સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિર...

    કિંગ્સબરીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત 2079ના પ્રારંભની 26 ઓક્ટોબરે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. દર્શનીય અન્નકૂટ સમક્ષ બિરાજમાન ભગવાનના દર્શન માટે 10 હજાર જેટલા ભાવિકો ઉમટી પડ્યાં હતાં. લંડનના મેયર સાદિક ખાને પણ મંદિરની મુલાકાત લીધી હતી.

    આણંદ ઓવરસીસ બ્રધરહુડ - યુકેનો

    દિપાવલીના સપરમા દિવસો દરમિયાન ગત ૧૫ ઓકટોબર, શનિવારે આણંદ ઓવરસીજ બ્રધરહુડ-યુ.કે.ના ઉપક્રમે શ્રી સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં દિવાળી આનંદ-મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦૦થી વધુ આણંદના ભાઇ-બહેનો સહિત શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજના કેટલાક ગામોના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    શ્રીકૃષ્ણના અવતરણના 5252 વર્ષ નિ...

    અમદાવાદમાં સાબરમતી નદીકિનારે ભાટ ગામે તૈયાર થનારા દેશના પ્રથમ ગૌમાતાના મંદિર સુરભિ શક્તિપીઠ ખાતે ભગવાન કૃષ્ણના અવતરણને 5252 વર્ષ નિમિત્તે કારતક સુદ પૂનમ - ચોથી નવેમ્બરે 5252 તુલસી વિવાહ યોજાયા હતા.

    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભ

    કારતક સુદ એકાદશી - ચોથી નવેમ્બરના રોજ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરાઇ હતી. 

    હેરોનું સંગત સેન્ટર શિયાળામા

    સંગત સેન્ટર હેરોના સેનક્રોફ્ટ રોડ ખાતે આવેલ રજિસ્ટર્ડ ચેરિટી છે, જે હેરો અને આસપારના બરોમાં વસવાટ કરતા એશિયન અને અન્ય લઘુમતી સમુદાયોને મદદ કરે છે. તેઓ સરકારી વિભાગો, હાઉસિંગ એસોસિએશન, બેનિફિટ એજન્સીઓ અને સંખ્યાબંધ સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    માનવતા, શાંતિ, સંવાદિતા, પ્રેમ

    યુવાન, ચિંતક, વિદ્વાન, સામાજિક સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમજ્યોતિ ભારતથી માંડીને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબ – પાલેજ ગાદીનશીનનો બ્રિટન પ્રવાસ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયક રહ્યો.