કુંજ નામનું પક્ષી ઉનાળામાં ઈંડાં મૂકીને હજારો કિ.મી. દૂર જતું રહે છે, પણ મનથી તે પોતાના ઈંડાથી દૂર થતું નથી, એટલે બીજી સીઝનમાં જ્યારે તે ઈંડાં પાસે આવે છે ત્યારે બચ્ચાં બહાર નીકળી ગયાં હોય છે! ગુજરાત બહાર વસતા ગુજરાતીઓએ આ કુંજ પક્ષી જેવો પ્રેમ ગુજરાત સાથે રાખ્યો છે. તેઓ ગુજરાતથી જોજનો દૂર જવા છતાં ગુજરાતને પોતાના મનથી અળગું થવા દેતા નથી; અને એ બાબત 1 મે ગુજરાત સ્થાપના દિવસની યુકેમાં થતી આ ઉજવણીથી તેઓ સિદ્ધ કરે છે, એમ ભારત સરકારના કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ પ્રધાન શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન-યુકે (NCGO-UK) તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકો ઉપરાંત ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાઇટનના સહયોગથી પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની યોજાયેલી ઉજવણીના મુખ્ય મહેમાનપદેથી શ્રી રૂપાલાએ આ મુજબ જણાવ્યું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક-જ્ઞાતિ સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમોની રૂપરેખા...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - યુકે અને યુરોપ દ્વારા સનાતન હિન્દુ ધર્મના મશાલવાહક પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન થયું છે. જેમાં નિસ્ડન મંદિર ઉપરાંત બર્મિંગહામ, લેસ્ટર અને માંચેસ્ટરના બીએપીએસ મંદિર ખાતે વિદ્વાન પંડિતો દ્વારા ઇન્ડોર મહાયજ્ઞ યોજાશે.
નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ (NAPS) હોલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા તા. 1 મે, 2022ના દિવસે 62મા ગુજરાત-દિનની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. સંસ્થાઓના પ્રતિનિધિઓએ સભાને સંબોધન કર્યું હતું. સમગ્ર સમારંભમાં મુખ્યત્વે ગુજરાતના ગૌરવની વાત કરવામાં આવી હતી. સૌપ્રથમ NAPS કમિટીનાં મહિલા-સભ્યો દ્વારા તથા સંસ્થાઓ દ્વારા મંગલાચરણ સ્વરૂપે પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. હિતેશભાઈ તથા દક્ષાબહેન દ્વારા રાષ્ટ્રીય ગીત રજૂ કરાયું હતું
મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા સાઉદી અરેબિયાના રિયાધ ખાતે પ્રથમ ઐતિહાસિક આંતરધર્મ પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિ તરીકે સાધુ બ્રહ્મવિહારીદાસજીને આમંત્રિત કરાયા હતા. તેમના સંબોધન બાદ સૌ કોઈએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. ત્યાં ઉપસ્થિત ભારતીયોએ જણાવ્યું હતું કે અમે સૌ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં ધર્મસંસદમાં પ્રવચન આપ્યું તે સમયે તો નહોતા, પરંતુ આ ક્ષણને ‘વિવેકાનંદ ક્ષણ’ (Vivekanand Moment) તરીકે અનુભવી છે.
ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો કરી આ ભૂમિને તીર્થત્વ આપ્યું છે. એટલું જ નહીં, અહીં ઘેલા નદીના કિનારે સ્વહસ્તે માપ લઇને સુંદર મંદિર કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ મુજબ આજે ઘેલા નદીને કિનારે સુંદર નયનરમ્ય મંદિર નિર્માણ પામ્યું છે.
ગત ગુરૂવાર, ૧૯ મે'ના રોજ વેમ્બલીના શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ, શ્રી સનાતન મંદિરના ગોકલદાસ હોલમાં "આરોગ્યવર્ધિની યજ્ઞ"નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની પુષ્ટીમાર્ગીય હવેલીના પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજીના સાન્નિધ્યમાં યોજાયેલ "આરોગ્યવર્ધિની યજ્ઞ"માં લગભગ ૩૦૦થી વધુ વૈષ્ણવોએ ભાગ લીધો હતો. સવારે યજ્ઞનો સંકલ્પવિધિ કરાવ્યા બાદ બપોરે ૪.૦૦ વાગ્યાથી બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત શ્લોકોચ્ચાર સાથે યજ્ઞમાં હોમાત્મકવિધિ કરાવી હતી.
લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગડમ (LCUK) દ્વારા ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સતીષભાઈનો મુખ્ય સંદેશ યુવાનો અને મહિલાઓને વધારે સશક્ત બનાવવાનો હતો. તેમણે કહ્યું કે તેઓ વિશ્વભરમાં લોહાણાઓ વચ્ચે નેટવર્કિંગને મજબૂત કરવા પર કામ કરી રહ્યાાં છે.
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એ ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સતીષભાઈનો મુખ્ય સંદેશ યુવાનો અને મહિલાઓને વધારે સશક્ત બનાવવાનો હતો. તેમણે કહ્યું કે તેઓ વિશ્વભરમાં લોહાણાઓ વચ્ચે નેટવર્કિંગને મજબૂત કરવા પર કામ કરી રહ્યાં છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓના કાર્યક્રમોની ઝલક...
