પરિવાર સાથે પર્યટન એટલે સોનામાં સુગંધ

‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!

માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

‘શરીરથી નાના કદનો, કોઈ પણ પદ વિનાનો મનુભાઈ સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્રસ્થાને છે.’ આ શબ્દ મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે લેખક કિન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય...

‘લગ્નજીવનના ત્રણ દાયકા પુરા કર્યા એ માટે તમને બંનેને અભિનંદન...’ એક દંપતીના ઘરે મેરેજ એનિવર્સરી નિમિત્તે યોજાયેલા મિલન સમારોહમાં બીજા મિત્રે શુભેચ્છા પાઠવતાં કહ્યું.

‘પુત્રવધૂને દીકરી જેટલો જ પ્રેમ આપનાર પરિવાર સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.’ જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કહ્યું. ‘અભિવાદન સમારોહ અને લોકડાયરાના કાર્યક્રમના નિમંત્રણમાં પણ પરિવારની લાડકી એવો જ શબ્દ પ્રયોજાયો છે...

‘અહીંનું સમગ્ર વાતાવરણ જ આપણને આહલાદક લાગે એવું છે.’ સાહિત્યપ્રેમી જીવ કુમારીલ ડાંગોદરાએ કહ્યું. ‘આ ભૂમિમાં સત્સંગ અને સેવાના ધબકારા ઝીલાયા છે...’ અધ્યાત્મ-ધર્મ ને શિક્ષણ જગતના મુકેશભાઈ પટેલે ઉમેર્યું. ‘અહીંથી આયુર્વેદ ઉપચાર પદ્ધતિનું ઉત્તમ...

‘એક દીવો જવાનોના ત્યાગ, પરાક્રમ અને વીરતાના નામે પ્રગટાવીએ’ રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સૈનિકો સાથે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં દીપોત્સવ પર્વ ઊજવ્યું ત્યારે કહ્યું હતું. પ્રત્યેક ભારતીયના હૃદયમાં દેશની...

‘એમનો વર્ગ અમે વિદ્યાર્થીકાળમાં ક્યારેય છોડ્યો નથી...’ ‘એમણે સાહિત્ય ક્ષેત્રે ભગીરથ કામ કર્યું છે...’ ‘એમના દીકરા-દીકરીને આપ્યો એટલો જ પ્રેમ અને વાત્સલ્ય વિદ્યાર્થીઓને આપ્યા છે.’ આ અને આવા અનેક વાક્યોમાં જે સંવેદના વ્યક્ત થઈ એના કેન્દ્રમાં હતા...

નવું વરસ આપણને નવો આનંદ આપે છે. નવા સંકલ્પો, નવા સપના, નવો પરિચય, નવા કાર્યો, નવા ક્ષેત્રો, અને નવા લક્ષ્ય... નવું વર્ષ શરૂ થાય એટલે જાણે નવો દિવસ ઊગે, નવો સૂરજ નવા અજવાળા લાવે એવી અનુભૂતિ થાય. તન-મનમાં અને માનવીય સંબંધોમાં પ્રેમ-પ્રસન્નતા અને...

‘હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી છૂટે છે - શબ્દ નહીં, પણ તાતી સંકલ્પશક્તિ. એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે.’ મૂળ અંગ્રેજીનો ઉમાશંકર જોષીએ કરેલો આ અનુવાદ...

‘આહાહા... કેવા મજાના એ દિવસો હતા... ને આજે પણ છે કારણ કે મારી સાથે આજે ફરી વાર તું છે.’ અભિષેકે આશાને વ્હાલથી વળગીને કહ્યું... આશાએ કહ્યું, ‘હું તારી આવી વાતોમાં ત્યારે પણ નહોતી આવીને આજે પણ નહીં આવું, તું તારી આ પત્નીને જ આવી વાતોમાં ફસાવ...’...

‘માની કૃપા થઈ તે ફરી આપણે સહુ ગરબે ઘૂમતા થયા...’ હમણાં આ વાક્ય આપણે રોજ સાંભળીએ છીએ. ગત વર્ષે નવરાત્રિમાં કોરોનાની જેટલી તીવ્ર અસર હતી એટલે આ વર્ષે નથી અને એટલે કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પણ આદ્યશક્તિના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દર્શને જાય...



to the free, weekly Gujarat Samachar email newsletter