યુકેના સૌપ્રથમ સનાતન હિંદુ ધર્મ અંત્યેષ્ટી સંસ્કાર ભવન- ઓમ ક્રિમેટોરિયમની ભૂમિપૂજન વિધિનું આયોજન 15 જુલાઇએ કરવામાં આવ્યું હતું. સંત ભગવંત સાહેબજીની દિવ્ય હાજિરીમાં અનુપમ મિશન યુકે દ્વારા ડેનહામ ખાતે આયોજિત આ એતિહાસિક પ્રસંગે પૂજ્ય શાંતિદાદા, પૂજ્ય અશ્વિનભાઇ, યજમાન સહિત ધાર્મિક, રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
યુકેના સૌપ્રથમ સનાતન હિંદુ ધર્મ અંત્યેષ્ટી સંસ્કાર ભવન- ઓમ ક્રિમેટોરિયમની ભૂમિપૂજન વિધિનું આયોજન 15 જુલાઇએ કરવામાં આવ્યું હતું. પૂજ્ય સાહેબજીની દિવ્ય હાજરીમાં અનુપમ મિશન યુકે દ્વારા ડેનહામ ખાતે આયોજિત આ એતિહાસિક પ્રસંગે પૂજ્ય શાંતિદાદા, પૂજ્ય અશ્વિનભાઇ, યજમાન સહિત ધાર્મિક, રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત એકરના ભવ્ય પ્રાંગણમાં 22થી 31 જુલાઇ સુધી 10 દિવસ ચાલનારા ભવ્ય સાંસ્કૃતિ ઉત્સવનું આયોજન કરાયું છે.
વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં નીસડન મંદિર તરીકે સુવિખ્યાત બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરથી આલ્પરટોન સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નોર્થ લંડન, હર્ટફોર્ડશાયર, કેમ્બ્રિજ અને સરેમાં 8 લક્ઝરી કેર હોમનું સંચાલન કરી રહેલું ટીએલસી કેર ગ્રુપ ટૂંકસમયમાં નવમા કેર હોમનો પ્રારંભ કરશે. જો તમે તમારા પોતાના અથવા તો કોઇ પ્રિયજન માટે કાળજી માટે તપાસ કરી રહ્યાં છો તો પિન્નર ખાતે નવા શરૂ થનારા કૈલાશ મનોર કેર હોમમાં જોડાવાની તક તમારી પાસે છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નવનાત વણિક એસોસિએશન દ્વારા નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ Hayes UB3 1AR ખાતે 14મી ઓગસ્ટના રવિવારના રોજ સવારના 11થી રાતના 8 કલાક સુધી વાર્ષિક જનમાષ્ટમી મેળાનું આયોજન કરાયું છે.
સરે ગુજરાતી હિન્દુ સોસાયટીની એન્યુઅલ જનરલ મીટિંગ 17 જુલાઇના રોજ યોજાઇ હતી, જેમાં નવી સમિતિના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
બિનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન કટોકટીના અસરગ્રસ્તો માટે ભોજનનો સામૂહિક કોમ્યુનિટી સર્વિસ ઈવેન્ટ યોજાયો હતો.
