હેય્સના નવનાત સેન્ટર ખાતે 21 ઓગસ્ટ રવિવારના રોજ ભારતીય હાઇ કમિશન અને સમુદાય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. બ્રિટનમાં ભારતના કાર્યકારી હાઇ કમિશનર સુજિત ઘોષ દ્વારા તિરંગો ફરકાવાયો ત્યારે દેશભક્તિનો જુવાળ ચરમસીમા પર પહોંચ્યો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરશિપ કેન્ડિડેટ રિશી સુનકે PMપદની દાવેદારી મજબૂત કરતા જણાવ્યું હતું કે, ‘‘હું એવી સરકાર બનાવવા માંગુ છું કે જેના પર તમે ગર્વ અનુભવી શકો. અમે ફુગાવાના તાત્કાલિક પડકારોમાંથી સફળતાપૂર્વક પસાર થઈશું. તમે મને તે કરતા જોયો છે, મારી પાસે ક્ષમતા છે, મારી પાસે આ દેશને મુશ્કેલ સમયમાંથી પસાર કરવાનો અનુભવ છે. હું એક એવો બ્રિટન બનાવવા માગું છું જ્યાં અમારા બાળકો રાત્રે શેરીઓમાં સુરક્ષિત રીતે ચાલી શકે. એક એવો બ્રિટન જ્યાં અમારી અર્થવ્યવસ્થા સૌથી વધુ ગતિશીલ હોય.”
મા કૃપા ફાઉન્ડેશન-યુકે દ્વારા તાજેતરમાં પૂ. રામબાપાના આશીર્વાદથી શ્રી જીજ્ઞેશદાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ધર્મપ્રેમી ભાવિકજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આણંદમાં અક્ષરફાર્મ ખાતે પૂ. મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે કૃષ્ણલીલા અંતર્ગત કાલિય દમન કંસનો સંહાર, મટકી ફોડ વગેરે લીલાઓને પ્રસ્તુત કરી હતી.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રેરક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સમર્પિત કરવા માટે રવિવારે બીએપીએસ મંદિરે સનાતન ધર્મ સંત સંમેલનનું આયોજન કરાયું હતું.
લેક ડિસ્ટ્રીક્ટ (યુરોપ)ના વિન્ડરમેર ખાતે અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ - મણિનગર - અમદાવાદ)ના સંસ્થાપક સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું હતું તેમજ સત્સંગ સભા યોજાઈ હતી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીએ તેમના આંતરરાષ્ટ્રીય વિચરણના ભાગરૂપે હાલમાં લંડનમાં પધરામણી કરી છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉત્સાહ દેશ-વિદેશમાં સર્વત્ર પ્રવર્તી રહ્યો છે. આ ભવ્ય અને અતુલનીય મહોત્સવની શાનદાર ઉજવણી માટે 600 એકર ભૂમિમાં હજારો સ્વયંસેવકો-સંતોની સેવાથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ આકાર લઈ રહ્યું છે.
લેક ડિસ્ટ્રીક્ટ (યુરોપ)ના વિન્ડરમેર ખાતે અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ - મણિનગર - અમદાવાદ)ના સંસ્થાપક સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું હતું તેમજ સત્સંગ સભા યોજાઈ હતી.
UN સાથે સંકળાયેલી તેમજ લંડન, ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, શિકાગો, નવી દિલ્હી, નાઈરોબી, અબુ ધાબી અને સિડનીમાં મુખ્ય કેન્દ્રો ધરાવતી આંતરરાષ્ટ્રીય સામાજિક-આદ્યાત્મિક સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હવે પેરિસમાં પણ મહત્ત્વના પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે. ‘અદ્ભૂત સ્થાપત્ય’ તરીકે ઓળખાનારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સમારોહ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાયો છે.
