લોર્ડ્ઝના ઐતિહાસિક લોન્ગ રૂમ ખાતે બુધવાર 12 ઓક્ટોબરે પ્રકાશના પર્વ દીવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી દીવાળીના વાસ્તવિક અર્થને જીવંત સ્વરૂપ આપવા પ્રયાસ કરાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
અનુપમ મિશન-યુકે દ્વારા પ.પૂ. સંત ભગવંત સાહેબજી, પ.પૂ. સંત શાંતિદાદા અને વડીલ સંત પ.પૂ. દિલીપદાસજીની પાવક ઉપસ્થિતિમાં ડેન્હામ ખાતે દિવાળી અને નૂતન વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 24 ઓક્ટોબરે લક્ષ્મી પૂજન અને શારદા પૂજન કરાયું હતું જ્યારે 26 ઓક્ટોબરે નૂતન વર્ષ આશીર્વાદ અને થાળ ઉત્સવ યોજાયા હતા. સાહેબજીના હસ્તે અન્નકૂટ આરતી થઇ હતી. હજારો હરિભક્તો તેમના પરિવારજનો અને મિત્રો સાથે અન્નકૂટ દર્શન સહિતના તમામ કાર્યક્રમોની ઉજવણીમાં ઉલ્લાસભેર જોડાયા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
દીવાળી પ્રકાશનું પર્વ છે. દીવાળીમાં આશા, સહિષ્ણુતા અને શુભેચ્છાઓનું વાવેતર કરીને ખુશીઓ મનાવાય છે. 24થી 26 ઓક્ટોબર 2022 સુધી નિસ્ડન મંદિર ખાતે દીવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરાઇ જેમાં લંડનના મેયર સાદિક ખાન, બ્રિટન ખાતેના ભારતીય હાઇકમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સહિત હજારો સ્થાનિકો અને દૂર દૂરથી આવેલા ભાવિકો જોડાયાં હતાં.
જૈન સમાજ માન્ચેસ્ટર દ્વારા વિશેષ દિવાળી સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરચક કાર્યક્રમમાં 320 મહેમાનોએ સ્મરણીય અને અદ્ભૂત સાંજને માણી હતી. કોમ્યુનિટીના કોઈ ઈવેન્ટમાં પરિવારોની ચાર પેઢીઓ ઉજવણી માટે એક સાથે આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ બની રહ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ કરાયું હતું અને તે પછી અદ્ભૂત વડીલ બહુમાન સમારંભ અને દીવાળીની ઉજવણીઓનો સમાવેશ થયો હતો.
દીવાળી એટલે ભવિષ્ય તરફ મીટ માંડવા અને ભૂતકાળને વાગોળવાનો સમય. યુકેમાં રજિસ્ટર્ડ થયેલી સખાવતી સંસ્થા ગીતા ફાઉન્ડેશન તરીકે જાણીતા હસુમતી બાલમુકુંદ ફાઉન્ડેશને તાજેતરમાં જ કેન્યાની રાજધાની નૈરોબીથી થોડા અંતરે આવેલા કિસુમુ ખાતે તૈયાર થઇ રહેલી સૌપ્રથમ આંખની હોસ્પિટલ માટે 22,000 પાઉન્ડનું દાન આપ્યું હતું. આ સાથે સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષમાં અપાયેલા દાનની રકમ 32000 પાઉન્ડ પર પહોંચી છે.
સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દીપોત્સવી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
વસો નાગરિક મંડળ-યુકેએ તેની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી 30 ઓક્ટોબર રવિવારે કરી હતી. આ સાથે જ વસો નાગરિક મંડળે નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજ સાથે સંયુક્ત રીતે દિવાળી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી પણ કરી હતી.
સડબરી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ જ્યોત વિરપુરધામ ખાતે સોમવાર - 31 ઓક્ટોબરે પ.પૂ. જલારામ બાપાની 223મી જન્મજયંતીની ભારે ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
બ્રિટનવાસી ગુજરાતી સમુદાયના સંગઠનોમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાદરણ બંધુ સમાજ (BBS-UK)ના યજમાનપદે આગામી રવિવાર - છઠ્ઠી નવેમ્બરે છ ગામ નાગરિક મંડળ-યુકેના વાર્ષિક મિલન સમારંભનું આયોજન થયું છે.
