સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (અંક 20 જૂન 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ, HA3 8LUખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

    GHS ભજન સંમેલનમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે £5,000નું ભંડોળ એકત્ર કરાયું

    ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા તાજેતરમાં વાર્ષિક ભજન સંમેલન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ભજનિકો અને સંગીતકારો સાથેના ભક્તિસંગીત કાર્યક્રમમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે 5000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. સોસાયટી દર વર્ષે સખાવતી ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજે છે અને આ વર્ષે પસંદગીપાત્ર ચેરિટી હૃદયરોગ અને સંબંધિત સ્થિતિઓથી અસરગ્રસ્ત લોકોને મહત્ત્વની સારસંભાળ, સંશોધન અને સપોર્ટ આપનારી સંસ્થા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન હતી.

    GHS આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

    ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા રવિવાર 21 જૂને ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યો વિશેષ યોગ સેશનમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાં યોગ અને તેના લાભનો પ્રસાર કરવાના હેતુસર યુનાઈટેડ નેશન્સ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો.

    ભારતીય હાઈ કમિશન દ્વારા 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી

    ભારતીય હાઈ કમિશન દ્વારા લંડનમાં આયોજિત ખાસ ઈવેન્ટમાં 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પેરીઆસામી કુમારન ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને યુકેસ્થિત યોગાભ્યાસીઓ સાથે હોલેન્ડ પાર્ક ખાતે યોગાસનો અને શ્વાસોચ્છવાસની કસરતમાં સામેલ થયા હતા. ભારે ગરમી હોવાં છતાં, સેંકડો પાર્ટિસિપેન્ટ્સ સ્ટેજ પર યોગશિક્ષકોની રાહબરી હેઠળ યોગસત્રમાં જોડાયા હતા. ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથેના ઈવેન્ટમાં તમામ વયના લોકો માટે યોગ દ્વારા થતાં લાભોને હાઈલાઈટ કરાયા હતા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સિટીબોન્ડ ટ્રાવેલની શાનદાર વાર્ષિક સમર પાર્ટી

    સિટીબોન્ડ ટ્રાવેલની વાર્ષિક સમર પાર્ટી 2026નું શાનદાર આયોજન શુક્રવાર 26 જૂન 2026ના દિવસે કરવામાં આવ્યું હતું. ઉજવણી, આનંદપ્રમોદ અને કદરદાનીની આ સાંજ અવિસ્મરણીય બની રહી હતી. આ ઈવેન્ટમાં મહાનુભાવો, વિવિધ એરલાઈન્સના વડાઓ, બિઝનેસ એસોસિયેટ્સ તેમજ કિશોરભાઈ શાહ, ભારતીબહેન શાહ, હિતેશભાઈ મહેતા, રાજીવભાઈ શાહ, જય શાહ, વિનોભાઈ પટેલ અને ટિમ લોરીમેર સહિત સિટિબોન્ડ પરિવારના સૌથી વરિષ્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડે ઉજવાયો

    ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા રવિવાર 5 જુલાઈ, 2026ના રોજ કેન્ટનમાં હેરો મેસોનિક સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડેની યજમાની કરવામાં આવી હતી. આરોગ્ય, સ્વાસ્થ્ય, કેન્સર જાગૃતિ અને કોમ્યુનિટી સપોર્ટને સમર્પિત દિવસના આ ઈવેન્ટમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી સંસ્થાઓ, સ્થાનિક બિઝનેસીસ, વોલન્ટીઅર્સ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.