બ્રિટનમાં વસતા 30થી 35 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના સમાજની આગામી ત્રણ વર્ષ માટે નવી ટીમની વરણી કરાઇ છે. તાજેતરમાં નોર્થ હોલ્ટ ખાતે મળેલી સાધારણ સભામાં પ્રમુખ તરીકે બળદિયાના માવજી ધનજી વેકરિયા (કેન્ફોર્ડ)ને એક ટર્મના વિરામ બાદ પુન: નિયુક્ત કરાયા છે. સૌને સાથે લઇ ઇન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટ સાકાર કરવાનો સંકલ્પ દોહરાવાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમાસથી લઈને ત્રીજ સુધી ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. આ માટે છેલ્લા બે મહિનાથી ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભગવાન સોનેરી વસ્ત્રો અને રાજાશાહી ઠાઠથી નગરચર્યા પર નીકળશે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષ અને ક્વીન એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે અક્ષયપાત્ર ફાઉન્ડેશન - યુકે દ્વારા સ્વાતિ નાટેકરના લાઇવ ઇન કોન્સર્ટ ‘નઝરાના - ધ ઓફરિંગ’નું આયોજન કરાયું હતું.
બેસ્ટવે હોલસેલ દ્વારા 17 જૂનના રોજ ધ રોયલ એસ્કોટ ખાતે એન્યુઅલ ચેરિટી રેસ ડે યોજાયો હતો.
બ્રિટિશરો જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને DWP યુનિવર્સલ ક્રેડિટ પરના તમામ બાળકોને શાળામાં મફત ભોજન આપવાની સલાહને પડતી મૂકી છે.
ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનિયર ભીખુભાઇ પટેલના માર્ગદર્શનમાં સંસ્થાના 75મા સ્થાપના દિનની મહાપૂજાથી વૃક્ષારોપણ સહિતના અનેકવિધ આયોજન સાથે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શિવમ ફાઉન્ડેશન દ્વારા યુકેમાં વિવિધ સ્થળે શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું છે, જેના ભાગરૂપે 29 જુલાઇથી બોલ્ટનમાં પ.પૂ. ગિરિબાપુના વ્યાસાસને શિવકથા યોજાઇ છે. ઉચ્ચ કોટિના કથાકાર તરીકે દેશવિદેશમાં આગવી નામના ધરાવતા ગિરિબાપુના મુખે શિવકથાનું રસપાન જીવનનો લ્હાવો ગણાય છે.
જેએફએસ કેન્ટન ખાતે એ આર રહેમાન અને બોલિવૂડ મેલોડિઝ થીમ પર આધારિત જય હો કોન્સર્ટનું આયોજન કરાયું હતું.
