મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે તાજેતરમાં ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડા ખાતે આંતરરાષ્ટ્રીય મહેર સંમેલન ‘યુગાન્ડા સમિટ-2022’નું આયોજન કરાતા યુકે, અમેરિકા, કેનેડા, દુબઇ, આફ્રિકા તેમજ ભારત સહિત દેશવિદેશથી બહોળી સંખ્યામાં મહેર જ્ઞાતિજનો સપરિવાર હાજર રહ્યા હતા. સાત દિવસ સુધી જ્ઞાતિના મજબૂત સંગઠન અને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વ્યવસાયિક સહિતની વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઓગણજ સર્કલ પાસે સરદાર પટેલ રિંગ રોડ પર યોજાનાર આ મહોત્સવમાં 30 દેશમાંથી લાખો હરિભક્તો આવી રહ્યા છે. તેમને રહેવા માટે બિલ્ડરોએ સ્વેચ્છાએ ખાલી પડેલા ફ્લેટ પણ આપી દીધા છે.
સાધુ યજ્ઞપ્રિયદાસજીના નામ સાથેની એક વ્હોટ્સએપ યાદીમાં જણાવાયું છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી અને રવિવારે સવારથી સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે.
વડતાલધામમાં રૂ. 225 કરોડના ખર્ચે નિર્માણ થનાર અલૌકિક અક્ષરભુવનના પાયાની પ્રથમ શિલા પ્રસ્થાપિત કરવામાં આવી છે. ચૂનો, રેતી, કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફૂટનું એક મજબૂત લેયર તૈયાર કરાયું છે. કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્રગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને નવ નવેમ્બરના રોજ પાયાની પ્રથમ શિલા પ્રસ્થાપિત કરવામાં આવી.
જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે હાઉસ ઓફ કોમન્સમાં અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી. કોવિડ મહામારીના કારણે ત્રણ વર્ષ બાદ યોજાયેલા પ્રત્યક્ષ કાર્યક્રમમાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર અને જૈનદર્શનના ચિંતક-વિચારક ડો. કુમારપાળ દેસાઇને અહિંસા એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અહિંસા અને અનુકંપા એ જૈન ધર્મનો મહત્વનો સિદ્ધાંત છે અને આ વિચાર - સિદ્ધાંતોના પ્રચાર - પ્રસાર માટે પ્રશંસનીય પ્રદાન આપનાર મહાનુભાવને અહિંસા એવોર્ડથી સન્માનિત કરાય છે.
વાયમન સોલિસીટર્સ દ્વારા 17 નવેમ્બર ગુરુવારે હેચ એન્ડમાં બ્લુ રૂમ ખાતે નેટવર્કિંગ ઇવેન્ટ ફેસ્ટિવ ડ્રિન્ક્સ યોજાયો હતો. આ શાનદાર મેળાવડામાં જાણીતી બેન્કો, એકાઉન્ટન્સીના વ્યવસાયીઓ તેમજ વિવિધ વ્યવસાયોના 100થી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
સેન્ટ્રલ લંડનની બિલ્ટમોર હોટેલ ખાતે 19 નવેમ્બર 2022ના રોજ અમે પેટ્રન્સ, સમર્થકો અને કલાકારો સહિતના ઉષ્માસભર સન્માનનિય મહેમાનોની સાથે ભવન વાર્ષિક દીવાળી ગાલાનું આયોજન થયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને ભારતના બ્રિટન ખાતેના હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ગૌરવ વધાર્યું હતું. સમારોહોના માસ્ટર ગણાતા રામ ઘીરાવોએ તેમની પ્રતિભા દ્વારા જીવંત વાતાવરણ સર્જ્યું હતું.
હાલની આર્થિક સ્થિતિમાં આપણા સ્થાનિક સમુદાયના ઘણા લોકો પોતાની જરૂરીયાતો પૂરી કરવામાં મૂંગે મોઢે મુશ્કેલી વેઠી રહ્યાં છે. ભૂખ્યાંને ભોજન અને જરૂરતમંદોને સહાયના જલારામ બાપાના સિદ્ધાંતોને અનુસરતા અમે કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના જરૂરતમંદ લોકોને કરિયાણું ઉપલબ્ધ કરાવવા મંદિર ખાતે ફૂડ બેન્ક શરૂ કરવા નિર્ણય લીધો હતો. 28 જૂન 2022થી શરૂ કરાયેલી આ ફૂડ બેન્ક ખાતે દર મંગળવારે બપોરે 2.30થી 3.45ની વચ્ચે 70 થી 100 લોકોને સહાય અપાઇ રહી છે.
બીએપીએસ દ્વારા અમેરિકામાં સાધુ ભદ્રેશદાસજીના અધ્યક્ષપદે યોજાયેલ 10 જેટલા ‘યુનિટી ફોરમ’માં સનાતન હિન્દુ ધર્મના મંદિરો, ભારતીય સંસ્થાઓ અને વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ સાથે બીએપીએસ સંતોએ મુલાકાત અને વિમર્શ કર્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 30 દિવસનો મહોત્સવ ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે નિર્માણ થનારા પ્રમુખસ્વામી મહારાજનગર ખાતે યોજાશે. આ પ્રસંગે તેમના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનની કોન્ફરન્સ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.
