ભારતીય સમુદાયની સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક સંસ્થાઓની ગતિવિધિઓની ઝલક...
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
૧લી મે એટલે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ.
યુક્રેનના જરૂરતમંદ શરણાર્થીઓની મદદ માટે ઉદાર હાથે ફાળો ઉઘરાવવા માટે રવિવારે લોટસ ટ્રસ્ટ તથા ઇસ્કોન ભક્તિવેદાન્તા મેનોર તરફથી ચેરિટી વોકનું આયોજન કરાયું હતું. વોકના અંતે એકત્ર થયેલી રકમને યુક્રેનના કીવ અને ખાર્કિવ પ્રાંતોમાં મોકલવાનું આયોજન કરાયું હતું.
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં સતત અઢી મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક વિશિષ્ટ સામાજિક અભિયાન ‘પારિવારિક શાંતિ અભિયાન -૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું હતું.
લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં લંડન ખાતે ભગવાન બસવેશ્વરાની 889મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
સર્વિસીસ ફોર NRI લિમિટેડ તમામ બિનનિવાસી ભારતીયો (NRI) તથા ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCIs) માટેની યુકે ખાતેની ભારતીય નિયમન સેવાઓની સૌથી અગ્રણી પ્રોવાઇડર છે. તેઓ હેરો ઓફિસની બહાર NRI સમુદાય માટે સેવાઓ પૂરી પાડે છે.
બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી જૈન ઓલ પાર્ટી સંસ્થા તથા ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દર વર્ષે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરે છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ ઓન લાઇન ઉજવણી ૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ કરવામાં આવી. જેનું પ્રસારણ વિશ્વવ્યાપી સ્તરે થયું હતું.
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ (મણિનગર) ખાતે અખાત્રીજ - મંગળવારના રોજ પરંપરા અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો - ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી, મહામુનીશ્વરદાસજી સ્વામી, મુનીભૂષણદાસજી સ્વામીએ વગેરે સંતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના પવિત્રતમ દિવસે ચંદનનાં કલાત્મક વાઘા - શણગાર ધરાવ્યા હતા.
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘સંત પરમ હિતકારી’ કથા પારાયણ તેમજ ‘તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’ કિર્તન આરાધના એમ ચાર દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
