ગત ૨૨ નવેમ્બર, રવિવારે ભારત સહિત દેશવિદેશમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ઉત્તર ઇંગ્લેન્ડના પ્રેસ્ટન ખાતે ગુજરાત હિન્દુ સોસાયટીના સનાતન મંદિરમાં પણ અા અવસરની રંગેચંગે ઉજવણી થઇ હતી. ભગવાન શાલીગ્રામ વિષ્ણુપક્ષે જયોત્સનાબેન, અાશિતભાઇ જરીવાલા તેમજ મમતાબેન અને અનિલકુમાર પટેલ હતા.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૨૦, ડિસેમ્બર ૨૦૧૫, રવિવારના રોજ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઇલીંગ રોડ,વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે કરવામાં આવ્યું છે.
ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ – યુકેના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.
ફ્રેન્ડસ અોફ અવંતિ હાઉસ સ્કુલ અને ફ્રેન્ડસ અોફ ક્રિષ્ના અવંતિ સ્કુલના સંયુક્ત ઉપક્રમે રવિવાર ૨૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે પ્રથમ “ગરબા ફેસ્ટીવલ"નું અાયોજન કરવામાં અાવ્યું હતું.
બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૨-૧૩-૧૪ નવેમ્બર ૨૦૧૫ની યુકેની મુલાકાત અને ભારત બ્રિટન વચ્ચેના સંબંધો વિષે એક ચર્ચાસભાનું શાનદાર આયોજન વેમ્બલીના ઇલીંગ રોડ સ્થિત BIA હોલ ખાતે રવિવાર તા. ૨૦ના રોજ કરવામાં આવ્યું હતું.
શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર, કેન્ટનની ગોલ્ડન જ્યુબીલી મહોત્સવની ઉજવણીનું શાનદાર આયોજન આગામી તા. ૨૫મી ડીસેમ્બર ૨૦૧૫થી શુક્રવાર તા. ૧ જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન કરવામાં આવ્યું છે. બુધવાર તા. ૩૦મી ડીસેમ્બર, ૨૦૧૫થી શુક્રવાર તા. ૧ જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થીત રહેશે.
અોક્સફર્ડ ખાતે આવેલ અોક્સફર્ડ હિન્દુ ટેમ્પલ અને કોમ્યુનિટી સેન્ટર પ્રોજેક્ટના સહકારથી ભગવાન ગણેશજીની ૮૦૦ વર્ષ જુની પ્રતિમાનું પ્રદર્શન મ્યુઝીયમ અોફ અોક્સફર્ડ ખાતે 'ફોર્ટી યર્સ ફોર્ટી અોબ્જેક્ટ્સ' અંતર્ગત કરવામાં આવ્યું છે. ગણેશજીની આ પ્રતિમાને બ્રિટીશ મ્યુઝિયમ પાસેથી લાવવામાં આવી છે અને અોક્સફર્ડ હિન્દુ સમુદાય દ્વારા દાન આપવામાં આવેલ અન્ય પ્રતિમાઅો સાથે રાખવામાં આવી છે.
જૈન સમાજ અોફ માંચેસ્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના અને પ્રદર્શન અરહત ટચનું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ વિવધ ધર્મોના અગ્રણીઅોના મિલન, શ્રીમદ રાજચંદ્ર અરહત ટચના બાળકો દ્વારા પ્રાર્થના અને શાંતિના મહત્વના પ્રસાર, જૈન અને અન્ય ધર્મોના મહત્વ, જૈનીઝમ અને હિંદુઇઝમ વિષે પ્રદર્શન, પીસમાલા એક્રેડીશન કાર્યક્રમ અંગે જાગૃતિ આણવાનો હતો.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ બપોરે ૨-૩૦થી સાંજના ૭-૦૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આ નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન યુકેમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રજિસ્ટર્ડ સેવા યુકે ચેરિટી દ્વારા બર્મિંગહામ હોમલેસ આઉટરીચ સંસ્થાને સ્લીપિંગ બેગ્સનું દાન કરવામાં આવ્યું હતું. આ સ્લીપિંગ બેગ્સ માન્ચેસ્ટરની ફાઈન હોમ ટેક્સટાઈલ્સ લિમિટેડ દ્વારા ઉદારપણે દાનમાં આપવામાં આવી હતી.
