યુકે એશિયન વીમેન અોર્ગેનાઇઝેશન્સના ચેર જ્યોત્સનાબેન પટેલને ક્રોયડન હિલ્ટન હોટેલ ખાતે ક્રોયડન કોમ્યુનિટી સિવિક એવોર્ડ્ઝ સમારોહમાં 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ' એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
ઈદ અને દિવાળી પર્વની ઉજવણી માટે KPMG દ્વારા ગત સપ્તાહે ઈન્ટરકોન્ટિનેન્ટલ લંડન પાર્ક લેન ખાતે આયોજિત ૧૩મા એશિયન ફેસ્ટિવલ ડિનરમાં એશિયન બિઝનેસીસના ૨૦૦થી વધુ અગ્રણી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. KPMG એન્ટરપ્રાઈઝના પાર્ટનર અને એશિયન બિઝનેસ કોમ્યુનિટીની સેવા બદલ ૨૦૧૩માં MBEથી વિભૂષિત નીના અમીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
જમ્મુ અને કાશ્મીર રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું દર્શન કરાવતા સર્વપ્રથમ જમ્મુ કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન લંડનમાં ૨૧થી ૨૬ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલના વિચારને કાશ્મીરી પંડિત કેમ્પેઈનર લક્ષ્મી કોલે મૂર્તિમંત બનાવી બ્રિટિશ પ્રજા સમક્ષ રજૂ કર્યો હતો.
નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ક્રિસમસ પાર્ટીનું શાનદાર આયોજન NAPSના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કાઉન્સિલરો, પાર્લામેન્ટરી ઉમેદવાર, અગ્રણી વેપારીઅો, સામાજીક અગ્રણીઅો અને સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટી દ્વારા ૩૪મા ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન મીચમ રોડ સ્થિત આર્ચબીશપ લેનફ્રેન્ક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્રોયડનના મેયર કાઉન્સિલર મંજુલા શાઉલ-હમીદ, ક્રોયડન નોર્થના એમપી સ્ટીવ રીડ, ક્રોયડન કાઉન્સિલરના નેતા ટોની ન્યુમેન સહિત ક્રોયડનના વિવિધ સમુદાયના લગભગ ૧૩૦ જેટલા અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીનાથજી હવેલી, સડબરી ખાતે અન્નકૂટ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવેલીના મુખીયાજી બાબુભાઇ ત્રિવેદી અને તેમના પત્નીએ પુષ્ટીમાર્ગીય સિધ્ધાંતોનું ચુસ્ત પાલન કરીને અન્નકૂટની પ્રસાદી તૈયાર કરી હતી. સૌ વૈષ્ણવ ભક્તોિના દર્શન માટે મુખીયાજી અને ભક્તોએ ખૂબજ પ્રેમ અને ઉમંગ સાથે શ્રીજીબાવા સમક્ષ અન્નકૂટ સજાવ્યો હતો.
વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે રુટલેન્ડ વોટર પાર્કરન જૂથના આયોજકોનું આમંત્રણ સ્વીકારી લીધું હતું અને અન્ય ૨૦૦ રનર્સની સાથે તેઓ દોડ્યા હતા.
લોહાણા એસોસિએશન, બર્મિંગહામ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, બર્મિંગહામના સહયોગથી હાઉસ ઓફ લોર્ડસમાં લાઈફ પીઅરેજ બદલ નોર્થવુડના લોર્ડ જીતેશ ગઢિયાના સન્માનનો કાર્યક્રમ ગત રવિવાર તા.૧૩ નવેમ્બરના રોજ બર્મિંગહામના વિવેકાનંદ હોલમાં યોજવામાં આવ્યો હતો. મુકેશભાઈ લાડવા અને પ્રફુલભાઈ નથવાણીએ લોર્ડ ગઢિયાને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. મંદિરના મેનેજમેન્ટ તરફથી લોર્ડ ગઢિયાનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા હે માર્કેટનાં મિન્ટ લીફ રેસ્ટોરાંમાં આયોજિત રિસેપ્શનમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રૂપના કો-ચેરમેન શૈલેષ વારા MP અને રણજિતસિંહ બક્ષીએ કાર્યક્રમની યજમાની સંભાળી હતી. યુવાન પ્રોફેશનલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયેલા આ કાર્યક્રમમાં સાંસદો રિશિ સુનાક અને રોબર્ટ કોર્ટ્સે પણ સંબોધન કર્યું હતું. મિ. કોર્ટ્સના કિસ્સામાં તો પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની વિટની બેઠક પરથી તેઓ તાજેતરમાં જ ચૂંટાયા પછી આ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો.
રોયલ બરો ઓફ કિંગસ્ટન અપોન થેમ્સના ભારતીય મૂળના મેયર કાઉન્સિલર રોય સંજીવ અરોરા અને તેમના પત્ની મનિષા પટેલ અરોરાએ ૨૦૧૫-૧૬માં તેમની મેયરલ ચેરિટી તરીકે કિંગસ્ટન હોસ્પિટલ ડિમેન્શીઆ અપીલની પસંદગી કરી હતી. કિંગસ્ટન હોસ્પિટલે તેના વૃદ્ધોની સારસંભાળ માટેના વોર્ડને સંપૂર્ણપણે ડિમેન્શીઆ ફ્રેન્ડલી વાતાવરણમાં ફેરવી નાખ્યો છે. આ વોર્ડ મંગળવાર, ૨૨ નવેમ્બરે ખુલ્લો મૂકાયો હતો.
