• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પક્ષના વિદેશ સંપર્ક વિભાગના સંયોજક તરીકે શ્રી દિગંતભાઈ સોમપુરા સહિત ચાર વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી છે. શ્રી સોમપુરા હાલ ન્યૂ ઈન્ડિયા ટાઈમ્સ ગ્રૂપ અમેરિકાને કન્સલ્ટિંગ એડિટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નોન રેસિડેન્ટ્સ ગુજરાતી સેન્ટર/કમિટીના માનદ ચેરમેન છે.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ ઓગસ્ટે પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા તેને પાંચ વર્ષ પૂર્ણ થયા હતા. પૂ. મહંત સ્વામીએ મંદિર પરિસરમાં આવેલા યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરે પહોંચીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હતા. ૧૭ ઓગસ્ટે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ સભાનું આયોજન કરાયું હતું. તેમાં BAPSના વિદ્વાન સંતોએ પૂ. પ્રમુખ સ્વામીના જીવન અને કાર્યો વિશે માહિતી આપી હતી અને તેમની સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા.
૧૫ ઓગસ્ટને રવિવારે ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિને અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર કુમકુમ ખાતે સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામીનારાયણ ભગવાનને તિરંગાના ભવ્ય શણગાર સજવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૨ ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે વિશેષ સભાનું આયોજન કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ સભામાં ઉપસ્થિત હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને રક્ષાબંધન પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે હરિભક્તોને આપવાની રાખડીઓ તેમના સ્પર્શથી પવિત્ર કરી હતી.
• GHSપ્રેસ્ટનના સ્મૃતિ વિશેષાંકનું લોકાર્પણ - ગુજરાત હિંદુ સોસાયટી (GHS) સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN દ્વારા સંસ્થાની વર્ષ ૧૯૬૫થી ૨૦૨૧ સુધીની ગૌરવ ગાથાનું સોવેનિયર તૈયાર કરાયું છે. તેનું લોકાર્પણ તા.૨૯.૮.૨૦૨૧ને રવિવારે બપોરે ૨થી ૪.૩૦ દરમિયાન સંસ્થાના મુખ્ય હોલમાં રખાયું છે. આ પ્રસંગે ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અગાઉ સંસ્થામાં પ્રમુખ, મંત્રી, ખજાનચી તથા ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂકેલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
સંપર્ક. 01772 253 901
૨૩ ઓગસ્ટે બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ અને ક્રેવનના કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ડિસ્ટ્રિક્ટના અગ્રણીઓ સેન્ટનરી સ્ક્વેર ખાતે રિજનલ એન્ટી રેસિઝમ મૂવમેન્ટના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા. આ મૂવમેન્ટનું આયોજન વેસ્ટ યોર્કશાયર અને હેરોગેટ હેલ્થ એન્ડ કેર પાર્ટનરશીપ (WY&H HCP) અને વેસ્ટ યોર્કશાયર વાયોલન્સ રિડક્શન યુનિટ (VRU) દ્વારા કરાયું હતું. આ પ્રદેશમાં ૨૩મીએ જ લગભગ ૫૦૦ સંસ્થાઓ અને કોમ્યુનિટી સહયોગીઓએ અલગ અલગ સ્થળોએ આ મૂવમેન્ટનો પ્રારંભ કર્યો હતો.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. જન્માષ્ટમી નિમિત્તે ૩૦ ઓગસ્ટને સોમવારે વિશેષ સભાનું આયોજન કરાયું હતું. BAPS સંસ્થાના અગ્રણી સંતોએ પ્રવચનો કર્યા હતા અને હરિભક્તોને જન્માષ્ટમી પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા અને જન્મોત્સવમાં ‘નંદ ઘેર આનંદ ભયો‘નું ગાન કર્યું હતું.
૨૨ ઓગસ્ટને રવિવારે હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા કાર્ડિફમાં સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસના મેમ્બર્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સે ભારતીય ઓનરરી કોન્સુલ રાજ અગરવાલ સાથે મળીને કર્યું હતું. અગાઉના વર્ષોની માફક આ કાર્યક્રમનું આયોજન આર્મ્ડ ફોર્સીસ, ઈમરજન્સી સર્વિસીસ અને કોમ્યુનિટી અગ્રણીઓએ કોમ્યુનિટીને આપેલા મૂલ્યવાન યોગદાન બદલ તેમને સમર્થન દર્શાવવા અને તેમનો આભાર માનવા માટે કરાયું હતું.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૮-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
