સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    આપ સૌ જાણો છો કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી વડીલ સન્માનના સરાહનીય કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે ૧૯મી માર્ચે ઈલફર્ડમાં વિશ્વ હિંદુ પરિષદ સંચાલિત મંદિર ખાતે ૭મા વડીલ સન્માન સમારોહનું શાનદાર આયોજન કરાયું હતું. આપને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં લગભગ ૬૦૦ જેટલા વડીલોનું સન્માન કરવા સદ્ભાગી થયા છીએ.

    લંડનની શેરેટોન પાર્ક હોટલની ભવ્ય સાંજમાં બ્રિટિશરોએ એશિયન સર્કલમાં સૌપ્રથમ ચેરિટી એવોર્ડસની ઉજવણી કરી હતી. ચેરિટી ક્લેરિટીના સહયોગમાં એશિયન વોઈસ ચેરિટી એવોર્ડસ માટે શુક્રવાર, ૨૦ મેએ ભવ્ય ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્દાત વિચારો ધરાવતી અને પ્રવર્તમાન સમયમાં બ્રિટન તેમજ વિશ્વમાં પણ સૌથી મુશ્કેલ સામાજિક મુદ્દાઓના નિરાકરણ લાવવાના પ્રયાસ કરતી ચેરિટીઝને એવોર્ડસ એનાયત કરાયા હતા.

    • પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૫ જૂન સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શ્રી અને શ્રીમતી સાગર અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.

    એશિયન પરિવારોમાં લોકપ્રિય અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ યોજાયેલા છઠ્ઠા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી સાથે બ્રિટનના મહારાણી ક્વીન એલીઝાબેથના જન્મ દિનની શાનદાર અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' અને પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં પણ મોટા પ્રમાણમાં સૌએ ભાગ લઇ માહિતી મેળવી હતી. વીકએન્ડ દરમિયાન યોજાયેલા આનંદમેળામાં મોટી સંખ્યામાં અબાલવૃધ્ધ સૌએ ઉત્સાહભેર લહાવો લીધો હતો અને બે દિવસ દરમિયાન ૨૦ મનોરંજક કાર્યક્રમોમાં ૧૨૦ કલાકારોએ ભાગ લીધો હતો.

    વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર આરોગ્ય મંડળના નેજા હેઠળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના લાભાર્થે ગયા રવિવારે સાંજે ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન-યુ.કે. દ્વારા હિથરો એરપોર્ટ નજીક રેડિશન બ્લુ એડવર્ડિયન હોટેલ ખાતે ભવ્ય ચેરિટી ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આફ્રિકામાં જે સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી એની પરંપરા અા પશ્ચિમની ભૂમિ પર પણ ચાલુ રહે, એકબીજા સાથે સંપર્ક રહે, આત્મીયતા વધે એવા આશયથી અત્રે આવેલા આપણા સમાજના પીઢ કાર્યકરોએ અહીં આવી સૌ પહેલાં પોતપોતાના વર્તુળના સમાજોની રચના કરી, અલગ અલગ સંપ્રદાયોમાં સત્સંગ વધે એ આશયથી મંદિરો, ટ્રસ્ટોની રચના કરી, અત્રે આપણા હક્કો અને સરકારી બેનિફિટમાં માર્ગદર્શન મળે એ આશયથી સરકાર માન્ય સંગઠનો રચાયા. આજે બ્રિટનભરમાં આપણી વસાહતની સંખ્યાબંધ સંસ્થાઓ, સંગઠનો, ચેરિટી ટ્રસ્ટો, ઓર્ગેનાઇઝેશનો કાર્યરત છે. આ તમામ સંસ્થાઓ, સંગઠનો, ઓર્ગેનાઇઝેશનો, ચેરિટી ટ્રસ્ટો, સંપ્રદાયો એ દરેકની રચનાના પાયામાં રસપ્રદ ઇતિહાસ સમાયેલો છે.

    પૂજ્ય શ્રી રામબાપાનો ૯૬મો જન્મદિન દેશભરમાંથી આવેલા ૨,૫૦૦થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં તેમની આજીવન સેવા અને ઉપાસના પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવની અભિવ્યક્તિ સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સાઉથ હેરોના ધર્મેચા લોહાણા સેન્ટર ખાતે તેમના ઐતિહાસિક જન્મદિવસ નિમિત્તે ભક્તો અને મંડળીઓ દ્વારા ‘મહામંત્ર’ ‘હરે રામ હરે કૃષ્ણ’ની નવ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી.

    સદ્ગત પંકજભાઇ ત્રિવેદીની ૧૦ પુણ્યતિથિએ નોર્થ લંડનમાં જુના સ્વાધ્યાયીઓએ એક પ્રાર્થના સભાનુ આયોજન કર્યું હતું. આ સભામાં અતિથી વિશેષ તરીકે શ્રી સી.બી પટેલ (તંત્રી શ્રી, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ યુકે), શ્રી લાલુભાઇ પારેખ (પ્રેસીડન્ટ, ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બી.જે.પી અને હિન્દુ સંગઠનના સભ્ય) અને શ્રી મહેન્દ્રભાઈ વ્યાસ (જુના અગ્રણી સ્વાધ્યાયી, અમદાવાદના ભાવનિર્ઝર મંદિરના પુજારી અને સ્વ પંકજ ત્રિવેદીના નજીકના સ્વાધ્યાયી મિત્ર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય મહાનુભાવોએ દીપ પ્રકટાવી સ્વ. પંકજભાઇ ત્રિવેદીને શ્રંધ્ધાજલી આપી સભાની શરુઆત કરી હતી.

    શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્

    શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનને ગત તા. ૫ જુલાઇના રોજ બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે મળેલી બ્રેન્ટ કાઉન્સિલની પ્લાનીંગ કમીટીની બેઠકમાં બે માળના કાર પાર્કિંગ, કેરહોમ, ૬ સેલ્ફ કન્ટેઇન્ડ ફ્લેટ તેમજ અન્ય આયોજનો માટે બહુમતીથી મંજુરી આપવામાં આવી હતી. આ મંજુરીને પગલે આપણા ધર્મ, સંસ્કૃતિ અને રહેણી કરણી મુજબનું વડિલો માટેનું કેરહોમ તૈયાર કરાશે અને વાર તહેવારે કાર પાર્કિંગ માટે પડતી તકલીફનો અંત આવશે. આ અરજીની સુનાવણી વખતે સમર્થન આપવા બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે મોટી સંખ્યામાં સ્વયંસેવકો, સમાજના અગ્રણીઅો અને હિન્દુઅો ઉપસ્થિત રહ્યા હતા.

    દિવંગત પ્રમુખસ્વામી મહારાજને...

    ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના નેતા પ્રમુખસ્વામી મહારાજને વેસ્ટ મિડલેન્ડ્સના સેંકડો ભક્તોએ સ્પાર્કબ્રૂકના બર્મિંગહામ પ્રગતિ મંડળ ખાતે શુક્રવાર, ૧૪ ઓક્ટોબરે ભાવાંજલિ અર્પી હતી. પ્રમુખસ્વામી મહારાજનું ભારતમાં શનિવાર, ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ૯૪ વર્ષની વયે નિધન થયું હતું. પ્રમુખસ્વામીના જીવન અને વારસાને ભાવાંજલિ અર્પણ કાર્યક્રમમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલમાં ચાન્સેરીના વડા બી.સી. પ્રધાન, ઈન્ટરફેઈથ રીલેશન્સના ડિરેક્ટર ડો. એન્ડ્ર્યુ સ્મિથ સહિત કોમ્યુનિટીના અગ્રણી સભ્યો, નાગરિક નેતાઓ તેમજ ધાર્મિક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.