સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    'ટેક્ષટાઇલ ગ્રાફ' સાપ્તાહિકના...

    સુરતથી ૨૧ વર્ષથી પ્રકાશીત થતા ગુજરાતી ટેક્ષટાઇલ મેગેઝીન 'ટેક્ષટાઇલ ગ્રાફ', હિન્દી સાપ્તાહિક અને ત્રિમાસીક ઇંગ્લીશ મેગેઝીનના તંત્રી અને પ્રકાશક શ્રી અમરીશભાઇ ભટ્ટ યુકેની મુલાકાતે પધાર્યા છે. શ્રી અમરીશભાઇ ઇટલીના મિલાન ખાતે યોજાયેલા ITMA-2015 ટેક્ષટાઇલ મેળામાં ભાગ લેવા ઇટલી ગયા હતા અને યુકે થઇને ગુરૂવારે ભારત પરત થશે.

    કારનો રજીસ્ટ્રેશન નંબર મોદીન

    અમેરિકાના ન્યુયોર્ક ખાતે રહેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચાહક તેમજ પ્રખર સમર્થક ગુજરાતી અગ્રણી વિષ્ણુભાઇ પટેલે પોતાની મર્સીડીઝ કારની નંબર પ્લેટ મોદી પીએમ (MODI PM)ના નામથી રજીસ્ટર્ડ કરાવી છે.

    ક્રોયડનમાં દિવાળી મેળાનું આય

    ક્રોયડનમાં દીપાવલિ પર્વે નોર્થ એન્ડ ક્રોયડન ખાતે તા. ૩૧-૧૦-૧૫ના રોજ દીવાળી મેળાનું શાનદઆર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો સ્થાનિક રહેવાસીઅો અને ભારતીયોએ મનભરીને નૃત્ય, રાસગરબા, ભારતીય વ્યંજનો, સ્ટોલ્સ અને મનોરંજક કાર્યક્રમની મોજ માણી હતી.

    સબરંગ આર્ટ્સ દ્વારા ગ્રાન્ડ દ

    સબરંગ આર્ટ્સ દ્વારા તા. ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ ક્રોયડનના ફેરફિલ્ડ હોલ ખાતે 'ગ્રાન્ડ દિવાલી ગાલા'નું શાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઅો ઉપરાંત મોટી સંખ્યામાં ભારતીય વસાહતીઅોએ દિપાવલી ઉત્સવની ઉજવણી કરી હતી. ક્રોયડનના મેયર સુશ્રી સુશ્રી પેટ્રીસીયા હે-જસ્ટીસ, કિંગસ્ટનના મેયર શ્રી રોય અરોરા, હિન્દુ એકેડેમીના વડા શ્રી જય લાખાણી, કાઉન્સલર વિધી મોહન સહિત અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

    વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમા...

    લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ તુલસી વિવાહનું ધામધૂમપુર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે હજાર કરતા વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અસલ લગ્ન પ્રસંગની જેમ જ સવારે ચા નાસ્તો અને બપોરે ફળાહાર સહિત ભોજન પિરસવામાં આવ્યું હતું. વરપક્ષે હરિજી પરબત સાપરીયા અને તુલસી માતા પક્ષે પ્રવિણ શિવજી વેકરિયાએ સેવા આપી હતી.

    દાદા ભગવાન સ્પીરિચ્યુલ સેન્ટ

    રવિવાર તા.૧૫ નવેમ્બરના રોજ દાદા ભગવાન સ્પીરિચ્યુલ સેન્ટર, રાઇસ્લીપમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેવા સેંકડો ભાવિકો ઉમટ્યાં હતાં. એના સર્જન પાછળ સર્જકની દિવ્ય દ્રષ્ટિના દર્શન થતાં હતાં.

    વડાપ્રધાન શ્રી મોદીની બ્રિટન

    વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.

    હરે કૃષ્ણ મંદિર, વોટફર્ડમાં “ફ...

    ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના રૂમમાં એમના ચરણે “ફીસ્ટ અોન ફાસ્ટીંગ ડે” (Feast on Fasting Day) રેસીપી બુકની વિમોચન વિધિનો કાર્યક્રમ મંદિરમાં નાના પાયે પરંતુ પવિત્ર વાતાવરણ વચ્ચે યોજાયો હતો. 

    રોયલ બરો અોફ કિંગ્સટન દ્વારા બ...

    રોયલ બરો અોફ કિંગ્સટન દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કિંગ્સટન માર્કેટ પ્લેસ, ન્યુ મોલ્ડન હાઇ સ્ટ્રીટ અને સર્બીટન ટાઉન સેન્ટર ખાતે મેયર કાઉન્સિલર શ્રી રોય સંજીવ અરોરા દ્વારા દીવાળી લાઇટ્સનો શુભારંભ કરાયો હતો. દીપાવલિ પર્વના ભાગરૂપે કિંગસ્ટન ગિલ્ડહોલ અને ધ હૂક સેન્ટર ખાતે ફ્લડ લાઇટ શરૂ કરાઇ હતી.

    વડાપ્રધાન શ્રી મોદીની બ્રિટન

    ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.