સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    પૂ. મહંત સ્વામીના હસ્તે ભૂજ નૂ

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ભૂજ ખાતે નિર્માણ પામનારા નવા શિખરબદ્ધBAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું ખાત પૂજન કર્યું હતું. તેમણે તે મંદિર માટે ઈષ્ટશિલાપૂજન તથા યંત્ર પૂજન પણ કર્યું હતું. ૫ સપ્ટેમ્બરે પૂ. સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી)એ 'મહાન ઋષિ મહંત સ્વામી મહારાજ' પુસ્તકનું વિમોચન કર્યું હતું. ૬ઠ્ઠી સપ્ટેમ્બરે પૂ. મહંત સ્વામીએ સત્સંગ દીક્ષા અધ્યયન ઉદઘાટન સમારોહનું ઉદઘાટન કર્યું હતું.

    • વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન તા.૨૯.૭.૨૧ને ગુરુવારથી ફરી ખૂલ્લું મૂકાયું છે. વિશ્વ હિંદુ પરિષદ માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે.સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011

    લંડન સેવાશ્રમ સંઘના વડા તરીકે...

    પશ્ચિમ લંડનમાં આવેલા લંડન સેવાશ્રમ સંઘના સ્થાપક સ્વામી નિર્લિપ્તાનંદજીના અવસાન બાદ ભારત સેવાશ્રમ સંઘ, ન્યૂજર્સી બ્રાન્ચના ભૂતપૂર્વ હેડ સ્વામી અમરનાથાનંદે લંડન સેવાશ્રમ સંઘના વડા તરીકે સંસ્થાનું કાર્ય સંભાળી લીધું છે.

    પર્યુષણ પર્વમાં જૈન યુવાનોની

    દાન-તપ-સેવા-જીવદયા-ક્ષમાપનાની મહત્તા અને આત્મ શુધ્ધિનો માર્ગ દર્શાવતા પ્રભુ મહાવીરના સંદેશાને આત્મસાત્ કરી રહ્યા છે જૈન સમાજના સાત યુવાનોની ટીમ. પર્યુષણ પર્વ દરમિયાન સમગ્ર જૈન સમાજમાં અવયવ દાન સેવા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ વાત જૈન હિન્દુ ઓરગન ડોનેશન દ્વારા બનાવાયેલ વીડીયો સોસીયલ મીડીયા અને વિવિધ સંસ્થાઓના પર્યુષણ કાર્યક્રમોમાં પહોંચતી કરી સૌને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા વિનંતિ કરવામાં આવી રહી છે. 

    ચિન્મય મિશનના આંગણે ગણપતિ હવન...

    ચિન્મય મિશનના અમદાવાદ સ્થિત પરમધામ મંદિરે ૧૦થી ૧૯ સપ્ટેમ્બર - દસ દિવસના ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવનો આરંભ ૧૦ સપ્ટેમ્બરે - શુક્રવારે ગણેશચતુર્થીના રોજ સવારે ૬.૩૦ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે) ગણપતિ હવન સાથે થશે. તે પછી ૭.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી ગણેશજીની સ્થાપના પૂજા થશે.

    સારંગપૂરમાં પૂ. મહંત સ્વામીના...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ સપ્ટેમ્બરે પૂ. મહંત સ્વામીનો તારીખ પ્રમાણે ૮૮મો જન્મદિન હતો. તેમનો જન્મ ૧૩ સપ્ટેમ્બર,૧૯૩૩ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. ૩ જુલાઈ, ૧૯૬૦ના રોજ પૂ. યોગીજી મહારાજે તેમને મુંબઈમાં દીક્ષા આપી હતી. સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિત્યપૂજામાં જન્મદિનની નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સાધુ, સંતો અને હરિભક્તોને પૂ.મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

    • BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા વિશેષ સ્મૃતિ પદયાત્રા -  પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૮૮મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે લંડનના કેટલાંક ઐતિહાસિક સ્થળોને આવરી લેતી ઈસલિંગ્ટનથી નીસડન મંદિર સુધીની વિશેષ સ્મૃતિ પદયાત્રાનું તા.૩.૧૦.૨૦૨૧ને રવિવારે આયોજન કરાયું છે. આ પદયાત્રા એલ્મોર સ્ટ્રીટ, ઈસલિંગ્ટન, એલ્ક્ઝાન્ડ્રા પેલેસ, ડોલીસ હિલ થઈને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન પહોંચશે. સંપર્ક. 020 8965 2651

    લોકડાઉન બાદનો લોકોત્સવ : મેગા

    બડી દેર ભયી નંદલાલા, તેરી રાહ તકે બ્રીજવાલા…" ના સૂરોએ અઢાર મહિનાના લોકડાઉન /બંદીવાસની બેડીઓ તોડી. આંગણે ઉમંગનો અવસર આવ્યો.  નવનાતીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મેગા મેળાનું આયોજન કરી શાનદાર રીતે ઉજવ્યો. ૨૨ ઓગષ્ટ, રવિવારના રોજ યોજાયેલ મેળામાં સૂરજદેવની મહેર પણ ઉતરી. આ મેળો ૧૫૦૦ જેટલા ભાઇ-બહેનો-ભૂલકાંઓએ મન ભરી માણ્યો. વિવિધ સ્ટોલ્સ, કીડ્સ ઝોન, બોલીવુડ સંગીત, રાસ-ગરબા વગેરે જાતજાતના મનોરંજને સૌ ઉપસ્થિતોના મન બહેલાવ્યા. બાળકોને સમાજના પ્રેસિડેન્ટ દિલિપભાઇ મીઠાણી તરફથી રમકડાં અને ગેમ્સની ભેટ મળી. મટકી તોડથી સ્વાદિષ્ટ પ્રસાદની સુધીની મીઠાશ દિવસભર માણી સૌ વિખરાયાં. 

    મહામારીમાં વર્લ્ડ જ્યૂઈશ રિલ

    ગયા વર્ષે કોરોના મહામારીના પડકારો હોવા છતાં વર્લ્ડ જ્યૂઈશ રિલીફની ફંડરેઝિંગ આવક તેની અગાઉના વર્ષ કરતાં ૧૩ ટકા વધીને ૭.૨ મિલિયન પાઉન્ડ થઈ હતી. સંસ્થાના ડિરેક્ટર ઓફ ફિલાન્થ્રોપી એલીસા એવિગ્ડરે સિવિલ સોસાયટી મીડિયાના ફંડરેઝિંગ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ચેરિટીને લાગતું હતું કે આવકમાં ૨૦ ટકાનો ઘટાડો થશે અને સ્ટાફને ફર્લો પર ઉતારવો પડશે. જોકે, ફંડરેઝિંગમાં ચેરિટી માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું. ચેરિટીએ તેનું ફંડરેઝિંગનું લક્ષ્ય વધાર્યું હતું અને થોડા સમય માટે ત્રણ સ્ટાફને ફર્લો પર ઉતાર્યા હતા.

    પૂ. મહંત સ્વામીની નિશ્રામાં જળ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૭મી સપ્ટેમ્બરને શુક્રવારે સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં જળઝીલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે BAPSના વરિષ્ઠ સંતો જળઝીલણી એકાદશીનું મહત્વ સમજાવતા પ્રવચનો કર્યા હતા. પૂ.મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વિશેષ બોટમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગુણાતીતાનંદ સ્વામીને રિમોટ કન્ટ્રોલ દ્વારા જળવિહાર કરાવ્યો હતો.