સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ગુ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. ૨૦જુલાઈએ કરાયેલી સર્જરી પછી પૂ. મહંત સ્વામી વિશ્રામ લઈ રહ્યા છે. ૨૩ જુલાઈએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં વરિષ્ઠ સંતોએ ગુરુ અને શિષ્યના મહિમા વિશે પ્રેરક પ્રવચનો આપ્યા હતા.

    બ્રહ્માકુમારી યુકે દ્વારા ઓનલાઈન રાજયોગ મેડિટેશન કોર્સ

    યોગ ફોર ધ માઈન્ડ દ્વારા શાંતિ, આંતરિક શક્તિ અને જ્ઞાનનો અનુભવ કરો. ઝૂમ પર કાર્યક્રમ વિશે માહિતી મેળવવા [email protected] પર ઈમેલ કરો અથવા 0208 727 3416 પર સંપર્ક કરો. તા. 7.8.21ને શનિવારથી તા. 13.8.21ને શુક્રવાર સુધી દરરોજ સાંજે 6થી 7.30 સુધી

    પૂ. મહંત સ્વામીનું અમદાવાદમાં...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. તેમણે કેનેડાના સાસ્કાતુન, વિનિપેગ, એડમન્ટન અને વેનકુંવરના બીએપીએસ મંદિરો માટે યંત્રનું પૂજન કર્યું હતું. આ ઉપરાત, પૂ. મહંત સ્વામીએ યુકેના બર્મિંગહામ અને માન્ચેસ્ટરના બીએપીએસ મંદિરો માટે પણ યંત્રપૂજન કર્યું હતું.  

    • વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન તા.૨૯.૭.૨૧ને ગુરુવારથી ફરી ખૂલ્લું મૂકાયું છે. વિશ્વ હિંદુ પરિષદ માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે.સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011

    યુકે હિંદી સમિતિ અને ભારતીય હાઈ કમિશનના હિંદી વિભાગ દવારા જૂન મહિનામાં યોજાયેલી હિંદી વક્તૃત્વ સ્પર્ધામાં હિંદી ક્લાસના જુદી જુદી વયના ૧૫૪ બાળકોએ ભાગ લીધો હતો.

    દેશ વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે વ્યાપક પ્રતિષ્ઠા મેળવનાર રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડીરેક્ટર શ્રી મુકેશભાઇ સાંગાણી યુકેની મુલાકાતે પધાર્યા છે અને આગામી તા. ૩૦ જૂન સુધી રોકાશે.

    પૂ. મહંત સ્વામીનું સારંગપુરમા

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. તેઓ ૧૦ ઓગસ્ટને મંગળવારે અમદાવાદથી નીકળી સારંગપુર પહોંચ્યા હતા. અગાઉ અમદાવાદમાં વિચરણ દરમિયાન તેમણે સાબરકાંઠા જીલ્લાના બહેડીયા - પોશીના, અમીનપૂરમાં નવા બંધાનારા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરો માટેની ઈષ્ટશિલાનું પૂજન કર્યું હતું. તેમણે ભદ્રેસરમાં નિર્માણ પામનારા પ્રમુખદ્વારની ઈષ્ટશિલાનું પણ પૂજન કર્યું હતું. આ ઉપરાંત, કેટલાંક બીએપીએસ મંદિરો માટે યંત્રપૂજન પણ કર્યું હતું.

    ભારતના સ્વાતંત્ર દિન નિમિત્ત

    નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના ઉપક્રમે શનિવાર, તા.૧૪ ઓગષ્ટના રોજ બપોરે ૪.૦૦થી લાઇવ ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક દેવરાજભાઇ ગઢવી લાઇવ કાર્યક્રમ રજૂ કરશે. દેશભક્તિને લગતા ગીતો-લોકગીતો સાંભળવા શનિવારે નીચે આપેલી લીંક અને પાસકોડ દ્વારા ઝૂમમાં જોડાઇ શકશો. 

    હેરોની શ્રીનાથધામ હવેલીમાં હ

    ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ (યુ.કે.) સ્થિત પુષ્ટીમાર્ગીય શ્રીનાથધામ હવેલી, હેરો ખાતે ગત ૨૫ જુલાઇથી ઓગષ્ટ ૨૨ દરમિયાન રોજ ઠાકોરજીના હિંડોળા દર્શનનો લાભ વૈષ્ણવો લઇ રહ્યા છે. જેનાં દર્શન આસ્થા ચેનલ પર રોજ સાંજે ૯.૪૦ કલાકે દરેક હિન્દુધર્મપ્રેમીઓ ઘરે બેઠાં કરી શકે છે . હેરોની આ હવેલીમાં અત્યારે સૂકા મેવાના મનોહારી હિંડોળે ઠાકોરજી બિરાજમાન છે. આ પહેલા કાજુના હિંડોળા, તાજા મેવા (ફળફળાદિ)ના હંડોળા, શાકના હિંડોળાના દર્શન કરવા મળ્યા હતા.

    પ્રમુખ સ્વામી મહારાજ (સ્વામીશ

    પ્રમુખ સ્વામી મહારાજ (સ્વામીશ્રી) ના જીવનના વધુ એક પ્રકરણ વિશે જાણીશું. આ લેખમાં તેમના જીવનની ૧૯૬૧થી ૧૯૭૧ સુધીની મુખ્ય વાતોને અત્રે રજૂ કરી છે.

    ગઢડા કળશ મહોત્સવ – મે ૧૯૬૧

    ગઢડામાં આરસનું સુંદર અક્ષર પુરુષોત્તમ મંદિર તૈયાર થયું હતું અને તેના શિખરની ટોચ પર કળશ મૂકવાના હતા. શાસ્ત્રો મુજબ જે લોકો આ કળશ જુએ તેમને ભગવાનની કૃપા મળે અને અક્ષરધામમાં અનંત સ્થાન મળે છે. ઉજવણી દરમિયાન ૪૦,૦૦૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ૫૧ શિક્ષિત યુવાનોને યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કારણ કે તેઓ સાધુ સમુદાયમાં જોડાવાના હતા. તેમાં સાધુ કેશવજીવનદાસનો (પાછળથી પૂ. મહંત સ્વામી મહારાજ ) પણ સમાવેશ થતો હતો.