ S પ્રેઝન્ટર કુહીનૂર કબીર અને ડો. હિના અન્વરે પણ ભાગ લીધો છે.
જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની ૨૬૨૦મી જન્મ જયંતી તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં આજની કોરોના મહામારીને લક્ષ્યમાં રાખી ઠેર ઠેર વર્ચ્યુઅલ યોજાઇ. વસ્તીમાં લઘુમતી હોવા છતાં સમાજ ઘડતરમાં જૈનોનું પ્રદાન નોંધનીય છે. આ પાવન પર્વમાં સેવાભાવ જીવનની પ્રાથમિકતા છે.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે.
હાલ ભારતમાં કોવિડનો કોપ ભારે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે જેના ખપ્પરમાં નાના-મોટાનો ભોગ લેવાઇ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને ઓકસિજનની ભારે અછત વરતાઇ રહી છે. આ કટોકટીમાં સવિશેષ ગુજરાતના ગામડાઓ સુધી આ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ભારે હાલાકીનો ભોગ હજારો લોકો બની રહ્યા છે.
• બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાં
બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૮.૫.૨૧ને શનિવારથી તા.૧૪.૫.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦ રહેશે. રજિસ્ટ્રેશન અને ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ મોકલો.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દેશમાં કોવિડ - ૧૯થી પીડાતા લોકો માટે મોટાપાયે રાહતકાર્ય ચાલી રહ્યું છે. કોવિડના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું હોય છે. તેમાં મદદરૂપ થવા સંસ્થા દ્વારા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
દેશમાં વધી ગયેલી કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા ભારતની સરકારને ઓક્સિજન પૂરવઠો અને અન્ય ઈમરજન્સી સહાયની જરૂ પડી રહી છે. ત્યારે યુએઈમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર સહિત દુનિયાભરના દાતા તેને મદદ પહોંચાડી રહ્યા છે.
• બ્રહ્માકુમારીઝ યુકે - ઓનલાઇન ઝૂમ ઇવેન્ટ
સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેથી કહેવાય છે કે વસુધૈવ કુટુમ્બકમ, તો આવો આપણે વિશ્વશાંતિ માટે એક કલાક યોગ સાધના કરીએ. તેની સાથે અનુભવી યોગીઓના પ્રેરણાદાયી અનુભવોનો લાભ મેળવીએ. દર મહિને ત્રીજા રવિવારે ઝૂમના માધ્યમથી યોજાતા આ કાર્યક્રમમાં આ વખતે તા.૧૬.૦૫.૨૧ને રવિવારે સાંજે ૬.૩૦થી ૮ Meeting ID : 967 5675 7144 અને Passcode : 820088 લાઈવ જોડાઈ શકાશે.
