સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સંગત સેન્ટરની વોર્મ બેન્કમાં

    કોરોના મહામારી બાદ કેટલાક અને વિશેષ કરીને વૃદ્ધ લોકો મોંઘવારી, એકલતા, તણાવ, બેચેની અને હતાશાના સતત હુમલાનો સામનો કરી રહ્યાં છે. આ શિયાળામાં હેરો સ્થિત સંગત સેન્ટરે એશિયન તેમજ અન્ય લઘુમતી સમુદાયોના જરૂરીયાતમંદ લોકો માટે એક અલગ પ્રકારની સેવા અંતર્ગત વોર્મ બેન્કનો પ્રારંભ કરાયો છે. આ સેવા પાછળનો મુખ્ય ધ્યેય આ શિયાળામાં લોકોને ગરમાટો અને હૂંફ સાથે સહકાર અને પ્રોત્સાહન આપવાનો છે.

    બ્રિટિશ મીડિયા અને ધારણાઃ બ્ર

    ઇનસાઇટ યુકે બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો દ્વારા શરૂ કરાયેલી સામાજિક ચળવળ છે, જે જાગૃતિ, હિમાયત અને અભિયાન દ્વારા સમુદાયને લગતા મુદ્દાઓ ઉઠાવવાનું ધ્યેય ધરાવે છે. ઇનસાઇટ યુકે દ્વારા હાલમાં એક સરવે હાથ ધરાયો છે જેમાં બ્રિટિશ મીડિયામાં હિન્દુ, ભારત અને ભારતીયોને કેવી રીતે રજૂ કરાય છે તે અંગે બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરાયો છે. 

    લંડનમાં ટુગેધર યુકે ફાઉન્ડેશ

    લંડનમાં એક ખાનગી સમારોહ ખાતે 23 નવેમ્બરના રોજ રાજકારણ, બિઝનેસ અને મીડિયા જગતના મહાનુભાવોની હાજરી મધ્યે નોર્ધન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર બેરોનેસ આર્લિન ફોસ્ટર દ્વારા સ્થાપિત ટુગેધર યુકે ફાઉન્ડેશનનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નોર્ધન આયર્લેન્ડના મિનિસ્ટર ઓફ સ્ટેટ અને સાંસદ સ્ટીવ બાકર, ભારતના ડેપ્યુટી હાઇકમિશ્નર, ઇઝરાયેલના બ્રિટન ખાતેના ડેપ્યુટી એમ્બેસેડર અને રાજકીય નેતાઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

    ICAI UK ચેપ્ટર દ્વારા દીવાળીની ભવ્ય ઉજવણી કરાઇ

    યુકેમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સંસ્થા ICAI UK ચેપ્ટર દ્વારા 6 નવેમ્બર 2022ના રોજ ઓસ્ટરલી બેન્ક્વેટિંગ સ્યુટ્સ ખાતે હિન્દુઓના પ્રકાશના તહેવાર દીવાળીની ઉજવણી કરાઇ હતી. આ ઉજવણીનું આયોજન ICAI UK ચેપ્ટરના ક્રિશ્ના પ્રસાદ દહલ, મીનલ સામ્બ્રે,તબસ્સુમ નાથાણી અને વિનિત જૈન દ્વારા કરાયું હતું.

    પ્રમુખસ્વામી મહારાજે સમાજના

    અમદાવાદ શહેરમાં બીજી ડિસેમ્બરે પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિક્ર્મ સંવત્સરની તિથિ અનુસાર પૂ. પ્રમુખસ્વામી મહારાજના 101મા જન્મજયંતી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં સંતો - હરિભક્તો ઉપસ્થિત હતાં. મહંતસ્વામી મહારાજની પ્રાતઃ પૂજામાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ પૂ. પ્રમુખસ્વામીના ગુણાનુવાદ ગાઇને તેમના જીવનસંદેશને સૌના હૈયે દ્રઢાવ્યો હતો.

    પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ...

    પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. એસપી રિંગરોડ પર ઓગણજ અને ભાડજ સર્કલ વચ્ચે 600 એકરમાં તૈયાર કરેલા પ્રમુખ સ્વામીનગરનું તેમજ મહોત્સવનું 14 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાશે. સ્વામીનગર બીજા દિવસથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે. મહોત્સવ દરમિયાન 1100 સંતો અને 40 હજાર સ્વયંસેવકો સેવા આપશે.

    નેટવર્કિંગ વીથ સાન્તાઃ હેરો બ

    હેરો બિઝનેસ સેન્ટરમાં બીજી ડિસેમ્બરના રોજ ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 60થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સની ઓફિસથી ધમધમતા એચબીસીમાં યોજાયેલી આ શાનદાર ઉજવણીના મુખ્ય અતિથિપદે ગુજરાત સમાચાર - Asian Voiceના ચેરમેન અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

    * સત કૈવલ સર્કલ, લંડન દ્વારા તા. ૨-૮-૧૫ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સેન્ટર, ફંકશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભજન, પ્રવચન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સવિતાબેન 020 8464 5924 અને યશવંતભાઇ 07973 408 069.

    નેટવર્કિંગ વીથ સાન્તાઃ હેરો બ

    હેરો બિઝનેસ સેન્ટરમાં બીજી ડિસેમ્બરના રોજ ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 60થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સની ઓફિસથી ધમધમતા એચબીસીમાં યોજાયેલી આ શાનદાર ઉજવણીના મુખ્ય અતિથિપદે ગુજરાત સમાચાર - Asian Voiceના ચેરમેન અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

    સંગમ - સટનમાં ઉજવણીનો ત્રિવેણી...

    સંગમ સટન સેન્ટર ખાતે તાજેતરમાં દિવાળી પર્વ - સંગમની સિલ્વર જ્યુબિલી અને ક્રિસમસ  ઉજવણીનો ત્રિવેણી સંગમસમાન કાર્યક્રમ યોજાયો હતો.