કેનેડાએ ચીન સાથે ટ્રેડ ડીલ કરી તો 100 ટકા ટેરિફ

પ્રમુખ ટ્રમ્પે કેનેડાને ધમકી આપી છે કે જો તે ચીન સાથે ટ્રેડ ડીલ કરશે તો અમેરિકા તેની તમામ એક્સપોર્ટ પર 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશ વચ્ચે ફરી વાર તંગદિલી વધી છે. 

અમેરિકાએ હવે WHO સાથે છેડો ફાડ્યો

અમેરિકાએ શુક્રવારે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સાથે છેડો ફાડયો છે અને તેનાં સભ્યપદેથી બહાર નીકળી ગયું છે. અમેરિકી આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકા ફરી WHOમાં સામેલ થવા વિચારતું નથી. 

જૈનિઝમનું ધાર્મિક મહત્ત્વ સમજવા માટે અને તેનું સાંસ્કૃતિક મૂલ્યાંકન કરવા માટે રાઈસ યુનિવર્સિટી એમ.ફિલ સ્તરનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને માટે અનુદાન આપશે. 

અમેરિકાના છ રાજ્યો પર બર્ફીલા તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ સદીનું સૌથી વિનાશક બરફનું તોફાન 'જોનાસ' વોશિંગ્ટન, નોર્થ કેરોલિના, વર્જિનિયા, મેરિલેન્ડ,...

ઉત્તર કેલિફોર્નિયાના ટર્લોક શહેરની એક ગુરુદ્વારામાં ૧૦મી જાન્યુઆરીએ શીખોના બે જૂથો વચ્ચે સત્તા અને શાસન માટેના આંતરવિગ્રહનો વીડિયો જાહેર થયો છે. વીડિયો મુજબ બંને જૂથો વચ્ચે અથડામણ થતાં પોલીસને બોલાવી હતી પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. વીડિયોમાં...

અમેરિકામાં દુનિયાભરમાંથી સ્થાયી થતાં વિજ્ઞાનીઓ અને ઈજનેરોમાં ભારતીયો અને એશિયનો મોખરે હોય છે. વર્ષ ૨૦૧૩માં એશિયામાંથી કુલ ૨૯.૬ લાખ વિજ્ઞાનીઓ-ઈજનેરો અમેરિકામાં વસ્યા છે. જેમાંથી ૯.૫ લાખ મૂળ ભારતીય છે. વિશ્વભરમાંથી અમેરિકામાં આવતા ઈજનેરો-સંશોધકોનું...

યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ...

સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ કરેક્શને ૨૬મી ડિસેમ્બરે જાહેર કર્યું કે, કેટલાક કેદીઓને તેઓ સજામાં રાહત આપીને મુક્ત કરશે. તેમાં ભૂલથી ત્રણ હજાર કેદીઓને સજા પૂરી થયા પહેલાં જ છોડી મૂક્યા હતા. એટલું જ નહીં આ નિત્યક્રમ છેલ્લા ૧૩ વર્ષથી ચાલી રહ્યો હતો. આ...

ન્યૂ યોર્કથી ૧૫૦ કિલોમીટર દૂર સ્ટેટ્સબર્ગમાં પેટ્રોલ સ્ટેશન પરના સ્ટોરકીપર ૫૮ વર્ષના અમરિકસિંહે બંદૂક સાથે સ્ટોરમાં ધસી આવેલાં એક બુકાનીધારીને ચંપલ મારીને ભગાડી મૂક્યો હતો. અમરિકસિંહ અત્યારે અમેરિકામાં પ્રખ્યાત થઈ ગયા છે. એક ટીવીના પ્રાઈમ ટાઈમમાં...

એનઆરઆઈ લક્ષ્મી મિત્તલ દક્ષિણ આફ્રિકાની ટોપ-૧૦૦ અમીર વ્યવસાયિકોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે. તેનું મૂળ કારણ આર્સેલર મિત્તલની દક્ષિણ આફ્રિકી કંપનીના શેરની કિંમતમાં થયેલા ધરખમ ઘટાડાને ગણાય છે. 

વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જેટલી મુલાકાત કરી છે તેના પરથી ઓબામાને લાગે છે કે...

લોસ એન્જલસથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સેન બર્નાડિનોમાં ૩જી ડિસેમ્બરે વિકલાંગોના કમ્યુનિટી સેન્ટરમાં પાર્ટી દરમિયાન કરાયેલા આડેધડ ગોળીબારોમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૭ લોકો ઘવાયા હતા. ગોળીબાર બાદ ૨૮ વર્ષીય હુમલાખોર સૈયદ રિઝવાન ફારુક...



to the free, weekly Gujarat Samachar email newsletter