બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. ૨૭ના રોજ શરદપૂર્ણિમાના ગરબા થશે. સંપર્ક: 020 8426 0678.
કોમ્યુનિટીના અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાઓ, વોલન્ટીઅર્સ અને સિવિક પ્રતિનિધિઓ સોમવાર 11 મે 2026ના રોજ સમગ્ર લેસ્ટરમાં કોમ્યુનિટી ડિફિબ્રિલેટર ઈનિશિયેટિવના સત્તાવાર ઉદ્ઘાટન માટે શ્રી જલારામ ટેમ્પલ લેસ્ટર અને વીરબાઈમા જલારામ કોમ્યુનિટી સેન્ટર ખાતે એકત્ર થયા હતા. આ ઈનિશિયેટિવ અચાનક કાર્ડિયાક એરેસ્ટમાં અસ્તિત્વના દરને સુધારવા તેમજ જીવનરક્ષક ઈમર્જન્સી રિસ્પોન્સ ઈક્વિપમેન્ટ વિશે જાગૃતિ વધારવાના વ્યાપક હાર્ટશિલ્ડ પ્રોજેક્ટનો હિસ્સો છે, જે લેસ્ટર સિટી કાઉન્સિલ, જો હમ્ફ્રીઝ મેમોરિયલ ટ્રસ્ટ (JHMT) અને ઈસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસ (EMAS) વચ્ચે પાર્ટનરશિપમાં છે.
૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન'નું આયોજન કરવાની જાહેરાત થતાં જ આ કાર્યક્રમને ચોમેરથી વધાવી લેવામાં આવ્યો છે.
કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ, HA3 8LUખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવાર, 24 મે 2026ના દિવસે રાજધાની લંડનની શેરીઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ભવ્ય ઉજવણી સાથે ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીની પવિત્ર મૂર્તિઓ સાથે 40 ફૂટ ઊંચા ત્રણ રથને હાથથી ખેંચવા 10,000થી વધુ શ્રદ્ધાળુઓ, ધાર્મિક અગ્રણીઓ અને ઉત્સવપ્રેમીઓ લંડનના પાર્ક લેન ખાતે એકત્ર થયા હતા અને રથને ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે લઈ જવાયા હતા. લંડનમાં 57 વર્ષથી ઉજવાતો રથયાત્રા ઉત્સવ આસ્થા, સંસ્કૃતિ અને ઉજવણી દ્વારા વિવિધ કોમ્યુનિટીઓમાં એકતા પ્રસરાવે છે.
વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે અને સકારાત્મકતા સાથે વિચારવાની પ્રેરણા પૂરી પાડી હતી. તેમના નિખાલસ અને વિનમ્ર સ્વભાવે આ અનુભવને અવિસ્મરણીય બનાવી દીધો હતો.
વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મંદિર દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન શનિવાર 6 જૂને સત્તાવારપણે રૂફ ફંડરેઈઝર લોન્ચ કરાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આ દિવસે ખાસ શ્રી વિષ્ણુ સહસ્રનામ પૂજા પણ કરવામાં આવી હતી.
