નૃત્યઃ માનવ મનની અભિવ્યક્તિનું રસમય દર્શન

અદભૂત કાર્યક્રમ... નૃત્ય અને ગુજરાતી ગીતોનો આવો સમન્વય અમે પહેલી વાર જોયો... નૃત્યકાર અને સૂત્રધારનું પરફેક્ટ પરફેક્શન હતું આ કાર્યક્રમમાં.... આ અને આવા ઉત્સાહપૂર્ણ – ઉલ્લાસપૂર્ણ અનેક પ્રતિભાવો અમને મળ્યા અને અમારા માટે એ દિવસ જાણે ઉત્સવની ઊજવણીનો...

કમલેશ આવસત્થીઃ ગાયક મુકેશના અવાજની અનુભૂતિ

‘કમલેશે, અમારી સાત દાયકાની દોસ્તીનો દસ્તાવેજ એક વાર લખ્યો હતો. 1955માં સાવરકુંડલાની કુંડલા હાઈસ્કૂલના પાંચમા ધોરણથી અમારી દોસ્તી રહી, તે એની અંતિમ ક્ષણો સુધી રહી.’ આ શબ્દો કમલેશ આવસત્થીના સ્મરણમાં કહે છે ભાવનગરના સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ નવીન...

‘પુત્રવધૂને દીકરી જેટલો જ પ્રેમ આપનાર પરિવાર સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.’ જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કહ્યું. ‘અભિવાદન સમારોહ અને લોકડાયરાના કાર્યક્રમના નિમંત્રણમાં પણ પરિવારની લાડકી એવો જ શબ્દ પ્રયોજાયો છે...

‘અહીંનું સમગ્ર વાતાવરણ જ આપણને આહલાદક લાગે એવું છે.’ સાહિત્યપ્રેમી જીવ કુમારીલ ડાંગોદરાએ કહ્યું. ‘આ ભૂમિમાં સત્સંગ અને સેવાના ધબકારા ઝીલાયા છે...’ અધ્યાત્મ-ધર્મ ને શિક્ષણ જગતના મુકેશભાઈ પટેલે ઉમેર્યું. ‘અહીંથી આયુર્વેદ ઉપચાર પદ્ધતિનું ઉત્તમ...

‘એક દીવો જવાનોના ત્યાગ, પરાક્રમ અને વીરતાના નામે પ્રગટાવીએ’ રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સૈનિકો સાથે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં દીપોત્સવ પર્વ ઊજવ્યું ત્યારે કહ્યું હતું. પ્રત્યેક ભારતીયના હૃદયમાં દેશની...

‘એમનો વર્ગ અમે વિદ્યાર્થીકાળમાં ક્યારેય છોડ્યો નથી...’ ‘એમણે સાહિત્ય ક્ષેત્રે ભગીરથ કામ કર્યું છે...’ ‘એમના દીકરા-દીકરીને આપ્યો એટલો જ પ્રેમ અને વાત્સલ્ય વિદ્યાર્થીઓને આપ્યા છે.’ આ અને આવા અનેક વાક્યોમાં જે સંવેદના વ્યક્ત થઈ એના કેન્દ્રમાં હતા...

નવું વરસ આપણને નવો આનંદ આપે છે. નવા સંકલ્પો, નવા સપના, નવો પરિચય, નવા કાર્યો, નવા ક્ષેત્રો, અને નવા લક્ષ્ય... નવું વર્ષ શરૂ થાય એટલે જાણે નવો દિવસ ઊગે, નવો સૂરજ નવા અજવાળા લાવે એવી અનુભૂતિ થાય. તન-મનમાં અને માનવીય સંબંધોમાં પ્રેમ-પ્રસન્નતા અને...

‘હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી છૂટે છે - શબ્દ નહીં, પણ તાતી સંકલ્પશક્તિ. એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે.’ મૂળ અંગ્રેજીનો ઉમાશંકર જોષીએ કરેલો આ અનુવાદ...

‘આહાહા... કેવા મજાના એ દિવસો હતા... ને આજે પણ છે કારણ કે મારી સાથે આજે ફરી વાર તું છે.’ અભિષેકે આશાને વ્હાલથી વળગીને કહ્યું... આશાએ કહ્યું, ‘હું તારી આવી વાતોમાં ત્યારે પણ નહોતી આવીને આજે પણ નહીં આવું, તું તારી આ પત્નીને જ આવી વાતોમાં ફસાવ...’...

‘માની કૃપા થઈ તે ફરી આપણે સહુ ગરબે ઘૂમતા થયા...’ હમણાં આ વાક્ય આપણે રોજ સાંભળીએ છીએ. ગત વર્ષે નવરાત્રિમાં કોરોનાની જેટલી તીવ્ર અસર હતી એટલે આ વર્ષે નથી અને એટલે કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પણ આદ્યશક્તિના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દર્શને જાય...

મોહમયી નગરી મુંબઈના માર્ગો પર મોડી રાત્રે વાહનો અને માર્ગ પરની લાઈટોનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આકાશમાં ભાદરવા વદના અંધારા રેલાયા હતા ને ક્યાંક ક્યાંક દેખાઈ આવતા ટમટમતા તારલા જાણે આસોના અજવાળાની આલબેલ પોકારતા હતા.

ઊંમરનો સાતમો દાયકો પુરો કરવા જઈ રહેલા એક મહિલા, જેમના પતિ કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને નિવૃત્તિ પછી થોડા વર્ષોમાં અવસાન પામ્યા હતા તેમણે એમના એક સ્વજનને વાતવાતમાં કીધું કે ‘મારે તો હજુ દસ વર્ષ વધુ જીવવું છે...’ એટલે પેલા સ્વજને કીધું કે,...



to the free, weekly Gujarat Samachar email newsletter