વોટર લીલીનો શણગાર સજતું કેરળ

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. 

નદીના દેડકાની છલાંગઃ ટાન્ઝાનિયાના માઉન્ટ કિલિમાન્જારો સુધી

સામાન્યપણે દેડકાઓ સરોવર, તળાવ કે નદીની આસપાસ જોવા મળે છે. જોકે, આફ્રિકા અને ટાન્ઝાનિયાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પર 4000 મીટરથી વધુ બર્ફિલી ઊંચાઈએ નદીનો દેડકો એમેઈટીઆ વિટ્ટેઈ (Amietia Wittei) મળી આવતા વાઈલ્ડલાઈફના નિષ્ણાતો આશ્ચર્યમાં મૂકાયા...

પૂર્વોત્તર ચીનમાં એક અનોખી બેંક ધમધમે છે, જે આર્થિક વ્યવહાર નહીં, નૈતિક મૂલ્યોને બિરદાવવાનું કામ કરે છે. ચીનના યાંજી શહેરમાં આ મોરાલિટી બેંક છે, જે સમાજ માટે કંઇક સારું કામ કરનારને મફત સેવાઓ સ્વરૂપે ઈનામ આપીને બિરદાવે છે.

ઓસ્ટ્રેલિયામાં ખાનગી માલિકીનો વિશ્વનો સૌથી મોટો જમીન પ્લોટ વેચાણ માટે મૂકાયો છે. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧,૦૧,૪૧૧ ચોરસ કિલોમીટર છે. બીજા શબ્દોમાં કહીએ...

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ભલે આવશ્યક ગણાતી હોય, પણ કઝાકિસ્તાનના કલાચી ગામની સમસ્યાએ આમઆદમીથી માંડીને નિષ્ણાતોની ઊંઘ ઊડાડી દીધી છે. કઝાકિસ્તાનની...

રળિયામણા પૂર્વોત્તર ભારતનું એક નાનકડું ગામ આખી દુનિયામાં ચમકી ગયું છે. મેઘાલયના માવલ્યાનન્નોંગ નામનું આ નાનકડું આ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે બહુમાન...

સિંગાપોરઃ આ મહાનગરનો એક અઢી વર્ષનો ટેણિયો ગજબનાક માનસિક ક્ષમતા ધરાવે છે અને તેનો આઈક્યૂ ૧૪૨ છે. આ સાથે જ તેણે જીનિયસ ક્લબ મેન્સામાં સ્થાન મેળવ્યું છે.

ઓહિયોઃ અમેરિકાના ઓહિયોમાં એક અનોખો કેસ પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાને ટેક્સીભાડું ન ચૂકવવાના આરોપસર કોર્ટે ૪૮ કિલોમીટર ચાલવાની સજા સંભળાવી હતી.

વોશિંગ્ટનઃ એક મહિલાએ ભંગારના ભાવે એપલનું ફર્સ્ટ કમ્પ્યૂટર વેચી નાખ્યું હોવાનો કિસ્સો અમેરિકામાં બન્યો છે. મહિલાને એ ખ્યાલ જ નહોતો કે તે જે કમ્પ્યૂટર કબાડીના...

મુંબઇઃ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને મુંબઈના ખ્યાતનામ જ્વેલર નીરવ મોદીએ ડિઝાઇન કરેલો એક અફલાતૂન ડાયમંડ નેકલેસ ક્રિસ્ટી ઓકશન-હાઉસ દ્વારા હોંગકોંગમાં...

લંડનઃ એક સમયે હિંદી ફિલ્મોમાં સાહસિક કામ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ફિયરલેસ નાદિયાની યાદ અપાવે એવો એક કિસ્સો લંડનમાં નોંધાયો છે. આ ફિયરલેસ વુમન છે ૯૦...



to the free, weekly Gujarat Samachar email newsletter