શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ૧ એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. ત્યાં દરરોજ ૭૦૦થી વધારે લોકો વેક્સિન મેળવે છે. દેશમાં મંગળવાર સવાર સુધી કોવિડ - ૧૯ રસીના કુલ ૧૫.૮૯ કરોડ ડોઝ અપાયા હતા. ત્રીજા તબક્કામાં ૧ મેથી અત્યાર સુધીમાં આ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના ૪૦૬,૩૩૯ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા વડોદરા શહેરને રૂ. ૧.૨૮ કરોડના ખર્ચે કોવિડ - ૧૯ દર્દીઓની સારવારમાં જરૂરી ઓક્સિજનના ૪ નવા પ્લાન્ટ આપવામાં આવ્યા હતા. તેના વર્ચ્યુઅલ લોકાર્પણમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી જોડાયા હતા. આ ઓક્સિજન પ્લાન્ટ વડોદરાની સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ, અંબે વ્રજધામ કોવિડ સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવ્યા હતાં.
યુનાઈટેડ કિંગ્ડમ કમિટી ફોર UNICEF (UNICEF UK) દ્વારા સતીષ દાસાણીની તેના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી હતી.
બોર્ડ અને સિનિયર લીડરશીપની કામગીરીનો ૨૦ કરતાં વધુ વર્ષનો અનુભવ છે. હાલ તેઓ SIG plc, Renew Holdings plc and Speedy Hire plc એમ ત્રણ અગ્રણી પબ્લિક કંપનીઓના બોર્ડ પર નોન – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
યુકે અને યુરોપની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ભારતમાં BAPSદ્વારા ચાલતા કોવિડ -૧૯ રાહતકાર્યોમાં મદદરૂપ થવા માટે સાઈકલ ચેલેન્જમાં છ દિવસમાં £૬૦૦,૦૦૦થી વધુની રકમ એકત્ર કરી હતી.
કોરોના મહામારીની બીજી લહેરમાં ગુજરાતમાં સ્થિતિ ખૂબ વણસી હતી. ઓક્સિજનની અછતના કારણે કોવિડ -૧૯ના દર્દીઓની સારવાર શક્ય બનતી ન હતી અને દર્દીઓનું મૃત્યુ થતું હતું. ગીર ગઢડામાં આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે લંડન સ્થિત દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના આર્થિક સહયોગથી ઓક્સિજન બેંકની શરૂઆત કરાઈ હતી.આ બેંક પાસે ૧૧૧ જેટલાં જમ્બો સિલિન્ડર છે.
ભારતમાં કોવિડ - ૧૯ની વધેલી મહામારીને જોતાં મા કૃપા ફાઉન્ડેશને ઈન્ડિયા કોવિડ ઈમરજન્સી અપીલમાં ૨૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર પ્લેજ કર્યા છે. મા કૃપા ફાઉન્ડેશને તેને માટે ૧૭૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાં ફાઉન્ડેશને ૧૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી લીધાં છે. તે તેના લક્ષ્યથી ૬૦,૦૦૦ પાઉન્ડ જ દૂર છે, જે પૂરું થતાં તેની પ્લેજ પૂરી થશે અને તે મે ૨૦૨૧ના અંત સુધીમાં ૨૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર ભારત મોકલી શકશે.
ભારતના કોવિડ અસરગ્રસ્તોની મદદ માટે ફંડ એકત્ર કરવા ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા ૨૭ એપ્રિલને હનુમાન જયંતીના પવિત્ર દિવસે અપીલ કરાઈ હતી. સોસાયટીએ લેકેંશાયર ઈવનિંગ પોસ્ટ, બીબીસી નોર્થવેસ્ટ ટીવી અને બીબીસી રેડિયો લેંકેશાયરના માધ્યમથી મદદ માટે સૌને અપીલ કરી હતી.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે.
- બાલમ શ્રીનાથજી હવેલીમાં આંબા ઉત્સવ
બાલમ મંદિર દ્વારા આગામી ૨૩.૦૫.૨૦૨૧ને રવિવારે બપોરે ૧૨ વાગે શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં આંબા ઉત્સવનું આયોજન કરાયું છે. ન્યોછાવર માટે કેરીના ૧ બોક્સના £21અને બે કેરીના £5 છે.
સંપર્ક. દેવયાનીબેન પટેલ - 07929165395
૮ મેએ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ભારતીયો માટે ઓનલાઈન ભજનો દ્વારા પ્રાર્થનાના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકો જોડાયા હતા. બ્રાહ્મણ સમાજ ઓફ નોર્થ લંડન અને ગૂંજન ગ્રૂપના જુદા જુદા ગાયકો ભજનો ગાવામાં જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન NCGO UK એક્ઝિક્યુટિવ કમિટીના વંદના જોશી અને ગાર્ગી પટેલે સંભાળ્યું હતું.
