સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    • શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૨૧નું નીક પરમાર, રાજવી અને મિત્રોના લાઈવ બેન્ડ સાથે તા.૭.૧૦.૨૧ને ગુરુવારથી તા.૧૬.૧૦.૨૧ને શનિવાર દરમિયાન સાંજે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 5PEખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8904 9191

    BAPSની ઐતિહાસિક સ્મૃતિ પદયાત્રા

    ત્રીજી ઓક્ટોબરને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામીની ૮૮મી જન્મજયંતી નિમિત્તે વિશેષ પદયાત્રાનું આયોજન કરાયું હતું.

    ચંદુ ટેલર એન્ડ સન્સ દ્વારા ૨૫મ...

    હિંદુ પંચાંગ પ્રમાણે શ્રાદ્ધ એવો સમય છે જ્યારે પરિવારો અને મિત્રો મૃત્યુ પામેલા તેમના પ્રિયજનોની યાદમાં શોક પાળે છે. ચંદુ ટેલર એન્ડ સન્સ દ્વારા પરિવારોને ૧૯૯૩થી સર્વિસ આપવામાં આવે છે. તેમણે ૧૯૭૭થી તે પરિવારો વતી વાર્ષિક ભજનો યોજવાનો નિર્ણય કર્યો હતો. પહેલા તો તેમણે તેમના સાઉથગેટના પ્રિમાઈસીસમાં ભજનો યોજવાનું શરૂ કર્યું. પછી તેમને મળેલા ખૂબ સારા પ્રતિભાવથી લાગ્યું કે તેમને મોટું સ્થળ જોઈશે.  
    શ્રાદ્ધના દિવસોમાં સ્વર્ગસ્થ માટે પ્રાર્થના કરવાની હોય ત્યારે માત્ર બે વીકેન્ડ હોય છે. આ કાર્યક્રમ માટે હિંદુ પંચાંગની ચોક્કસ તારીખના છ મહિના અગાઉથી આયોજન કરવું પડે છે.    

    સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપે ગ્રાહક

    યુકે અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને ભારે નુક્સાન પહોંચાડનાર કોવિડ – ૧૯ મહામારીને લીધે સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપે તેના ગ્રાહકોને £૧૧૦ મિલિયન કરતાં વધુ રકમનું જંગી રિફન્ડ ચૂકવ્યું હતું. લગભગ ૪૦ વર્ષથી કાર્યરત સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપ કોરોના મહામારીને લીધે રદ થયેલા તમામ પેકેજ હોલિડેઝનું તમામ રિફન્ડ ચૂકવનારી યુકેની મુખ્ય ટ્રાવેલ કંપનીઓ પૈકીની એક છે.

    અમેરિકાના રોબિન્સવિલના અક્ષર...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૦ ઓક્ટોબરે અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં સ્વામીનારાયણ અક્ષરધામ કેમ્પસમાં શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિનું અનાવરણ કરાયું હતું. તેમાં પૂ. મહંત સ્વામી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અમેરિકામાં પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીના નેતૃત્વમાં આ ઉજવણી યોજાઈ હતી. ભગવાન સ્વામીનારાયણ આ પૃથ્વી પર ૪૯ વર્ષ રહ્યા હતા તેની સ્મૃતિમાં પિત્તળમાંથી બનાવાયેલી આ મૂર્તિ ૪૯ ફૂટ ઉંચી છે.

    • ગાયત્રી પરિવાર દ્વારા નવરાત્રી નિમિત્તે દીપ યજ્ઞનું આયોજન ૧૭.૧૦.૨૦૨૧ને રવિવારે સવારે ૧૦:૩૦ – ૧૨:૩૦ દરમિયાન માંધાતા યૂથ અને કૉમ્યુનિટી સેન્ટર ૨૦ A રોઝમેડ એવન્યુ, વેમ્બ્લી, મિડલસેક્સ HA9 7EEખાતે કરવામાં આવેલ છે.

    • શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૨૧નું નીક પરમાર, રાજવી અને મિત્રોના લાઈવ બેન્ડ સાથે તા.૧૬.૧૦.૨૧ને શનિવાર દરમિયાન સાંજે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 5PEખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8904 9191

    ભૂજ સ્વામીનારાયણ મંદિરના સંત

    ગયા અઠવાડિયે ભૂજ સ્વામીનારાયણ મંદિરના ત્રણ સંતો લંડન આવી પહોંચ્યા હતા. તેઓ અગાઉ આવેલા સંતોની સાથે જોડાશે અને નરનારાયણ દેવ ભૂજ મંદિરના તાબા હેઠળના તમામ સ્વામીનારાયણ મંદિરોની મુલાકાત લેશે. (ડાબેથી) પૂરાણી કેશવજીવન દાસજી સ્વામી, કૃષ્ણચરણ દાસજી સ્વામી અને ભક્તજીવન દાસજી સ્વામી.

    આઈલ્સબરી હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ

    આઈલ્સબરી હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT) દ્વારા ૯ ઓક્ટોબરને શનિવારે યોજાયેલ નવરાત્રિ ૨૦૨૧માં લગભગ ૩૫૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. AHTT દ્વારા આ ચોથા વર્ષે નવરાત્રિનું આયોજન કરાયું હતું. તેમાં સ્તુતિ અને આરતી પછી રાસગરબા યોજાયા હતા. આઈલ્સબરીના સમાજે ગુજરાતી અને હિંદી સંગીત સાથે ટ્રેડિશનલ ગરબા અને દાંડિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રંગબેરંગી ટ્રેડિશનલ ચણિયાચોળી અને સાડીમાં સજ્જ યુવતીઓ અને મહિલાઓ ગરબામાં જોડાઈ હતી.

    પૂ. મહંત સ્વામીનું સારંગપુરમા

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ ઓક્ટોબરે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં અખિલ ભારતીય બાલ – બાલિકા કારિકા મુખપાઠ સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં અક્ષર પુરુષોત્તમ દર્શન કારિકાના ૫૬૫ શ્લોક યાદ રાખનારા બાલ – બાલિકાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. પૂ. મહંત સ્વામીએ .તેમને આશિર્વચન પાઠવ્યા હતા.