સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમો

    ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી
    લંડનમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન WC1H 9JE ખાતે તા.૨.૧૦.૨૦૨૧ને શનિવારે સવારે ૯.૪૫ વાગે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધી જયંતીની ઉજવણી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ કરાય છે. કાર્યક્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. તે પછી ભજનો રજૂ થશે.      

    ૨૦ સપ્ટેમ્બરે શરૂ થયેલી ઓર્ગન ડોનેશન વીકની ઉજવણી માટે BAPS સ્વામીનારાયણ સંસ્થા  (BAPS) દ્વારા ઓર્ગન ડોનેશન (અંગદાન) અને તે કરવાની કોઈકની ઈચ્છા માટે પરિવારમાં શા માટે વાતચીત જરૂરી છે તેની સમજ આપતો નવો એજ્યુકેશનલ વીડિયો લોંચ કરાયો હતો.

    • વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ – 07895401011

    ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

    લંડનમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન WC1H 9JE ખાતે તા.૨.૧૦.૨૦૨૧ને શનિવારે સવારે ૯.૪૫ વાગે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધી જયંતીની ઉજવણી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ કરાય છે. કાર્યક્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. તે પછી ભજનો રજૂ થશે.      

    BAPS સ્વામીનારાયણ સંસ્થા UKના ભૂત

    વિનોદભાઈ એચ પટેલનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ કેન્યાના નાઈરોબીમાં થયો હતો. ૧૯૫૭માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાર્કલેઝ બેંકથી કરી હતી. ૧૯૫૮માં તેઓ ઈસ્ટ આફ્રિકન એરવેઝમાં રિઝર્વેશન એજન્ટ તરીકે જોડાયા હતા. ૧૯૭૨માં રિઝર્વેશન્સ મેનેજર તરીકે તેમની ટ્રાન્સફર લંડન કરાઈ હતી.    

    ભવન, યુકેના વાઈસ ચેરમેન અને ભૂ

    ભારતીય વિદ્યા ભવન, યુકેના વાઈસ ચેરમેન અને ભૂતપૂર્વ ટ્રેઝરર કિશોર દેવાણીનું ૨૩.૯.૨૧ને ગુરુવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.  
    તેઓ '૭૦ના દસકાથી ધ ભવનની એક્ઝિક્યુટિવ કમિટીના સક્રિય સભ્ય હતા અને તેમના પરિવારે પણ સંસ્થાને ડોનેશન દ્વારા મદદ કરી હતી.

     સંભવિત હેટ ક્રાઈમમાં વોશિંગ્ટન સ્ટેટના સીએટલની દક્ષિણમાં આવેલા શીખ ગુરુદ્વારામાં ભાંગફોડ કરનારી શકમંદ વ્યક્તિની પોલીસ તપાસ કરી રહી છે. ફેડરલ વે પર આવેલા ખાલસા ગુરમત સેન્ટરમાં ગઈ ૧૭મીએ થયેલી તોડફોડમાં કેટલાંક પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક સાધનો ચોરાયા હતા.

    પૂ. મહંત સ્વામીના જન્મજયંતી પર...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૬મી સપ્ટેમ્બરથી પ.પૂ. મહંત સ્વામી મહારાજના ૮૮મા જન્મ જયંતી પર્વની ઉજવણી ચાલી રહી છે, જે ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પર્વ નિમિત્તે વિશેષ સભાનું આયોજન થાય છે. સાધુઓ દ્વારા પ્રવચનો થાય છે અને પૂ. મહંત સ્વામી આશીર્વચન પાઠવે છે. સવારની નિત્યપૂજામાં સારંગપુર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ BAPS મંદિરોના સાધુ - સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો નિહાળે છે. સાધુઓ દ્વારા કિર્તન રજૂ કરવામાં આવે છે.

    પૂ. મહંત સ્વામીની ૮૮મી જન્મજયં...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી પૂ. મહંત સ્વામીના ૮૮મા જન્મ જયંતી પર્વની ઉજવણી થઈ હતી. ૩૦મીએ વિશેષ સભાનું આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

    • વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ – 07895401011