સમન્વય પરિવાર યુકે દ્વારા મહામંડલેશ્વર અને પદ્મ વિભુષણ પૂ. સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજની નિશ્રામાં શુક્રવાર તા. ૧૫મી એપ્રિલના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરો ખાતે રામ નવમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ, એમપી બોબ બ્લેકમેન, ગ્રેટર લંડન અોથોરીટીના સદસ્ય કાઉન્સિલર નવિનભાઇ શાહ, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી સીબી પટેલ તથા કાઉન્સિલર રેખાબેન શાહ તેમજ સ્થાનિક કાઉન્સિલર્સ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
આપના લોકપ્રિય અને વાચવાનું સદાય ગમે તેવા 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકને વધુ લોકભોગ્ય, સત્વશીલ અને સમાચારોથી સભર બનાવવા માટે અમે સૌ વાચકોને, મંદિરો તેમજ સંસ્થાઅોના હોદ્દેદારોને તેમની સંસ્થાઅોના સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક કાર્યક્રમો, સમાચારો અને અન્ય માહિતી વિના મૂલ્યે પ્રસિધ્ધ કરવાની અમે ફરજ માનીએ છીએ. આ બાબતમાં હવે સમય મર્યાદા નિયત કરી છે. આજ રીતે વાચક મિત્રો તરફથી રજૂ થતા પ્રતિભાવો એટલે કે તમારી વાતના પત્રોના વિભાગ માટે આવતા પત્રોની સમય મર્યાદા પણ નિયત કરી છે.
ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા હેમરસ્મિથ હોસ્પિટલ કીડની પેશન્ટ્સ એસોસિએશનના કીડનીના દર્દીઅોના લાભાર્થે રિકમન્સવર્થ સ્થિત વોટર્સમીટ થિએટર ખાતે રવિવાર તા. ૨૪ એપ્રિલના રોજ એક મહેફીલ કાર્યક્રમનું આયોજન કરીને £૬,૦૦૦ એકત્ર કરાયા હતા. કર્મયોગા ફાઉન્ડેશને સંસ્થા દ્વારા જેટલી રકમ એકત્ર કરાશે તેટલી રકમનો સહયોગ આપવાની જાહેરાત કરી હતી. જેથી ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા £૩,૦૦૦ની રકમ એકત્ર કરાતા કર્મયોગા ફાઉન્ડેશને પણ £૩,૦૦૦નો સહયોગ આપ્યો હતો.
શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા તા. ૧૬ નવેમ્બર, રવિવારે સાંજે બોલીવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અભિનિત ફિલ્મોના યાદગાર ગીતોની મહેફિલનું અાયોજન કરવામાં અાવ્યું છે. વેજ-નોનવેજ ફૂડ અને સોફ્ટ ડ્રીંક્સ સાથે ટિકિટ £૨૦. (સાથે pay Barફેસીલીટી). ડિનર ૪.૩૦ વાગે અને કાર્યક્રમ માટે ડોર ખુલશે ૬.૦૦ વાગ્યે. મનજીત અને વેદાના સુરીલા કંઠે ગીતો રજૂ થશે. સંપર્ક: ભાવના 07725 762 484.
પોતાના મુગ્ધ અવાજ દ્વારા દેશ વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરૂ આકર્ષણ જમાવનાર શ્રેયા ઘોષાલના રોક અોન મ્યુઝિક દ્વારા લેસ્ટરના ડીમોન્ટફોર્ટ હોલ ખાતે તા. ૬ મે અને ઇવેન્ટીમ એપોલો, લંડન ખાતે તા. ૭મી મે, ૨૦૧૬ના રોજ યોજાયેલા બન્ને શો હાઉસફુલ થઇ ગયા છે.
આપ સૌના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ના શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે અબાલવૃધ્ધ સૌ કોઇના પ્રિય એવા છઠ્ઠા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભારત વેલ્ફેર ટ્રસ્ટ લેસ્ટર (યુકે) અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન (ભારત) દ્વારા સંયુક્ત નેજા હેઠળ લંડનના હરીબેન બચુભાઇ નાગરેચા હોલમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિ અને રામ નવમીના પાવન અવસરે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું સીધું પ્રસારણ આસ્થા ટીવીના માધ્યમથી સમગ્ર યુરોપમાં કરાયું હતું. રામ કથાનો પવિત્ર ઉદ્દેશ વ્રજભૂમિ ગોવર્ધન (ભારત)માં પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજી દ્વારા સંચાલિત સમર્પણ ગૌશાળા માટે સહયોગ એકત્ર કરવાનો હતો, જેમાં માત્ર લંડન નહિ પરંતુ, સમગ્ર યુકેના ભક્તોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો.
ભારત બહાર સૌથી વધુ ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ના શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ 'આનંદ મેળા'માં પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નો લાભ મળશે. જેમાં આપ સૌને ભારતના વિવિધ શહેરોમાં રહેવા માટે તેમજ રોકાણ માટે પ્રોપર્ટીની પસંદગી કરી શકશો.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજાનો સરવાળો એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. આ વખતે આપણા સૌના આરોગ્ય અને તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
બ્રિટનવાસી એશિયન સમુદાય અને ગુજરાતી પરિવારોમાં લોકપ્રિય થયેલા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે લોકપ્રિય થયેલા આનંદ મેળામાં સૌના આરોગ્ય અને તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ 'આનંદ મેળા'માં પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ભાગ લઇને આપ સૌ ભારતના વિવિધ શહેરોમાં રહેવા માટે તેમજ રોકાણ માટે પ્રોપર્ટીની પસંદગી કરી શકશો.
