સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપૂર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેમણે બાળકો તેમજ ટીનેજર્સ માટે વેલ્યુ સ્ટોરીઝ ભાગ ૪ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

    • JHOD, Yes I donate અને NHS Blood and Transplantના ઉપક્રમે Chit Chat & Watch - Organ Donation વેબીનારનું તા.૧૨.૭.૨૧ને સોમવારે સાંજે ૭.૩૦થી ૮.૪૫ દરમિયાન આયોજન કરાયું છે.

    BAPS સંસ્થા દ્વારા નેપાળને ૩૩ ઓક

    નેપાળમાં કોરોના વાઈરસનું સંક્રમણ અને તેને લીધે મૃત્યુની સંખ્યા વધી હતી અને તેમાં ડેલ્ટા વેરિઅન્ટને લીધે વધારો થયો હતો. યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ તેને મદદરૂપ થવા ૩૩ ઓક્સિજન કન્સેન્ટ્રેટર ડોનેશન તરીકે મોકલ્યા હતા.

    ચિન્મય મિશન સંચાલિત પરમધામમાં અષાઢી બીજે જગન્નાથજી પૂજા સાથે વૃક્ષપૂજન

    અમદાવાદ સ્થિત ચિન્મય મિશન સંસ્થા દ્વારા પરમધામ ખાતે ૧૨મી જુલાઈ, સોમવારે અષાઢી બીજનો ઉત્સવ શ્રી જગન્નાથજીની પૂજા, રથયાત્રા અને વૃક્ષપૂજન સાથે ઊજવવામાં આવશે.

    પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રથ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપૂર ખાતે બિરાજમાન છે. ૧૨ જુલાઈને સોમવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નેનપૂરમાં શાંતિવનમાં યોજાયેલી રથયાત્રામાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ સાથે પૂ. મહંત સ્વામી રથમાં બિરાજમાન થયા હતા. સંતોએ તે રથ ખેંચ્યો હતો અને પ્રદક્ષિણા કરી હતી. રથયાત્રામાં ખૂબ ઓછી સંખ્યામાં સાધુ અને હરિભક્તો જોડાયા હતા. સભામાં પૂ. મહંત સ્વામીએ રથયાત્રા નિમિત્તે આશીર્વચન પાઠવ્યા હતા.

    • તનમનને તરોતાજા કરતો હિન્દી ફિલ્મ ગીતો અને રમૂજની છોળો ઉડાડતો ઝૂમ કાર્યક્રમ - વિખ્યાત કલાકાર મહેશ ગઢવી-નીતુ ગઢવી અને હાસ્ય કલાકાર દિનકર મહેતાને માણો તા.૧૭ જુલાઇ, શનિવારે ૪થી૬

    NCGO નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, યુકે. અને "ગુજરાત સમાચાર-Asian Voiceના સંયુક્ત ઉપક્રમે તા.૧૭ જુલાઇ શનિવારે બપોરે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન ગીત-સંગીત અને હાસ્ય (જોક્સ)નો કાર્યક્રમ ઝૂમ ઉપર રાખવામાં આવ્યો છે જેમાં વિખ્યાત બોલીવુડ ગાયક મહેશ ગઢવી અને નીતુ ગઢવી એમના મધુર કંઠે ફિલ્મી ગીતો રજૂ કરશે અને જાણીતા હાસ્યકલાકાર દિનકર મહેતા જોક્સ (રમૂજી ટૂચકા) રજૂ કરી હાસ્યની છોળો ઉડાડશે. એમની સાથે યુ.કે.ના જાણીતા હાસ્ય કલાકાર ભાનુભાઇ પંડ્યા પણ ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે જોડાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે NCGOના ચેરમેન વિમલજીભાઇ ઓડેદરા અને ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસના તંત્રી-પ્રકાશક સી.બી પટેલ પ્રસંગોચિત્ત વક્તવ્ય રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઇ ગઢવી (NCGO) અને કોકિલા પટેલ (ગુજરાત સમાચાર) કરશે.

    Zoomમાં જોડાવા માટે ID 879 2772 6313 અને Password NCGO સાથે આપ ઝૂમના પ્રોગ્રામમાં જોડાઇ શકશો.

    ભવનના વાઈસ ચેરમેનના પત્ની વેન

    ભવનના વાઈસ ચેરમેન ડો. જહોન મારના પત્ની વેન્ડી મારનું ૭ જૂનને સોમવારે નિધન થયું હતું. તેઓ ૧૯૭૩માં ભવનની શરૂઆત થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા હતા. તેઓ ભવનની એજ્યુકેશન કમિટી તેમજ વિઝયુઅલ આર્ટ્સ કમિટીના સભ્ય હતા. જહોન માર સથે મળીને વેન્ડીએ ઘણાં વર્ષો સુધી ભવન ખાતે આર્ટ એન્ડ આર્કિયોલોજી કોર્સનું સંચાલન કર્યું હતું.  

    પૂ. મહંત સ્વામીનું અમદાવાદમાં...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. તેઓ ૧૫ જુલાઈએ નેનપૂરથી અમદાવાદ આવ્યા હતા. તેઓ ૪૭૭ દિવસથી નેનપુર ખાતે બિરાજમાન હતા. તે દરમિયાન પૂ. મહંત સ્વામીએ તમામ ઉત્સવો ખૂબ જ સરસ રીતે ઉજવી સૌને અવિસ્મરણીય સંભારણું આપ્યું હતું. પૂ. મહંત સ્વામીએ હરિકૃષ્ણ મહારાજ સાથે એમના અનાદિ ના સેવક અક્ષર બ્રહ્મની પણ સ્થાપના કરી. અક્ષરપુરુષોત્તમ ઉપાસના દૃઢ થાય તે માટે તેમણે સત્સંગ દીક્ષા જેવો અદભૂત અને અદ્વિતીય ગ્રંથ આપ્યો હતો.

    • ધ ભવન, ૪ એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સમર સ્કૂલ ૨૦૨૧નો ૧૨ જુલાઈથી આરંભ થયો છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ચાલનાર સમર સ્કૂલમાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, કૂચીપૂડી જેવા ડાન્સ, કર્ણાટકી વોકલ, હિંદુસ્તાની વોકલ, બેંગાલી મ્યૂઝિક તથા સિતાર, તબલા, મૃદંગ અને કર્ણાટકી વાયોલિન જેવાં મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખવવામાં આવશે. આ ઉપરાંત, હિંદી અને સંસ્કૃત ભાષા પણ શીખવવામાં આવશે. સંપર્ક. 020 7381 4608

    BAPS ચેરિટીઝ દ્વારા ક્વાઝુલુ - ના

    તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોના પીડિતોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવા માટે ત્યાંના વ્યક્તિઓ તથા સંસ્થાઓ કાર્ય કરી રહ્યા છે. BAPS ચેરિટીઝ સાઉથ આફ્રિકા પણ દાતાઓની મદદથી આ પ્રયાસનો એક હિસ્સો બની શકી હતી.