સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સહજ રાજયોગ અને હોલિસ્ટિક હેલ્થ

    વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણને ઘણું બધું આપ્યું હોવા છતાં જો મનુષ્યનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું ન હોય તો સુખ શાંતિનો અનુભવ કરી ન શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે તન અને મન બન્ને ફીટ અને ફાઈન. આ વાતને સમજવા માટે ઈન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ખાસ ઓનલાઈન પ્રોગ્રામ રાખેલો છે.

    Zoom ID મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો.

    તા. ૨૬ જૂન ૨૦૨૧, સમય – બપોરે ૩.૩૦ થી ૫

    કુમકુમ મંદિર દ્વારા સંત શ્રી અ...

    શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. તેમાં શ્રી અબજીબાપાની ૨૫૫,૫૫૫ વાતોનું પઠન કરવામાં આવ્યું હતું . 

    શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીની

    ૨૯મેને શનિવારે સ્મૃતિ વન, નારાયણપર - કચ્છ ખાતે નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સદ્ગુરુ સંતોએ કર્યું હતું. તેમનું પ્રાગટ્ય સંવત ૧૯૨૩ની વૈશાખ વદ ચોથને તા.૨૨/૫/૧૮૬૭ને બુધવારે થયું હતું. 

    પૂ. મહંત સ્વામીની નિશ્રામાં યો...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨જી જૂનથી ૭ મી જૂન દરમિયાન બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ૧૨૯મા પ્રાકટ્યદિન ઉપક્રમે યોગી જયંતિ પર્વની વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે યોજાતી સભાઓમાં પૂ. મહંત સ્વામી તથા અન્ય વરિષ્ઠ સંતોએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાથેની  તેમની સ્મૃતિઓ તાજી કરી હતી. 

    • ખીમદાસ બાપૂ અને ભક્તોના યુકે ભજનો - બીજ ભજનોનું તા.૧૨.૬.૨૧ને શનિવારે સાંજે ૭.૩૦ વાગે ઝૂમના માધ્યમથી ઓનલાઈન આયોજન કરાયું છે. ઝૂમ મીટીંગમાં જોડાવા Meeting ID: 826 0634 8274 (પાસવર્ડની જરૂર નથી.)
    સંપર્ક. સંજય જેઠવા -  077300 40120

    SJS UK ના પ્રથમ સ્થાપના દિનની અખાત...

    અખાત્રીજના પાવન દિવસે શ્રી જગન્નાથ સોસાયટી યુનાઈટેડ કિંગ્ડમ (SJS UK)ના પ્રથમ સ્થાપના દિનની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. SJS UK લંડન સ્થિત ચેરિટી છે અને તેનો ઉદ્દેશ યુકે અને યુરોપમાં શ્રી જગન્નાથ સંસ્કૃતિનો સમગ્ર યુકેમાં ફેલાવો કરવાનો તેમજ યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિનું કેન્દ્ર બને તેવા અદભૂત શ્રી જગન્નાથ મંદિરનું લંડનમાં નિર્માણ કરવાનો છે.

    માતાપિતા માટે બાળકના જન્મનો આનંદ અનેરો હોય પણ પછી માતાપિતા તરીકેની જવાબદારી નિભાવવાનું ખૂબ અઘરું બની જાય, ખાસ તો એવા સમયમાં જ્યારે ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યાં છે. માતાપિતા બંને નોકરી કરતાં હોય ત્યારે એકલા હાથે બાળકો મોટાં કરવાં, બાળકો પર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની નકારાત્મક અસર વગેરે જેવા પેરેન્ટિંગને લગતા અનેક પ્રશ્નોને આવરી લેતી ઑનલાઇન ટોક સિરીઝ ચિન્મય મિશન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૭૧...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૪મી જૂને પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૭૧મા પ્રમુખ વરણી દિનની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજની BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વહીવટી વડા એટલે કે પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી તે દિવસને પ્રમુખ વરણી દિન તરીકે ઉજવાય છે. 

    • ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજન અને કોલેજ ઓફ લીબરલ આર્ટ્સ એન્ડ સાયન્સીસ, ધ યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ દ્વારા ભગવાન મુનીસુવ્રતસ્વામી - એન્ડાઉડ પ્રોફેસરશિપ ઈન ધ સ્ટડી ઓફ જૈનીઝમ સાઈનીંગ સેરીમનીનું તા.૧૭.૬.૨૧ને ગુરુવારે બપોરે ૩ વાગે CST (1 PM PST) આયોજન કરાયું છે. અગાઉથી go.las.illinois.edu/Swami21 પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

    વતનના કોરોનાગ્રસ્ત દર્દીઓ મા

    ગુજરાતમાં આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલી ૯૫૦ બેડની શ્રી ક્રિષ્ણ હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી પ્રાઈવેટ ચેરિટેબલ હોસ્પિટલ છે. કોરોના મહામારી દરમિયાન તેને ડેઝિગ્નેટેડ કોવિડ–૧૯ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જાહેર કરાઈ હતી. આ હોસ્પિટલના વેમેડ ક્રિટિકલ કેર સેન્ટર (WCCC)માં ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ છે.