સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    નીસડન મંદિર ખાતે પ્રેરણા ઉત્સ

    આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ પૈકીના એક અને નીસડન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણીમાં જોડાઇ રહ્યાં છે

    લેસ્ટર ખાતે પ્રજાપતિ એસોસિએશ

    શ્રી પ્રજાપતિ એસોસિએશન (SAP) યુકે દ્વારા લેસ્ટર ખાતે 24 જુલાઇના રોજ સમાજના વડીલો માટે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક કાળજી પર રજૂઆત અને ચર્ચા કરવાનો હતો. એસપીએ લેસ્ટર કોમ્યુનિટી સેન્ટર ખાતે આયોજિત આ સ્નેહ મિલનમાં સમગ્ર યુકેના 14 અલગ અલગ શહેરોમાંથી આવેલા સમાજના 500 કરતા વધુ વડીલો અને 100 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના યજમાન અને આયોજક એસપીએ યુકે સીનિયર્સ કમિટી ટીમ અને એસપીએની તમામ શાખાઓના સ્વયંસેવકો હતા, જેમણે આખો દિવસ તમામ પ્રકારની સરભરા કરી હતી. આ કાર્યક્રમમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો અને તમામ ભોજન તથા પીણાં સ્ટીલની પ્લેટ, કપ અને કટલરીમાં પીરસાયાં હતાં. પ્રસાદનું વિતરણ પ્લાસ્ટિક બેગના સ્થાને કાગળની બેગમાં કરાયુ હતું.

    લંડનમાં અશરા મુબારક માટે દાઉદ

    ઇતિહાસમાં પહેલીવાર લંડનમાં વસવાટ કરતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા અશરા મુબારકના માતમ માટે આંતરરાષ્ટ્રીય જમાતનું આયોજન કરાયું છે. અશરા મુબારક ઇસ્લામિક મહિના મુહર્રમના પ્રથમ 10 દિવસ છે જે દરમિયાન મુસ્લિમો મોહમ્મદ પયગમ્બરના પૌત્ર ઇમામ હુસૈનની શહાદત યાદ કરીને માતમ મનાવે છે.

    બનારસ હિંદુ યુનિ.માં જૈન અભ્યા...

     જૈન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ્સ સપોર્ટ (JEIS) અને બનારસ હિદુ યુનિવર્સિટી (BHU) વચ્ચેના એક કરાર અંતર્ગત સંસ્થા દ્વારા બનારસ હિંદુ યુનિવર્સિટીને જૈન અભ્યાસ માટેનું ભગવાન શ્રેયસનાથ જૈન સ્ટડી ફંડ ઊભું કરવા રૂપિયા 1.05 કરોડનું દાન અપાશે.

    નીસડન મંદિર ખાતે જીવન, સંસ્કૃત...

    નીસડન મંદિર ખાતે આયોજિત 10 દિવસીય પ્રેરણા ઉત્સવ 31 જુલાઈના રોજ મુલાકાતીઓની ઐતિહાસિક હાજરી સાથે સમાપ્ત થયો. સાંજે, મુલાકાતીઓ અને સ્વયંસેવકોએ ઈંગ્લેન્ડની યુરો 2022 ઐતિહાસિક જીતની ઉજવણી કરી. જીવન, સંસ્કૃતિ અને સંવાદિતાની 10-દિવસીય ઉજવણી વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયને મદદ કરવા તેમજ સાથે મળીને આનંદ માણવા માટે કાયમ માટે સંભારણારૂપ બની રહેશે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નવનાતના જન્માષ્ટમી મેળામાં ર

    હવે થોડા દિવસ જ બાકી રહ્યાં છે. નવનાત વણિક એસોસિએશન યુકે દ્વારા ખુલ્લા મેદાનમાં વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે.

    માડાગાસ્કરમાં ભવ્ય મંદિરનું

    માડાગાસ્કરના પાટનગર અંતાનનારિવોમાં તાજેતરમાં જ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદઘાટન કરાયું છે. માડાગાસ્કરમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓની બહુમતી છે. આરતી-ભજન સહિતના ધર્મમય માહોલમાં મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્લા મૂકાયા હતા. 

    HSS યુકે દ્વારા આયોજિત નેક્સ્ટ જ...

    કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતાપદની હોડ ઉગ્ર બની છે, બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ રહી છે, ઘણી શાળાઓમાં વેકેશન શરૂ થયાં છે અને બ્રિટિશ લાયનેસે યુરોપિયન કપમાં વિજય હાંસલ કર્યો તેવા મહત્વના સપ્તાહમાં થેરેસાએ આગામી પેઢીના નેતાઓની યુથ ઇવેન્ટમાં એચએસએસ યુકેની ભરપૂર પ્રશંસા કરી હતી.

    ઓમ ક્રિમેટોરિયમઃ પરામર્શ, એકત

    અનુપમ મિશન દ્વારા બંકિંગહામશાયરના ડેનહામ ખાતે 30 જુલાઇ 2022ના શનિવારે સામુદાયિક ચર્ચાનું આયોજન કરાયું હતું જેમાં લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જિતેશ ગઢિયા અને બોબ બ્લેકમેન MP સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તે ઉપરાંત ચર્ચામાં હાજર રહેલા શાંતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને દાનવીર વિજય પટેલના પરિવાર દ્વારા ઓમ સ્મશાન પ્રોજેક્ટ માટે 1.25 મિલિયન પાઉન્ડનું માતબર દાન આપવાનું વચન અપાયું હતું.