સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    રાજકોટ ગુરુકુળ દ્વારા ઘનશ્યામ મહારાજ પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે તા. 7થી 10 એપ્રિલ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. 

    વડીલોને નવી ઊર્જા આપનાર પાવરહ

    વડીલો માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી બહુ જ અગત્યની હોય છે. એકલતા અનુભવતા વડીલો જ્યારે એક-બીજાને મળે અને ચર્ચા કરે તો નવી ઊર્જા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને 2007માં મિલન ગ્રૂપ - વોલિંગ્ટનની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં 10-15 સભ્યો દર બુધવારે સવારના 11થી બપોરના 2 સુધી મળતા હતા. અત્યારે 90 સભ્યો છે, આમાંથી 50થી 60 જેટલા સભ્યો દર બુધવારે ઉત્સાહ સાથે આવે છે.

    આજોલના સંસ્કાર તીર્થમાં રોજગ

    વધતી મોંઘવારી શિક્ષણ પર પ્રતિકૂળ પ્રભાવ સર્જે છે. આમાંય મધ્યમવર્ગી પરિવારમાં કમાનાર એક હોય ત્યારે મોંઘવારીનો માર મૂંઝવે. ઉત્તર ગુજરાતમાં માણસા નજીક સંસ્કાર તીર્થ - આજોલમાં કન્યા શિક્ષણ દ્વારા મહિલા સશક્તિકરણનું કામ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી બાબુભાઈ શાહે કર્યું. તેમણે ધખાવેલી ધૂણી અખંડ રાખવાનું શ્રેય વિદ્યાપીઠમાં વિદ્યાર્થિની ડો. યોગિની મજમુદારે કર્યું. રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તમ શિક્ષક તરીકે સન્માનિત અને અનુપમ મિશનના શાલિન માનવરત્ન સહિત સંખ્યાબંધ એવોર્ડ પામનાર માત્ર શિક્ષણને વરેલ ડો. મજમુદાર ગામડાંગામમાં શિક્ષણના વિરલ અને એકલ યોદ્ધાં બનીને ઝઝૂમે છે.

    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ જ

    ચૈત્ર સુદ નોમના રોજ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીજી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની 241મી જયંતીની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણનું ષોડ્ષોપચાર પૂજન કરાયું હતું તેમજ પુષ્પો અને મોતીથી મહાભિષેક કરાયો હતો.

    સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - કલ...

    સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કલોલનો 7મો વાર્ષિક પાટોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો હતો.

    હેરો હવેલીમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ, પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના આશીર્વાદ સાથે વૈષ્ણવ સંઘ યુ.કે. સૌ વૈષ્ણવોને હેરોની શ્રીનાથધામ હવેલીમાં તા. ૨૬ એપ્રિલના રોજ બપોરે ૧૨.૦૦થી શ્રી મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવમાં સામેલ થવા નિમંત્રણ પાઠવે છે. આ પ્રસંગે રાજભોગ દર્શન, આરતી, આચાર્યશ્રીને માલા-તિલક ધોતી, ઉપરણા મનોરથ ત્યારબાદ ૫.૩૦થી શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી લાઇવ ઝૂમ ઉપર વચનામૃત કરશે.

    VVUK ડેલિગેશન નવા ભારતીય કોન્સ્યુલેટ જનરલની મુલાકાતે

    વોહરાવોઈસ યુકે (VVUK)ના પ્રતિનિધિઓ, નોર્થ ઓફ ઈંગ્લેન્ડના એન્ટ્રેપ્રીન્યોર્સ, બિઝનેસમેન, સામાજિક કાર્યકરો, કોમ્યુનિટીના પ્રતિનિધિઓએ બર્મિંગહામમાં નવનિયુક્ત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, મિસ અમાનત માનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

    આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદ...

    શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર આચાર્ય સ્વામીજી મહારાજે ઓસ્ટ્રેલિયામાં પરિવ્રાજક સમ સત્સંગ વિચરણ કરીને હજારો હરિભક્તો પર સંસ્કાર વર્ષા કરીને સત્સંગની હરિયાળી પાથરી છે. તેના પરિપાક રૂપે આજે પર્થ, સિડની, મેલબોર્ન, એડિલેડ, બ્રિસ્બેન વગેરે શહેરોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો વસે છે.

    સ્વામી સ્વરૂપાનંદજીએ નવા જીર

    ચિન્મય મિશન સંસ્થાના ગ્લોબલ હેડ, પરમ પવિત્ર સ્વામી સ્વરૂપાનંદજીએ રામનવમીના દિવસે ઉત્તર લંડનના હેન્ડનમાં નવા જીર્ણોદ્ધાર કરાયેલ 'ચિન્મય કીર્તિ' ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.

    BAPSના સેવા કાર્યોને બિરદાવતા વડ...

    બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણ દાસ સ્વામી અને વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ગયા શનિવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.