ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)- બ્રિટનની ટીમો વચ્ચે લંડન સ્થિત ઇન્ડિયન જિમખાના ખાતે એક ટી-20 ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
લંડનમાં દાઉદી વોરા સમાજ દ્વારા આયોજિત 10 દિવસિય અશરા મુબારક આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહીને ઇતિહાસ સર્જ્યો હતો. હિઝ હોલિનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દિન સાહેબે દાઉદી વોરા સમાજને માદરે વતનમાં સ્થિતિ સુધારવામાં મદદ કરવાની સાથે સાથે વસવાટના દેશોમાં હકારાત્મક યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું હતું.
બ્રિટનના સૌથી જૂના મુસ્લિમ સંગઠન અહેમદિયા મુસ્લિમ સમાજ દ્વારા હેમ્પશાયર ખાતે પાંચથી સાત ઓગસ્ટ દરમિયાન જલસા સાલાનાનું આયોજન કરાયું હતું. આ વાર્ષિક અધિવેશનમાં સમુદાયના 26,000 કરતાં વધુ સભ્યો હાજર રહ્યાં હતાં. અધિવેશનમાં અહેમદિયા મુસ્લિમ સમાજના વૈશ્વિક આગેવાન અને સમાજના ખલિફ (આધ્યાત્મિક નેતા) હિઝ હોલિનેસ હઝરત મિર્ઝા મસરૂર એહમદે આગેવાની આપી હતી.
ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદથી ભુજ મંદિર યુકેના પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજ (યુકે)નો મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 1થી 7 ઓગસ્ટ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવાયો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હાઇ કમિશન ઓફ ઇન્ડીયાના સહયોગથી યુકેનો ભારતીય સમાજ રવિવાર તા. 21 ઓગષ્ટ 2022ના રોજ સવારના 10.30 થી 4.00 સુધી નવનાત સેન્ટરમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહેલ છે
ચેરિટીના ઉમદા ઉદ્દેશ સાથે પર્ફોર્મ કરવા માટે 27 ઓગસ્ટે (સાંજે 6.45 કલાકે) ફરી એક વખત સ્ટેજ પર આવી રહ્યું છે સોલ્સ રિયુનાઇટેડ.
વિશ્વવંદનીય સંતવિભૂતિ અને બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સૂત્રધાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ધામગમનની 13 ઓગસ્ટના રોજ છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ અમદાવાદ મંદિરે સાંજે ‘મહંતસ્વામી રૂપે આજ મારો હાથ ઝાલ્યો છે’ થીમ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિસભા યોજાઇ હતી. જેમાં અમદાવાદના ભક્તો-ભાવિકો સહિત જીવંત પ્રસારણ દ્વારા લાખો ભક્તોએ સ્મૃતિ કરી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ દ્વારા 13 ઓગસ્ટના રોજ વેમ્બલીમાં આવેલી આર્લપ્ટન કોમ્યુનિટી સ્કૂલ ખાતે ભારતના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
