સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    લેસ્ટર BAPS સ્વામીનારાયણ મંદિરે...

    BAPS સ્વામીનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને સ્પર્શનારા પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું હતું કે મંદિરોએ માત્ર પૂજાના કેન્દ્ર બની રહેવું ન જોઈએ પરંતુ, મૂલ્યોના પોષક અને સમાજની સેવા કેન્દ્ર પણ બનવું જોઈએ. તેઓ લેસ્ટરના જિપ્સી લેન પર આવેલા ભવ્ય BAPS સ્વામીનારાયણ મંદિરના પ્રેરણાસ્રોત હતા. આ મંદિરે ભારતથી આવેલા સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેમજ સમગ્ર દેશના સેંકડો ભક્તો અને શુભેચ્છકોની હાજરીમાં શનિવાર, ૮ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે પાંચમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી હતી.

    સરદાર પટેલની ૧૪૧મી જન્મજયંતી

    સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સરદાર પટેલ સંબંધિત ડોક્યુમેન્ટરીની રજૂઆત અને પ્રવચનોનો સમાવેશ થાય છે. હળવા રીફ્રેશમેન્ટ સાથે કાર્યકર્મનું સમાપન કરાશે.

    ક્રોયડનમાં દિવાળી મેળાએ આકર્

    સંખ્યાબંધ ખરીદારો અને કોમ્યુનિટી ગ્રૂપ્સને આકર્ષતા સૌથી મોટા ક્રોયડન દિવાળી મેળાનું આયોજન ૨૨ ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. ક્રોયડન હિન્દુ કાઉન્સિલના નેજા હેઠળ ચેરપર્સન મિસ મયુરા પટેલ દ્વારા આયોજિત મેળાનું આ બીજુ વર્ષ હતું. ક્રોયડન દિવાળી મેળાનું ઉદ્ઘાટન પૂર્વ મેયર મંજુ શાહુલ હમીદ, CHCના સ્થાપક ડો. જગદીશ શર્મા અને હિન્દુ કાઉન્સિલ યુકેના સત્ય મિન્હાસના હસ્તે કરવામાં આવ્યું હતું.

    બર્મિંગહામ સ્વામીનારાયણ મંદિ...

    સેંકડો ભાવિકોએ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, હોલ ગ્રીન બર્મિંગહામ ખાતે દિવાળી અને નૂતન વર્ષની બે દિવસની રંગેચંગે ઉજવણીમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. રવિવાર, ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે યોજાયેલી આ ઉજવણીમાં વેસ્ટ મિડલેન્ડ્સના મેયરપદના કન્ઝર્વેટિવ ઉમેદવાર એન્ડ્રયુ સ્ટ્રીટ, કાઉન્સિલરો બેરી બોવલ્સ, કેરી જેન્કિન્સ તથા સામ બરડાન અને ઈન્ટફેઈથ રિલેશન્સના ડો. એન્ડ્રયુ સ્મિથ સહિત મહેમાનો ઉપસ્થિત હતા.

    હાઉસ ઓફ કોમન્સમાં HFB દ્વારા દિવ...

    ગત ૨૬ ઓક્ટોબર,૨૦૧૬ના રોજ હિંદુ ફોરમ ઓફ બ્રિટન(HFB) દ્વારા સતત ૧૫મા વર્ષે દિવાળીની ઉજવણી હાઉસ ઓફ કોમન્સમાં કરવામાં આવી હતી. હાઉસ ઓફ કોમન્સનું ટેરેસ પેવિલિયન તેના રોજીંદા દેખાવ કરતાં તદ્ન અલગ જ લાગતું હતું. આ વર્ષના સંસદીય યજમાનોમાં બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP, એન્ગસ રોબર્ટસન MP, કેરોલિન લુકાસ MP અને નીજેલ ડોડ્સ OBE MP નો સમાવેશ થતો હતો. આ ઈવેન્ટ કર્મયોગ ફાઉન્ડેશનના સી બી પટેલ અને કાન્તિભાઈ નાગડા, ઈવેન્ટ ગુરુના મિસ્ટર અને મિસિસ સોલંકી, હિંદુ બિઝનેસ અગ્રણીઓ, યોગી ડિવાઈન સોસાયટી અને વાસ્ક્રોફ્ટ ફાઉન્ડેશન દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો.

    કિંગ્સબરી શ્રી સ્વામીનારાયણ

    હિન્દુ તહેવારો દિવાળી અને નવા વર્ષની ઉજવણી આતશબાજી સાથે ધામધૂમપૂર્વક કિંગ્સબરીના સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષના અન્નકૂટમાં ૧,૦૦૦થી વધુ સ્વાદિષ્ટ વાનગી ધરાવાઈ હતી. ઉજવણીના આખરી તબક્કામાં ૬ નવેમ્બર, રવિવારે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે.

    નીસડન ટેમ્પલમાં દિવાળી અને નૂ

    યુકેમાં નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના તહેવારોની ભવ્યતમ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પારિવારિક મૂલ્યો, દાન, શુભેચ્છા અને ઈશ્વર પ્રત્યે પ્રેમનું મહત્ત્વ દર્શાવાયું હતું. શ્રદ્ધાળુ અને મુલાકાતીઓએ રવિવારની ઉજવણીમાં હિન્દુ ધર્મની સમૃદ્ધ ,સંસ્કૃતિ અને ભક્તિભાવનો અનુભવ કર્યો હતો. બ્રિટનસ્થિત ભારતીય કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે પણ ઉજવણીમાં હાજરી આપી હતી.

    સરદાર પટેલની ૧૪૧મી જન્મજયંતી

    ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર, ૧લી નવેમ્બરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી અહી પ્રથમ વખત કરવામાં આવી છે. એક વક્તાએ યાદ અપાવી હતી કે લાલકૃષ્ણ અડવાણી નાયબ વડા પ્રધાન હતા ત્યારે ૧૪ વર્ષ અગાઉ તેમણે ૨૦૦૨માં અહીં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સમયે ગાંધી હોલમાં એકત્રિત લોકોએ વક્તાને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા હતા.

    તારાપુર યુકે દ્વારા વાર્ષિક દ

    યુકેમાં રહેતા તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપના ૧૯૭૩માં થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા તારાપુરવાસીઓના જૂથે આ કાર્યક્રમને ટેકો આપ્યો હતો..

    ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ ર

    ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ વેમ્બલીના રેપ્ટન એવન્યુ સ્થિત જલારામ જ્યોત મંદિરની મુલાકાત લીધી હતી.