સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૩-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી (દુબાઇ) અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    બ્રિટન તેમજ ઇસ્ટ આફ્રિકામાં પોતાના ભજન અને સત્સંગ દ્વારા લોકોને ઘેલુ લગાડનાર અને ઘણાબધા અનુયાયીઅો ધરાવતા પૂ. હિરજી બાપાની ૪૦મી પૂણ્યતિથી પ્રસંગે શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, અોફ બર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે શનિવાર તા. ૨૬મી માર્ચ ૨૦૧૫ના રોજ બપોરે ૩ વાગ્યાથી બીજા દિવસે તા. ૨૭મી માર્ચ ૨૦૧૬ના સવારના ૬ વાગ્યા સુધી ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન સત્સંગ ઉપરાંત નૃત્ય પણ રજૂ થશે અને ઠેરઠેરથી ભક્તો ઉપસ્થિત રહેશે.

    * સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા તા ૨૨-૩-૧૬ના રોજ મંગળવારે મોલ્ડન મેનોર પાર્ક ખાતે હોળી ઉત્સવની ઉજવણી થશે.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે વડિલોની સેવા કરતા સંતાનો તેમજ સ્વજનોના 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ બપોરના ૨-૩૦થી ૭ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઇલફર્ડ સાઉથના એમપી માઇક ગેપ્સ અને રેડબ્રિજ કાઉન્સિલના લીડર જશ અટવાલ ઉપસ્થિત રહેશે.

    એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લ

    આ વર્ષે ધ એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્ઝ (AVPPL)ના એક દાયકાની ઉજવણી પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર નવા સ્થળે કરાઈ હતી. વિવિધ કાર્યક્ષેત્રમાં બ્રિટિશ નાગરિકોની સિદ્ધિઓની કદર કરવા આ એવોર્ડ્ઝનું આયોજન કરાયું હતું.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી સંસ્થાના ઇલફર્ડ સ્થિત હોલ ખાતે માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા ૨૨ જેટલા સંતાનો અને સ્વજનોના સન્માન કરવાના નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન' અને આપણા સૌ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના ૫૬ જેટલા વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કી-નોટ સ્પીકર તરીકે અમદાવાદથી ટ્રાઇડન્ટ ઇન્ડિયા લી.ના એમડી અને ચેરમેન તેમજ શ્રવણ સન્માન માટે પ્રેરણા આપનાર શ્રી જતીનભાઇ પારેખ, રેડબ્રિજ કાઉન્સિલના નેતા કાઉન્સિલર જસ અઠવાલ મુખ્ય મહેમાન તરીકે તેમજ કાઉન્સિલર દેવ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    એજવેર ખાતે આવેલા શીશુકુંજ ભવનના નવનિર્મીત હોલના શુભારંભ પ્રસંગે શનિવારની વરસાદી સાંજે અનુરાધા પાલે તેના સ્ત્રી શક્તિ બેન્ડના સથવારે પ્રેરણાદાયી શાસ્ત્રીય અને સમકાલીન સંગીત પીરસ્યુ હતું. અનુરાધાની સાથે હિન્દુસ્તાની શાસ્ત્રીય કલાકાર શરવાની વૈદ્ય, ક્રિષ્ણપ્રિય રંભા (ખંજરી વાદક) અને કિબોર્ડ પર તુષાર રતુરી પણ જોડાયા હતા.

    જૈન સમાજ માંચેસ્ટર દ્વારા નેપાલ ભુકંપ પીડીતો માટે વેલેન્ટાઇન ડે ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન કરીને £૧૫૬૬ એકત્ર કરાયા હતા. જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમનો ઇરાદો વિરાયતન દ્વારા નેપાલમાં સ્થાપવામાં આવેલ વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પ માટે £૫૩૦૦ એકત્ર કરવાનો હતો. જેથી સ્થાનિક લોકો નવું કૌશલ્ય મેળવીને પોતાની આજીવીકા ઉભી કરી શકે.

    ભારત, બ્રિટન કે પછી આફ્રિકા.... કારમા દુકાળ, અફાટ રણ અને અપાર મુશ્કેલીઅો છતાં જો કોઇ પ્રજાએ આપબળે સફળતાના શિખરો સર કર્યા હોય તો તે છે કચ્છીઅો. બ્રિટનમાં આજે કચ્છીઅોની સંખ્યા ભલે ૪૦,૦૦૦ જેટલી હોય પરંતુ કચ્છીઅોએ જે પ્રગતિ કરી છે તે બેમિસાલ છે.

    * BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે શુક્રવાર તા. ૧૫-૪-૧૬ના રોજ શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામનવમી ઉત્સવનું આયોજન સવારે ૯થી સાંજના ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દર્શન, અન્નકૂટ, થાળ, આરતી, શ્રી રામ જન્મોત્સવ આરતી, રામજીનું પારણુ ઝુલાવવાનો અવસર, કિર્તનભક્તિ, સંધ્યા આરતી અને રાત્રે ૮થી ૧૦-૧૫ શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામનવમી સભાનો લાભ મળશે. સંપર્ક: 020 8965 2651.