- 16 May 2022
અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં હું એક પછી એક નામ પ્રસ્તુત કરતો ગયો. એમને વધાવતા દર્શકો તાળીઓથી પ્રતિસાદ આપતા રહ્યા.
‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!
રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...
અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં હું એક પછી એક નામ પ્રસ્તુત કરતો ગયો. એમને વધાવતા દર્શકો તાળીઓથી પ્રતિસાદ આપતા રહ્યા.
‘અહીં આવતાં જ ગુજરાતના અસ્સલ આતિથ્યનો અણસાર મળે છે...’ ‘આના લીધે ટ્રાઈબલ ટુરિઝમનો વિકાસ થશે...’ ‘ગુજરાતના વિવિધ પ્રદેશોની મૂળ ભાતીગળ સંસ્કૃતિનો અહીં અહેસાસ થાય છે...’ આવા ભાવનાત્મક વાક્યો જેના માટે બોલાયા તે જગ્યાઓ એટલે તોરણ વીલેજ, ગામ - લીન્ડા...
અવધૂ... એટલે સન્યાસ આશ્રમમાં રહેવાવાળો પરિવ્રાજક, સંન્યાસી... જોડણી પ્રમાણે જોઈએ તો અ+વધૂ અર્થાત્ જે એકલો હોય. અવધૂ એક સંબોધન છે, આ સંબોધન સાથે જોડીને જૈન ધર્મની એક ભક્તિ નિમિત્તે આનંદની આત્માનુભૂતિને અનુભવવાનો અવસર મને મળ્યો ને આનંદ આનંદ થયો.
ગુરુકૂળના પ્રાંગણમાં બાળકોને ભણાવવા એ જ એમનું ધ્યેય નહોતું, એમને તો ગુરુકૂળ દ્વારા નવી પેઢીને વર્તમાન યુગના દૂષણોથી બચાવી, શુભ સંસ્કારોનું સિંચન કરવું...
એ પરિવારના મોભી હતા, સમાજના મહાજન હતા. સ્વાતંત્ર્ય સેનાની હતા, કુશળ વ્યાપારી અને સાહસિક ઉદ્યોગપતિ હતા. રાષ્ટ્રપ્રેમી અને સમાજ સુધારક હતા. સમયને બદલનારા અને ડગલને પગલે માણસાઈથી ભર્યુંભર્યું જીવન જીવનારા માણસ હતા. એક જિંદગીમાં દસ જિંદગી જેટલું...
‘હું કાગડાના મોતે મરીશ, કુતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મુકવાનો નથી.’ આ શબ્દો ઉચ્ચાર્યા હતા દાંડીકૂચના આરંભ પહેલાં ગાંધીજીએ. 12 માર્ચ 1930ની સવારે શ્રી ખરેએ ગાયુંઃ ‘શૂર સંગ્રામ કે દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સૂર નાહિ...’...
‘ખબર નહીં કેમ? પરંતુ હમણાં હમણાંથી એવું લાગે છે કે સંબંધો સાચવવાની ખૂબ મથામણ કર્યા પછી પણ, અનેકવાર જતું કર્યું હોય તો પણ, ઉદાર બન્યાં હોઈએ તો પણ સંબંધો તૂટે છે, બહુ દુઃખ થાય છે.’
હમણાં પારિવારિક સ્વજન નીલેશ શાહ સાથે વાતો કરતો હતો, એમણે વાતવાતમાં કહ્યું કે ‘અમારા એક ડોક્ટર મિત્ર છે. અહીં વલસાડમાં, એક વાર તેમની સાથે પ્રાકૃતિક વાતાવરણમાં ટ્રેકિંગ કરતો હતો અને એમણે સુખના સરનામાની બહુ સરસ વાત કરી.’ નીલેશે જે વાત કહી એના સુધી...
‘દોસ્તો, આજે તમને એક વાર્તા કહેવી છે, એવી વાર્તા જેનો આરંભ છે પણ અંત નથી, જેના પાત્રો સીધા નજરે ન દેખાય, પરંતુ મારી અને તમારી અંદર એ પાત્રો ક્યાંક ને ક્યાંક શ્વસે છે.’ એક પ્રાકૃતિક સ્થળે યોજાયેલી વાર્તા શિબિરમાં નવોદિત લેખકોને સંબોધતા ફાગુને...
હમણાં એક મિત્રે વ્યથાના ભાવ સાથે કહ્યું કે, ‘આપણને ગમે નહિ, પણ ક્યારેક ના પાડવી પડે છે ને પછી ના પાડ્યાનું દુઃખ પણ થાય છે.’ સ્વાભાવિક રીતે પૂછ્યું કે, ‘કેમ એવું તે શું થયું?’ તો એમણે આખી ઘટના વર્ણવી તે કંઇક આવી હતી.