સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    NCGO UK ની ભારત માટે વર્ચ્યુઅલ પ્ર

    નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશ યુકે (NCGO UK) એ ૧ મેએ ભારત માટે પ્રાર્થના સાથે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી હતી.  હાલના તબક્કે કોરોના વાઈરસના કેસોમાં અને તેનાથી થતાં મૃત્યુમાં ઉછાળાને લીધે ખુબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા ભારત માટે પ્રાર્થનાના કાર્યક્રમમાં તમામ કોમ્યુનિટીના અને તમામ ધર્મના વડાઓ સાથે રાજકારણીઓ અને વિવિધ કોમ્યુનિટીઝના લોકો જોડાયા હતા.  

    લોટસ ટ્રસ્ટે ભારતના કોવિડ પીડ

    ભારતમાં કોવિડ – ૧૯ના કેસોમાં અને તેને લીધે થતાં મૃત્યુમાં ભારે વધારો થયો છે. ઓક્સિજનના અભાવે ઘણાં દર્દીઓનું મૃત્યુ થતું હોય છે.
    હર્ટફર્ડશાયરના ભક્તિવેદાંત મેનોરની ચેરિટી પાંખ લોટસ ટ્રસ્ટ દિલ્હીના ઈસ્કોન મંદિર સાથે મળીને કામગીરી કરી રહ્યું છે. ભારતને જ્યારે ખૂબ જરૂર છે તેવા સમયે આ મદદ કરાઈ રહી છે.

    કરમસદમાં VYO દ્વારા પ્રજ્ઞાચક્

    પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજીના ૫૪૪મા પ્રાદુર્ભાવ ઉત્સવની વિશ્વભરમાં સમસ્ત વૈષ્ણવ સમુદાય દ્વારા ઉજવણી થઈ હતી. તે દિવસે વડોદરાના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી VYO દ્વારા સેવા સંકલ્પ અંતર્ગત "બીઇંગ બ્લાઇન્ડ બીઇંગ સ્ટ્રોન્ગર " અભિયાનમાં  ભારતના ૨૬ શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને રૂ. ૧૮૫૧ની કિંમતની સ્માર્ટ સ્ટિક પ્રદાન કરવામાં આવી હતી.

    દેશમાં વધી ગયેલી કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા ભારતની સરકારને ઓક્સિજન પૂરવઠો અને અન્ય ઈમરજન્સી સહાયની જરૂ પડી રહી છે. ત્યારે યુએઈમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર સહિત દુનિયાભરના દાતા તેને મદદ પહોંચાડી રહ્યા છે.  

    ભારતમાં કોરોનાનો ભયાનક કહેરમાં હોસ્પિટલો ઉભરાય છે, ઓક્સીજન અને વેન્ટીલેટર મશીનોની જરૂરત ઉભી થઇ છે એવી કટોકટીભરી પરિસ્થિતિમાં ગુજરાતને માથે તાઉ-તે વાવાઝોડા રૂપી કુદરતી આફત ઉતરી આવી છે જેમાં દીવ અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઇ છે.

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે.

    ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ૧૦૮ દિવસના મહામૃત્યુંજય જપઃ 

    મહામારીના આ કપરા સમયમાં ચિન્મય મિશન સંસ્થા જુદા જુદા ઑનલાઇન જ્ઞાનયજ્ઞો અને સત્સંગ દ્વારા લોકોમાં આધ્યાત્મિક બળ પ્રેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરે લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર ગંભીર અસર વર્તાવી છે ત્યારે હવેના સમયમાં મનોબળ મજબૂત કરવા, આંતરિક શક્તિ વધારવા અને સમગ્ર વિશ્વ માટે પ્રાર્થનારૂપે ચિન્મય મિશન અમદાવાદ દ્વારા મહા મૃત્યુંજય જપ કરવામાં આવશે. 

    BAPS દ્વારા મોકલાયેલા ઓક્સિજન કો...

    ભારતમાં કોવિડ – ૧૯ની બીજી વિનાશક લહેરનો સામનો કરવા માટે યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ભારત મોકલવામાં આવેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય લાઈફ સેવિંગ સાધનો દેશના રુરલ ક્લિનિક્સ અને હેલ્થ સેન્ટરમાં દર્દીઓ સુધી પહોંચી ગયા હતા.

    મહામારીના આ કપરા સમયમાં ચિન્મય મિશન સંસ્થા જુદા જુદા ઑનલાઇન જ્ઞાનયજ્ઞો અને સત્સંગ દ્વારા લોકોમાં આધ્યાત્મિક બળ પ્રેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

    પૂ. મહંત સ્વામીના હસ્તે જોહાનિ...

    BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૯મી મેને શનિવારે પૂ. મહંત સ્વામીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં તૈયાર થનારા નવા BAPS શિખરબદ્ધ મંદિરની શીલા પૂજન વિધિમાં ભાગ લીધો હતો. તેમણે શીલા, યંત્રો અને કળશનું પૂજન કર્યું હતું. આ અગાઉ પૂ. મહંત સ્વામીએ ભગવાન શ્રી સ્વામીનારાયણના દિવ્ય જીવન પર આધારિત એનિમેશન ફિલ્મ શ્રેણીનો છઠ્ઠો ભાગ પણ પ્રકટ કર્યો હતો.