સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT) યુ.કે.ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા (AGM) સોમવાર તા. ૭ જૂન ૨૦૨૧ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે DoubleTree by Hilton MarbleArch, London ખાતે યોજાઈ હતી.

    ચિન્મય મિશન દ્વારા કોરોનાકાળ

    આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વિશ્વસ્તરે વિખ્યાત ચિન્મય મિશન દ્વારા કોરોના મહામારીના વિકટ સમયમાં રૂપિયા પાંચ કરોડથી વધુનાં તબીબી સાધનો અને દવાઓની મદદ પૂરી પાડવામાં આવી. મુંબઈ ખાતે વડું મથક ધરાવતી ચિન્મય મિશન સંસ્થાએ દેશનાં ૧૫ રાજ્યોમાં ‘દરેક જણ પહોંચે એક જણ સુધી’ એવા ખાસ અભિયાન દ્વારા ૬૩ હોસ્પિટલ અને ૪૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પ્રકારની સહાય પહોંચાડી છે.

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. 

    BAPS ચેરિટીઝ દ્વારા ભારતના કોવિડ...

    ભારતમાં થોડાં સમય અગાઉ કોવિડ – ૧૯ની બીજી લહેર આવી હતી. તે દરમિયાન ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ખૂટી પડ્યા હતા. આ પરિસ્થિતિમાં દુનિયાભરની BAPS ચેરિટીઝ દ્વારા મોટા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર્સ, કન્સેન્ટ્રેટર્સ, વેન્ટિલેટર્સ,પીપીઈ કીટ વગેરે ભારત મોકલવામાં આવ્યા હતા.

    BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિ...

    અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસBAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે કોવિડ – ૧૯ની લોકલ, સ્ટે અને ફેડરલ ગાઈડલાઈન્સના પાલન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્સ્ટ્રક્ટર્સના માર્ગદર્શન હેઠળ ૬૦થી વધુ લોકોએ મંદિરના પ્રાંગણમાં ભુજંગાસન અને મર્જરીઆસન સહિત વિવિધ યોગાસનો તથા શ્વાસોચ્છવાસની વિવિધ ટેક્નીક સાથે કપાલભારતી, પ્રાણાયામ અને ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા હતા.

    • Brahmakumaris UK - સહજ રાજયોગ અને હોલિસ્ટિક હેલ્થ - વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણને ઘણું બધું આપ્યું હોવા છતાં જો મનુષ્યનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું ન હોય તો સુખ શાંતિનો અનુભવ કરી ન શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે તન અને મન બન્ને ફીટ અને ફાઈન. આ વાતને સમજવા માટે ઈન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે ૨૬ જૂન ૨૦૨૧, શનિવાર બપોરે ૩.૩૦ થી ૫ દરમિયાન ઝૂમના માધ્યમથી  ( Zoom Id:  934 2912 0460 - Passcode: 189499) કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના વક્તા પ્રફુલ શાહ, USA છે.  

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે.

    • ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા વેબીનાર - પહેલી જુલાઈ, ૨૦૨૧ને  ગુરુવારે ગુજરાતી અખબારી પત્રકારત્વ ૨૦૦ મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા સવારે ૧૦થી ૧૧.૧૫ દરમિયાન ઝૂમ લીંકના માધ્યમથી (Meeting ID: 851 2256 8294 - Passcode: 1234) વેબીનારનું  આયોજન કરાયું છે.આ વેબિનારમાં ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૃપાણીનો શુભેચ્છા વીડિયો રજૂ કરાશે. આ ઉપરાંત સમિતિના લોગોનું લોકાર્પણ કરાશે. આ લોગોનું સર્જન જાણીતા ચિત્રકાર શ્રી કનુ પટેલે કર્યું છે. આ અવસરે સમિતિના અધ્યક્ષ શ્રી કુંદન વ્યાસ પ્રાસંગિક હૃદયભાવ રજૂ કરશે.  સમિતિના સંયોજક અને જાણીતા લેખક - પત્રકાર રમેશ તન્ના " મુંબઈ સમાચારઃ ફરદુનજી મરઝબાનની પરાક્રમી પહેલ " એ વિષય પર ટૂંકુ વ્યાખ્યાન આપશે. મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે સહિત સમિતિના સભ્યો પ્રાસંગિક પ્રતિસાદ આપશે.

    કેલિફોર્નિયાના સાન જોસ સ્થિત સુખમ સંસ્થાએ ૨૦ જૂને જાહેરાત કરી હતી કે તે અલ્ઝાઈમર્સ એસોસિએશન સાથે સહયોગ  
    કરીને ભારતીય અમેરિકન કોમ્યુનિટીને ડિમેન્શિયા સંબંધિત સંભાળ અને સહાય વિશે જાગ્રતિ કેળવશે. આ અંગે બન્ને સંસ્થા વચ્ચે બે વર્ષના સહયોગની સમજૂતી થઈ છે.

    ભારતના કોરોનાગ્રસ્તોની વહારે...

    લેન્કેશાયરના પ્રેસ્ટન ખાતે સુપ્રસિધ્ધ ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન સંચાલિત હિન્દુ મંદિર દ્વારા ૨૬ જૂને ભજન સંમેલનનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં ભારત કોવિડ-૧૯ના લાભાર્થે આ ભજન સંમેલન હોવાથી હરિભક્તોએ હોંશે હોંશે દાનનો પ્રવાહ વહેડાવ્યો હતો.