ગુર્જર હિન્દુ યુનિયન (જીએચયુ)ને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ - MBE સન્માન એનાયત થયું છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને તાજેતરમાં 37 વર્ષ પૂર્ણ થતં ભગવાનને વિશિષ્ટ શણગાર સજવામાં આવ્યા હતા.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર દ્વારા આગામી પહેલી જુલાઈન રોજ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય દ્વારા સંચાલિત વિવિધ જ્ઞાતિ સંગઠનો અને ધાર્મિક સંસ્થાનોના ભાવિ આયોજનની ઝલક...
નોર્થ લંડનના સ્ટાનમોરસ્થિત સ્વામિનારાયણ મંદિર ૨૮ મે 2022ના શનિવારે ‘ભજન અને ભોજન’ના અનોખા ચેરિટી ઈવેન્ટ સાથે ઝળાહળાં થઈ ઉઠ્યું હતું. શ્રી સનાતન ભજન મંડળ અને ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન યુકેની આ સહિયારી પહેલ હતી. વિશ્વ હંગર ડે 2022 – વિશ્વ ક્ષુધા દિન નિમિત્તે અક્ષય પાત્ર યુકે દ્વારા ભારતમાં અને યુકેમાં બાળકો અને જરૂરિયાતમંદોની સહાયાર્થે ફંડરેઈઝિંગ ઈવેન્ટ કરવામાં આવ્યો હતો. અગ્રણી ગાયક વિકેશ ચાંપાનેરીએ ‘રાધા માધવ કુંજ વિહારી’ ભજનથી આરંભ કરી કેટલાક યાદગાર ભજનોની રમઝટ બોલાવી ઓડિયન્સને રોમાંચિત કરી દીધું હતું.
મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે, ગુજરાત હિન્દુ સોસાયટીના વૃદ્ધ લંચ ક્લબ દ્વારા કેન્દ્રમાં ૧૪૦ થી વધુ લોકો માટે એક વિશાળ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધ લંચ ક્લબના સભ્યો, સ્વયંસેવકો અને કેન્દ્રના શુભેચ્છકોનો સમાવેશ થતો હતો.
ગુજરાત કલ્ચરલ સોસાયટી (જીસીએસ) દ્વારા 26 જૂનના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ‘વેવ્સ ઓફ સાઉન્ડ્સ બાય જ્યોત્સના શ્રીકાંત’ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.
વિહિપ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગ ડે પ્રસંગે 19 જૂન - રવિવારે સવારે 10-00 વાગ્યથી વિનામૂલ્યે વર્કશોપ યોજાયો છે.
